Breaking News

અધૂરા મહીને બાળકીનો જન્મ થતા માતાનું મોત, પતિ લાપતા જ્યારે અન્ય બે મોટા બાળકો અને જન્મેલી બાળકી નિરાધાર.. વાંચો કઠણાઈની કહાની..!

સુરતના લસકાણા વિસ્તારમાં મૂળ બિહારનો એક પરિવાર રેહતો હતો. પરિવારમાં ક્ન્હયા લાલ તેમજ તેની સગર્ભા પત્ની, 12 વર્ષની પુત્રી અને 10 વર્ષીય પુત્ર નો સમાવેશ હતો. તેઓ હસતી ખેલતી જિંદગી જીવતા હતા. પરતું ઘરેલું મામલામાં પતિ કન્હયા લાલ ઘર મૂકીને ભાગી ગયો હતો. તે અજ સુધી પાછો આવ્યો નથી.

સગર્ભા પત્ની અને પુત્ર, પુત્રીને સાવ નોધારા મૂકીને ભાગી ગયા બાદ સગર્ભા પત્ની દિવસ રાત કાળી મજુરી કરીને પોતાના બાળકોનું ભરણ પોષણ કરતી હતી. ત્યારે એક દિવસ અચાનક તેને પ્રસુતિની પીડા ઉપડતા આજુ બાજુના રહીશોની મદદથી તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

અધૂરા માસે પીડા ઉપડતા જન્મ થતી વખતે માતાની હાલત ખુબ ખરાબ હતી. માતા રંજનદેવીએ એક ફૂલ જેવી સરસ દીકરીને જન્મ આપ્યો હતો અને પોતે જીવ ગુમાવી બેઠી હતી. દીકરીને જન્મ દેતા વેત જ માતાનો જીવ જતો રહ્યો છે. તો એક બાજુ પતિ ઘર તરછોડીને જતો રહ્યો હતો.

એટલે આ નવજાત બાળકી તેમજ અન્ય પુત્ર અને પુત્રી સાવ નોધારા બની ગયા હતા. આ બાળકો પરથી કુદરતે હાથ લઈ લીધો હોઈ તેવી સ્થિતિ ઉભી થઈ ગઈ છે. હવે આવા સમયે તે બાળકોનું કોણ ભરણ પોષણ કરશે તે મહત્વનો સવાલ છે.. તે બિહારના વતની હતા એટલે તેઓના કોઈ સબંધી અહિયા સુરતમાં ઉપલબ્ધ નથી.

પોલીસને આ ઘટનાની જાણ થતા તેઓએ બિહારથી મૃતક માતાની બહેનનો કોન્ટેક્ટ કર્યો છે. તેમજ તેને બિહારથી સુરત આવવા અને જવા માટે તેમજ મૃતકનો દેહ પણ બિહાર સુધી પહોચાડવા માટે જરૂરી પૈસાની મદદની પણ સુવિધા કરી દીધી છે. પેહલા મૃતકની બહેન સુરત આવવાની હતી પરતું તેણીએ છેલ્લા સમયે ના કહી દીધી છે.

હવે પોલીસ દેહને 7 દિવસ માટે રાહ જોશે. જો કોઇપણ સગું સબંધી ન આવે તો તેના અંતિમ સંસ્કાર પોલીસ કરી નાખશે. પેહલા એવી આશા હતી કે મૃતકની બહેન આ બાળકોની સાર સંભાળ કરશે પરંતુ તેઓએ ણા ખી દેતા મામલો ગુન્ચવણે ચડ્યો છે.  પિતાની અનુપસ્થિતિ અને માતાના મૃત્યુ બાદ નોંધારા બનેલા ભાઈ-બહેનોને જીવનની મઝધારે વિખૂટા પડવાનો વારો આવે છે.

સ્મીમેર હોસ્પિટલના ડોકટરો અને નર્સ લોકો પણ બાળકીની સંભાળમાં લાગી ચુક્યા છે. બાળકી તાજી જ જન્મેલી છે જેથી તેને માતાના ધાવણની ખાસ જરૂર પડે છે. તેથી સ્મીમેરની મિલ્ક બેંક માંથી બાળકીને ધાવણની સુવિધા કરી દેવામાં આવી છે. જ્યારે રંજનદેવીના પુત્રને રાંદેર સ્થિત શિશુ ગૃહમાં અને પુત્રીને કતારગામ સ્થિત આશ્રામમાં મૂકવામાં આવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *