Breaking News

પુષ્પા મુવી જોયા બાદ, 3 બાળકોએ મળીને પુષ્પા સ્ટાઈલમાં એક અજાણ્યા યુવકને મોતને ઘાટ ઉતારી દીધો…! વાંચો..!

આજકાલ પુષ્પા મુવી ખુબ જ ટ્રેન્ડીંગમાં છે. આ મુવીની એક એક સ્ટાઈલ લોકો કોપી કરીને મોજ મજા કરી રહ્યા છે. તેવામાં અમુક લોકો આ મુવીના સીનને અસલ જિંદગીમાં પણ અપનાવવા લાગ્યા છે. આજે અમે તમને એવા જ એક કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ..

ફિલ્મો સમાજનું દર્પણ કહેવાય છે. ભારતમાં ફિલ્મો માત્ર ફિલ્મ ન રહેતા સમાજ પર પણ અસર કરે છે. ફિલ્મો આવ્યા બાદ જુદા-જુદા ટ્રેન્ડ શરૂ થવા કે સોશિયલ મીડિયા ઉપર તેની ચર્ચા થવી તેના ઉદાહરણો છે. કેટલીક ફિલ્મો અંગે સમાજ પર ખરાબ અસર પાડવા મુદ્દે આરોપો પણ થતા રહ્યા છે.હાલમાં દેશભરમાં તેલુગુ ફિલ્મ પુષ્પાની ચર્ચા ચાલે છે.

પુષ્પા મૂળ તેલુગુ ફિલ્મ છે, જે હિંદીમાં પણ ડબ થઇ છે અને ભારતભરના સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. આ ફિલ્મ જોઇને આવેલા કેટલાક કિશોરો એટલા પ્રભાવિત થઇ ગયા હતા કે તેમણે એક ટોળકી બનાવીને એક માણસની હત્યા કરી નાંખી હતી.

આ ઘટના રાજધાની દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારની છે. અહીં પુષ્પા ફિલ્મ જોઇને આવેલા કેટલાક કિશોરોએ ફેમસ થવાની લ્હાયમાં 24 વર્ષીય યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ફિલ્મની એવી અસર ચડી ગઈ હતી કે આ કિશોરોએ હત્યાનો વિડીયો બનાવ્યો અને તેને ઇન્ટરનેટ પર પોસ્ટ કરવાની યોજના પણ બનાવી નાંખી.

 વધુ વિગતો પ્રમાણે, ત્રણ કિશોર જહાંગીરપૂરી વિસ્તારમાં પહોંચ્યા અને ત્યાં તેમાંના એકે વિડીયો બનાવવાનો શરૂ કરી દીધો. બાકીના બે કિશોરોએ પીડિત વ્યક્તિને રોક્યો અને જયારે તેણે પૂછ્યું કે તેઓ આવું શા માટે કરી રહ્યા છે ત્યારે એક કિશોરે તેને ડંડાથી મારવાનો શરૂ કરી દીધો.

ત્યારબાદ બીજાએ પીડિતને પાછળથી પકડી લીધો અને ચાકૂ મારીને ત્રણેય ફરાર થઇ ગયા હતા. જહાંગીરપુરી પોલીસ મથકને દિલ્હીઈ બીજેઆરએમ હોસ્પિટલમાંથી જાણકારી મળી કે એક શિબૂ નામના વ્યક્તિને પેટમાં ચાકૂ મારવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થઇ ગયું. ત્યારબાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી.

પોલીસે તપાસ કરીને ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે બાળકો ગેંગ તરીકે પ્રસિદ્ધ થવા માટે હત્યાનો વિડીયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવા માગતા હતા. પરંતુ પોલીસે પહેલા જ તેમને પકડી લીધા. પોલીસે વિડીયો બનાવવા માટે વપરાયેલો ફોન પણ જપ્ત કરી લીધો છે.

આ મામલે પોલીસે વિગતો આપતા જણાવ્યું કે, મૃત વ્યક્તિનું નામ શિબૂ છે. તેની ઉંમર 24 વર્ષની હતી. જે જહાંગીરપૂરીમાં જ રહેતો હતો. તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ ચેક કરતા જાણવા મળ્યું કે ત્રણ વ્યક્તિ શિબૂ સાથે મારામારી કરી રહ્યા હતા. ત્યારબાદ અનેક સ્થળોએ શોધખોળ કરતા એક સ્થળેથી ત્રણેય પકડાઈ ગયા હતા.

પોલીસની પૂછપરછમાં ત્રણેયે ખુલાસો કર્યો હતો કે, ‘પુષ્પા’ અને ‘ભૌકાલ’ જેવી ફિલ્મોમાં બતાવવામાં આવેલા ગેંગસ્ટરોની જિંદગીથી પ્રભાવિત થઈને તેઓ તેમની નકલ કરવા માગતા હતા, જેથી આ કૃત્યને અંજામ આપ્યો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *