Breaking News

અગાસીમાં રહેલી લીફ્ટ મશીનની રૂમમાં યુવક ચલાવતો એવા કારનામા કે પોલીસને છાપો મારીને પકડવો પડ્યો, રહીશો જોતા જ રહી ગયા..!

એપાર્ટમેન્ટની અંદર લિફ્ટની સુવિધાઓ હોય છે, જેથી કરીને કોઈ વ્યક્તિ લિફ્ટમાં ઉભા રહી ગ્રાઉન્ડ ફ્લોરથી બિલ્ડીંગના ઉપરના માળ તરફ જઈ શકે છે, જ્યારે ઉપરથી નીચે પણ ખૂબ જ સરળતાથી આવી શકે છે. આ લિફ્ટનું મેનેજમેન્ટ ટેરેસ પર રહેલી લિફ્ટ મશીનથી થતું હોય છે જે લિફ્ટને ઉપર નીચે ચલાવવામાં મદદરૂપ બને છે..

મોટાભાગે લિફ્ટનું આ મશીન કોઈપણ એપાર્ટમેન્ટની અગાસીમાં એક રૂમ બનાવવામાં આવે છે, અને ત્યાંથી તેનું તમામ મેનેજમેન્ટ ચાલતું હોય છે. પરંતુ અત્યારે એક યુવકે લિફ્ટ મશીનની રૂમની અંદર જ એવું ચલાવવાનું શરૂ કરી નાખ્યું હતું કે, પોલીસને છાપો મારીને તેને પકડી પાડવો પડ્યો હતો..

જ્યારે આ ઘટના સામે આવી ત્યારે એપાર્ટમેન્ટની અંદર રહેતા રહિશો તો જોતા ને જોતા જ રહી ગયા હતા, કારણ કે જે યુવક લોકોની સામે ખૂબ જ સારો અને ભોળો બનીને લોકોને શિખામણ આપવાની કોશિશ કરતો હતો. એ જ યુવક બે નંબરના કાળા કામકાજ સાથે જોડાયેલો હતો..

લોકોએ તેના ઉપર વિશ્વાસ મૂક્યો હતો, પરંતુ આ યુવકે દરેક લોકોના વિશ્વાસ ઉપર ઘાત લગાવીને તમામનો વિશ્વાસ તોડી નાખ્યો હતો, આ ચોંકાવનારી ઘટના વિશ્વનાથ એપાર્ટમેન્ટ માંથી સામે આવી છે. પાંચ માળા એપાર્ટમેન્ટની અંદર ચોથા માળે કિરીટ નામનો યુવક તેના પરિવાર સાથે રહેતો હતો..

કિરીટ એપાર્ટમેન્ટના દરેક લોકોને નાની-નાની બાબતોમાં સલાહ શિખામણ આપવા માટે પહોંચી જતો હતો અને દરેક લોકોની સામે પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. પરંતુ આજ યુવક એપાર્ટમેન્ટના અગાસીમાં રહેલા લિફ્ટ મશીનના રૂમની અંદરથી બે નંબરના કાળા કારનામાં ચલાવતો હતો..

રાત્રિના સમયે તે અગાસીમાં ચાલ્યો જતો અને ત્યાંથી થેલા ભરીને માલ સામાન નીચે લઈ આવતો અને ત્યારબાદ કેટલાક યુવકોને આ થયેલા આપીને તેમની પાસેથી પૈસા મેળવી લેતો હતો, છેલ્લા કેટલાક સમયથી એપાર્ટમેન્ટમાં રહેતા વડીલો આ ગતિવિધિ ઉપર નજર રાખી રહ્યા હતા..

પરંતુ કોઈ પણ વ્યક્તિને કિરીટ ઉપર શંકા ગઈ નહિ કારણકે તે ખૂબ જ ભોળો અને સામાન્ય વ્યક્તિ હતો તે હંમેશા લોકોને મદદરૂપ બનતો હોવાને કારણે કોઈપણ વ્યક્તિએ તેની ઉપર શંકા કરી નહીં અને આ શંકાનો જ ફાયદો ઉઠાવીને તે લિફ્ટ મશીનની રૂમમાંથી દારૂ વેચવાનો ધંધો શરૂ કરી દીધો હતો..

અને ખૂબ જ વધારે રૂપિયા કમાવવા લાગ્યો હતો. પોલીસને બાતમી મળી કે, વિશ્વના એપાર્ટમેન્ટના આસપાસના વિસ્તારમાંથી કોઈ દારૂ વેચાણ કરનાર યુવક સક્રિય થયો છે. એટલા માટે તેઓએ આસપાસના વિસ્તારમાં પહેરો ગોઠવ્યો અને આ યુવકની ગતિવિધિ ઉપર નજર રાખી હતી, ત્યારબાદ તેને પકડી પાડવા માટે છાપો મારવા તમામ તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી..

પોલીસે રંગીન કપડાની અંદર આ એપાર્ટમેન્ટની અંદર ઘૂસીને લિફ્ટ મશીનની રૂમમાં છાપો માર્યો હતો અને ત્યાં કિરીટ નામનો આ યુવક વિદેશી દારૂની હેરફેર માટે સામાન્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકી રહ્યો હતો અને તેને રંગે હાથે પકડી પાડી લિફ્ટ મશીનની રૂમની અંદરથી અંદાજ 150 જેટલી વિદેશી દારૂની બોટલોને પકડી પાડવામાં આવી હતી..

અને આ યુવકને દરેક લોકોની સામે ખુલ્લો પાડી દેવામાં આવ્યો હતો, કિરીટ નામના યુવકની ધરપકડ કરી તેને પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવ્યો, જ્યારે ચોથા માળે રહેતા તેમના પરિવારજનોને ખબર પડી કે, કિરીટ વિદેશી દારૂનો ધંધો એપાર્ટમેન્ટની લિફ્ટ મશીનની રૂમમાંથી ચલાવતો હતો..

ત્યારે તેઓના પણ કાળજા ફાટી ગયા હતા. દરેક લોકો વિચારતા હતા કે, આ યુવક ખૂબ જ સારો અને સજજન વ્યક્તિ છે, પરંતુ તે કાળા કારનામાંથી કમાણી કરી રહ્યો હતો. શહેરની અંદર આવી ઘણી બધી ગુનાખોરીઓ દિન પ્રતિ દિન વધવા લાગી છે, જેને નામ આપવા માટે શહેરનું તંત્ર 24 કલાક ખડે પગે રહેલું છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *