Breaking News

IPLમાં અમદાવાદની ટીમનું થયું નામકરણ, આ નામ સાથે હવે અમદાવાદની ટીમ ઉતરશે મેદાનમાં.. જાણી લો..!

ભારતમાં IPLનો ક્રેઝ ખુબ વધારે ચાલી રહ્યો છે. એમાં પણ આ વર્ષે ગુજરાતીઓ માટે IPL ખુબ વધારે મહત્વની બની ગઈ છે કારણ કે અમદાવાદની ટીમ IPLના ઈતિહાસમાં ઘણા રેકોર્ડ પોતાના નામે અને ટ્રોફી જીતવા માટે મેદાનમાં ઉતરવાની છે. તમને જણાવી દઈએ કે અમદાવાદની ટીમને ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા લીડ કરવાના છે.

લોકલ બોય હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલા લખનઉની ટીમે પોતાનું નામ જાહેર કર્યું હતું. અને હવે પછી અમદાવાદ ફ્રેન્ચાઈઝીએ પણ પોતાની ટીમનું નામ જાહેર કરી જ દીધું છે. નવા નામ સાથે લોકમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. તો જયારે પ્લેયરો મેદાનમાં ઉતરશે ત્યારનો ઉત્સાહ તો કૈક અલગ જ હશે…

આ ફ્રેન્ચાઈઝીની ટીમનું નામ ‘અમદાવાદ ટાઈટન્સ’ રાખવામાં આવ્યું છે… અમદાવાદે પોતાની ટીમના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને પસંદ કર્યો છે, જ્યારે શુભમન ગિલ અને રાશિદ ખાન પણ ટીમના મહત્વના ખેલાડી સાબિત થશે.. આ સાથે સાથે કોચિંગ સ્ટાફની પણ તૈયારીઓ થઇ ચુકી છે.

ભારતના પૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરા અને 2011ના વર્લ્ડ કપ વિજેતા ટીમ ભારતના કોચ ગેરી કસ્ટર્નને પણ આ કોચની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે  IPL 2022ની મેગા હરાજી 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં યોજાવાની છે. અ હરાજી ખુબ મોટી છે..

આ વખતે આઈપીએલના ઈતિહાસની સૌથી મોટી હરાજી થવા જઈ રહી છે. જેમાં કુલ 10 ટીમ પૈસા લગાવીને ખેલાડીની પાછળ ભાગશે… હરાજી અગાઉ જ BCCI એ કુલ 590 ખેલાડીની યાદી બનાવી નાખી છે. જેના પર બેંગલુરુમાં 2 દિવસ સુધી ચાલનારી હરાજી પ્રક્રિયામાં બોલી લગાવવામાં આવશે. આ વખતે લખનઉ અને અમદાવાદ એમ બે નવી ટીમને આઈપીએલમાં સામેલ કરવામાં આવી છે.

IPL 2022 માટે અમદાવાદ ટીમ હાર્દિક પંડ્યાને 15 કરોડ રૂપિયા આપશે જયારે રશીદ ખાનને પણ 15 કરોડ રૂપિયા આપશે તેમજ શુભમન ગિલને સાત કરોડ મળશે. આ ત્રણ ખેલાડીને પહેલેથી જ પસંદ કરી લેવામાં આવ્યા છે. જયારે બાકીના ખેલાડીને ઓક્શનમાં ખરીદવામાં આવશે..

હાર્દિકને હવે સુકાનીનું પદ મળી ગયું છે. તેણે જણાવ્યું હતું કે, IPLની ટીમ અમદાવાદમાં નવી સફરની શરૂઆતને લઈને હું ઘણો જ ઉત્સુક છું. મને આ તક મળવા બદલ અને એક કેપ્ટન તરીકે મારામાં વિશ્વાસ મૂકવા બદલ હું ટીમના માલિક અને ટીમ મેનેજમેન્ટનો ઘણો આભારી છું. ટીમ તેનું બેસ્ટ પ્રદર્શન કરીને બતાવશે.

તેણે અન્ય બે ખેલાડીઓ વિષે ઉમેર્યું હતું કે, રાશિદ ખાન અને શુભમન ગિલનું હું સ્વાગત કરું છું. આ બન્ને ખેલાડીને હું ઓળખું છું અને બન્નેનું પ્રદર્શન સારું છે, જે ટીમને પોઈન્ટ ટેબલમાં આગળ રાખવામાં મદદ કરશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *