Breaking News

એરપોર્ટ ઉપર ચેકિંગ કરતા સમયે અધિકારીને પણ પરસેવો વાળી દે તેવી ઘટના આવી સામે, જોઈને તમે પણ મોઢું ફાડી જશો..!

લોકો આજકાલ ગુનાખોરીની પ્રવુતિ ખૂબ જ કરી રહ્યા છે. સરકારના કાયદા વિરુદ્ધ જઈને તેઓ પોતાનો ગેરકાનૂની ધંધો કરી રહ્યા હોય છે, જેને કારણે આજની યુવાન પેઢી પણ આ તમામ પ્રવૃત્તિઓ જોઈને ગેરમાર્ગે દોરાઈ રહી છે. આવી ઘણી બધી ઘટનાઓ દિવસેને દિવસે જોવા મળી રહી છે જેમાં વધુ એક ઘટના હાલમાં સામે આવી હતી.

બે મુસાફરોને એરપોર્ટ પરથી પકડી પાડવામાં આવ્યા હતા. આ બંને મુસાફરોએ કરેલા કામ જોઈને દરેક લોકોના હોશ ઉડી ગયા હતા. આ બંને મુસાફરો તમિલનાડુની રાજધાની ચેન્નાઈના એરપોર્ટ પર ઉતર્યા હતા. ઉતરતાની સાથે જ તેને ચેકિંગ કરતા સમયે તેની પાસેથી એવી વસ્તુ મળી હતી કે બંનેને પકડી પાડવામાં આવ્યા હતા.

બંને મુસાફરો ઓમાનથી મસ્કટથી ટ્રોલી સુટકેસ લઈને આવી રહ્યા હતા. તેઓએ સુટકેસ સાથે ચેનચાળા કર્યા હતા. સુટકેસના દેખાવને બદલી દેવામાં આવ્યો હતો અને બંને મુસાફરોએ સુટકેસના બહારના ભાગમાં એવી વસ્તુ છુપાવી હતી કે તે જાણીને જ દરેક લોકોના ડોળા ફાટી ગયા હતા. બંને મુસાફરોએ સૂટકેસના બહારના ભાગમાં સોનાની સ્ટ્રીપ લગાવી હતી.

આ સોનાની સ્ટ્રીપનું વજન ૩ કિલો થતું હતું. તેઓ ત્રણ કિલો સોનું ચોરીથી લઈને આવી રહ્યા હતા. જેના કારણે એરપોર્ટ પર ઉતરતાની સાથે ચેકિંગ કરતા સમયે કસ્ટમ વિભાગને આ ત્રણ કિલો સોનું મળી આવ્યું હતું અને બંને મુસાફરોને પકડી પાડવામાં આવ્યા હતા. આજકાલ લોકો આવી ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરીને ચોરી છુપીથી મોંઘી વસ્તુઓ,

અને સોના દાગીનાઓ લાવી રહ્યા છે ત્રણ કિલો સોનાની કિંમત લગભગ 1.33 કરોડ રૂપિયા થતી હતી. બંને મુસાફરોને કસ્ટમ વિભાગએ પકડી પાડી તેમની કડક પૂછપરછ કરી હતી. તેની સાથે સાથે આવા ઘણા બધા કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. મુસાફરો સોનું લઈને આવી રહ્યા હતા પરંતુ દુબઈથી એક પ્રવાસીની બેગમાં સિગરેટ અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા.

થોડા દિવસો પહેલા જ આ મુસાફરને પણ પકડી પાડવામાં આવ્યો હતો જેના બેગમાંથી તપાસ કરતાં સમયે 15 મોબાઇલ ફોન અને 9000 વિદેશી સિગરેટ મળી આવી હતી. વિદેશી સિગરેટની કિંમત 3.15 લાખ થતી હતી. આજકાલ લોકો અવનવી તરકીબો કરીને બીજા દેશમાંથી કીમતી વસ્તુઓ ચોરી છુપે લાવીને મોંઘા ભાવે વેચી રહ્યા છે. આવી ગુનાખોરીઓ દિવસેને દિવસે વધતી જતી હોવાને કારણે સરકારે કડક પગલાં ભરવાની ખૂબ જ જરૂર રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *