Breaking News

અમદાવાદમાં ખાવાની ચીજવસ્તુઓ માંથી નીકળ્યા મરેલા વંદા, ઈયળો અને ઉંદર… બહારનું ખાતા પહેલા વાંચી લેજો લેખ..!

ગુજરાતના લોકોને તીખું તમતમતું ખાવાનો ખૂબ જ શોખ હોય છે. ઘરનું સ્વાદિષ્ટ ખાવાનું તેઓને પસંદ પડતું નથી. પરંતુ માટે લારીઓનું ખાવાનું તેઓને ખૂબ જ પસંદ પડે છે. દરેક લોકો વારંવાર સ્વાદના ચટકા માણવા માટે બહારનું ખાવા જતા હોય છે. તેમજ બહારના ખાવાની વસ્તુ જોઈને તેના પર તૂટી પડતા હોય છે…

તમે આ લેખ વાંચ્યા બાદ ચિંતામાં મુકાઈ જશો કે શું ખરેખર આ બાબત સાચી હશે કે શું..? હકીકતમાં મ્યુનિસિપલ ફૂડ વિભાગ માં અવારનવાર ઘણી બધી ફરિયાદો આવતી હોય છે કે આ વિસ્તારના ખાવામાંથી અખાદ્ય વસ્તુઓ મળી આવી છે. આ ફરિયાદ માતાની સાથે તેઓ તાત્કાલિક ધોરણે જે તે રેસ્ટોરેન્ટ અને લારી વાળાઓના કોન્ટેક કરી લેતા હોય છે…

તેમજ મામૂલી દંડ વસૂલીને મામલાને દબાવી દેવાનો પણ પ્રયાસ થઇ ચુક્યા છે. પરંતુ અમદાવાદ અને સુરત સાથે-સાથે રાજકોટ જેવા મોટા સિટીમાં પણ ખાણી પીણીને લઇને સ્વાસ્થ્ય સાથે ચેડા થવાના બનાવો બનતા ની સાથે લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે.. કે ફૂડ વિભાગના અધિકારીઓ કોઈ યોગ્ય એક્શન લઈ રહ્યા નથી..

જેના કારણે દિવસે ને દિવસે ખાદ્ય પદાર્થોમાંથી અખાદ્ય વસ્તુઓ મળી આવે છે. જેના પગલે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઇ રહયાં છે. થોડા સમય પહેલાં સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલા રાધે ઢોકળા હાઉસમાંથી પનીરની સબ્જી માંથી વંદો મળી આવ્યો હતો. જો આ બંદો ખાનારના પેટમાં ચાલ્યો જાય અને તેમના સ્વાસ્થ્યને નુકસાન થયું હોત તો બાબતની જવાબદારી કોણ ઉઠાવે…?

અને હવે અમદાવાદ વિસ્તારમાં લાલ દરવાજા વિસ્તાર પર આવેલું ઉડીપી રેસ્ટોરન્ટમાં એક યુવકે ઓર્ડર કર્યા હતા. ઢોસાની સાથે-સાથે તેને નાળિયેરની ચટણી પણ પીરસવામાં આવી હતી. આ ચટણીમાં તેણે ચમચી વડે હલાવીને જોયું તો કાળા કલરની એક વસ્તું નજરે ચઢી હતી. તેને નીરખીને જોયું તો એ હકીકતમાં મરેલો વન્દો હતો..

આ બાબતની ફરિયાદ તેણે રેસ્ટોરન્ટના માલિકને કરી હતી તો તેમણે જણાવ્યું કે આ એક સામાન્ય બાબત છે. તમને ચટણી બદલી આપવામાં આવશે એમ કહીને આ વાત ને ટાળી દીધી હતી. પરંતુ ત્યારબાદ એ યુવક હોટલમાંથી ઢોસો અધૂરો મૂકીને ત્યાંથી બહાર નીકળી ગયો હતો..

આ ઉપરાંત અમદાવાદના હાથીજણ વિસ્તારમાં દાલબાટી નામની રેસ્ટોરન્ટમાં દાલબાટી માંથી મારેલી ઈયળ નીકળવાનો બનાવ પણ સામે આવ્યો હતો. આ બનાવ સામે આવતાની સાથે જ ગ્રાહક ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા. કારણ કે તેઓ તેમના બાળકને દાળ બાટી ખવડાવી રહ્યા હતા એ સમય દરમિયાન દાલબાટી માંથી અચાનક જ ઈયળ દેખાઈ આવતા તેઓએ પિત્તો ગુમાવ્યો હતો..

કારણકે લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડા કોઈ પણ કારણે સહન કરવામાં આવશે નહીં. આ સાથે સાથે દિલ્હી દરવાજા વિસ્તારમાં આવેલા હિના રેસ્ટોરન્ટ માંથી પનીર ભુરજી નું શાક ઓર્ડર કર્યું હતું માતા અને પુત્ર બંને જમવા બેઠા હતા એ સમય દરમ્યાન સબ્જી ની અંદર કૈક કંઈક વિચિત્ર પદાર્થ દેખાયો હતો..

તેઓએ નીરખીને જોયું તો મરેલો ઉંદર પનીરના શાક ના ડબ્બામાં દેખાયો હતો. આ જોઈને તેઓ ગભરાઈ ગયા હતા. તેમજ તેઓ ઉલટી પણ કરવા લાગ્યા હતા. આ સાથે સાથે તેઓને ફૂડ પોઇઝનિંગ થતા તેઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આમાં કેટલાય બનાવો આગળ પણ બની ચૂક્યા છે. છતાં પણ પૂર્વ વિભાગ કોઈ યોગ્ય એક્શન લઈ રહ્યું ન હોય તેવું લાગી રહ્યું છે અને મામૂલી દંડ વસૂલી ને સેટિંગ કરી નાખતા હોય તેવું લાગે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *