આવતી કાલે અક્ષય કુમારનો જન્મ દિવસ છે અને આજે તેમની માતા નું નિધન થયું છે. આ જાણકારી અક્ષય કુમારે ટ્વીટ કરી ને જણાવી છે. તેઓએ લખ્યું છે કે મારી માતાનું નિધન થયું છે અને તેઓ બીજી દુનિયામાં મારા પિતાજી સાથે ચાલ્યા ગયા છે. અત્યારે હું અને મારો પરિવાર ખુબ જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ. “ઓમ શાંતિ”
અક્ષય કુમારની માતાનું નિધન થયું છે. અભિનેતાએ પોતે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી છે. માતા અરુણા ભાટિયા થોડા દિવસોથી ખૂબ બીમાર હતી. તાજેતરમાં જ અભિનેતા શૂટિંગ છોડીને પોતાની માતાને મળવા ભારત પાછો આવ્યો હતો. અક્ષયની માતાને ICU માં દાખલ કરવામાં આવી હતી.
માતાના મૃત્યુ વિશે માહિતી આપતા અક્ષયે લખ્યું, તે મારા જીવનમાં સૌથી મહત્વની હતી. તે મારો ટેકો હતો અને આજે મારી માતા શ્રીમતી અરુણા ભાટિયા આ દુનિયા છોડીને હવે પાપા પાસે પહોંચી છે. અમને તમારી પ્રાર્થનાની જરૂર છે કારણ કે અમારું કુટુંબ અત્યારે આ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે.
જન્મ દિવસના એક દિવસ પેહલા જ માતાનું નિધન : અક્ષય કુમારના જન્મદિવસના એક દિવસ પહેલા માતાનું અવસાન થયું, હિરાનંદાની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.અભિનેતાએ પોતે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી છે. ચાહકો અને સેલેબ્સ અભિનેતાની માતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. અક્ષય કુમારના જન્મદિવસના એક દિવસ પહેલા માતાનું અવસાન થયું, હિરાનંદાની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે.
View this post on Instagram
અગાઉ માતા માટે પ્રાર્થના કરવાનું કહ્યું હતું : મંગળવારે જ અક્ષયે ચાહકોને તેની માતા માટે પ્રાર્થના કરવાનું કહ્યું હતું. અક્ષયે લખ્યું હતું કે, મારી માતા વિશે તમારા બધાની ચિંતા જોઈને હું ખૂબ જ લાગણીશીલ છું. મારા અને મારા પરિવાર માટે આ મુશ્કેલ સમય છે. તમારી બધી પ્રાર્થનાની જરૂર છે. અરુણા ભાટિયાને શુક્રવાર 3 સપ્ટેમ્બરના રોજ એડમિટ કરવામાં આવ્યાં હતાં. પરિવારના આગ્રહથી હોસ્પિટલે સારવારની તમામ માહિતી છુપાવીને રાખી હતી છે. અક્ષય કુમાર 6 સપ્ટેમ્બરે ભારત પરત ફર્યો હતો.
ઉલ્લેખનીય છે કે અક્ષય કુમાર ડિસેમ્બર સુધીમાં ‘રામ સેતુ’ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરશે. નોંધનીય છે કે આ ફિલ્મનું મુહૂર્ત માર્ચ, 2021માં અયોધ્યામાં કરવામાં આવ્યું હતું. મુંબઈમાં શૂટિંગ પણ થયું હતું. જોકે પછી કોરોનાની બીજી લહેર આવી જતાં મહારાષ્ટ્રમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અક્ષય કુમાર સહિત સેટ પર 45 લોકોને કોરોના થતાં શૂટિંગ કેન્સલ થયું હતું.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]