Breaking News

અધિક માસ હોવાથી ટેમ્પો બાંધીને દર્શન કરવા જતા પરિવારને કાળમુખો અકસ્માત નડ્યો, અંત સમયે થયો એવો ચમત્કાર કે લોકો જોતા જ રહી ગયા..!

દરેક દિવસનું મહત્વ જુદું-જુદું હોય છે, વાર-તીથી તેમજ તહેવારો પ્રમાણે લોકો શ્રધ્ધા અને આસ્થા મુજબ મંદિરે દર્શન કરવા માટે પણ જાય છે. અત્યારે પવિત્ર અધિકમાસ ચાલી રહ્યો છે, આ મહિના દરમિયાન ઘણા બધા લોકો મંદિરે દર્શન કરવા માટે જતા હોય છે. આ મહિનાનું મહત્વ ખૂબ જ વધારે હોવાને કારણે મંદિરોમાં પણ ખૂબ જ વધારે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડતું હોય છે..

આ મહિનાની અંદર કરેલી ભક્તિ સેવા તેમજ દર્શન નું મૂલ્ય ખૂબ જ જુદું હોય છે, અત્યારે એક પરિવારએ ટેમ્પો બાંધીને મંદિરે દર્શન કરવા માટે જવાનું નક્કી કર્યું હતું, તેઓ મંદિરે દર્શન કરીને પરત આવી રહ્યા હતા. ત્યારે તેમની સાથે એવી ઘટના બની ગઈ કે, તેઓએ તેમની નજર સામે જ કાળને જોઈ લીધો હતો..

આ ઘટનાને નજરે જોનારા લોકોના તો રુવાડા બેઠા થઈ ગયો હતા, આ મામલો મતીડા ગામની અંદર રહેતા ચંદ્રેશભાઇના પરિવાર સાથે બન્યો છે, ચંદ્રેશભાઇ અને તેમના પરિવારના કુલ 13 સભ્યો સાથે મળીને તેમના ગામથી અંદાજે 52 કિલોમીટર દૂર આવેલા એક આશ્રમ મંદિરમાં દર્શન કરવા માટે જવાનો વિચાર્યું હતું..

ત્યાં સવારના સમયે તેઓ જવા માટે ઘરેથી ટેમ્પો બાંધીને નીકળી ગયા હતા અને ત્યાંથી સાંજના પાંચ વાગ્યા આસપાસ તેઓ પોતાના ઘરે આવવા માટે પરત પણ નીકળી ગયા હતા. તેઓ તેમના ગામથી અંદાજે 40 કિલોમીટર જેટલા દૂર હતા, તેવામાં તેમની સાથે 91 અકસ્માત સર્જાઈ ગયો હતો..

એક ટેમ્પાની અંદર તેઓ 13 વ્યક્તિ મુસાફરી કરી રહ્યા હતા, એવામાં પાછળથી બેકાબું ટ્રકે આ ટેમ્પાને ટક્કર મારી દેતા ટેમ્પો ત્રણ થી ચાર પલટી ખાઈ ગયો હતો, જ્યારે આ ઘટના બની ત્યારે ટ્રક ચાલક તો ટ્રક લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. તેની પાછળ ઘણા બધા લોકોએ પકડવાની કોશિશ કરી..

પરંતુ આ ટ્રક ચાલક હાથ આવ્યો નહીં, જ્યારે બીજી બાજુ હાઇવે ઉપર ત્રણથી ચાર પલટી ખાઈ ગયેલો આ ટેમ્પોનો કચરઘાણ બોલી ગયો હતો, ટેમ્પાની અંદર બેઠેલા કુલ 13 વ્યક્તિઓ તેમજ ડ્રાઇવરની સાથે કુલ 14 વ્યક્તિઓના જીવ પડીકે બંધાઈ ગયા હતા, પરંતુ અંત સમયે એવો ચમત્કાર થયો કે, એક પણ વ્યક્તિને જીવને કોઈ હાનિ થઈ નથી..

માત્ર ઈજા થઈ હોવાને કારણે તેઓ હાલ સારવાર લઈ રહ્યા છે, નજરે જુનાગઢ લોકોનું કહેવું છે કે, આ ટેમ્પોને ખૂબ જ જોરદાર ટક્કર મારી દીધી હતી. ટેમ્પો પણ ત્રણથી ચાર પલટી ખાઈ ગયો છતાં પણ અંદર બેઠેલા લોકોને કશું થયું નથી. આ કુદરતના ચમત્કારથી ઓછું કહેવાય નહીં કારણ કે, અંદર બેઠેલા લોકો તો મનોમન સમજી લીધું હતું કે, હવે આજે તેમનો ખેલ ખલાસ થઈ જવાનો છે..

દરેક લોકો ભગવાનનું નામ લઈને પોતાના ઘરે પરત આવતા હતા અને તેમની સાથે જ અકસ્માતની આ ઘટના બની ગઈ પરંતુ તેમાંથી એક પણ વ્યક્તિ ને કોઈ મોટું નુકસાન થયું નથી, ટેમ્પો ચાલકને હાથ અને પગના ભાગે ફેક્ચર થયા છે, જ્યારે અંદર બેઠેલા તમામ મુસાફરો અને થોડી ઘણી ઈજાઓ પહોંચી છે..

આ ગમખ્વાર અકસ્માતને લઈને ચંદ્રેશભાઇએ તાત્કાલિક નજીકના તાલુકા પોલીસ સ્ટેશનની હાજર થઈને ત્યાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમને એક ટક્કર મારી દીધી છે. બેફામ રીતે ટ્રક ચલાવી રહ્યો હતો, આગળ રસ્તા ઉપરથી અન્ય કોઈ વ્યક્તિને પણ ટક્કર મારીને અકસ્માત સર્જી શકે છે..

એ પહેલા આ વ્યક્તિને તાત્કાલિક ધોરણે પકડી પાડીને બરાબરનો મેથીપાક કરવો જોઈએ પોલીસે હાઇવે ઉપર મુકેલા સીસીટીવી કેમેરાની મદદથી આ ટ્રકને ઓળખી કાઢ્યો હતો અને તેનો પીછો કરીને ટ્રકના ડ્રાઇવરને ઝડપી પાડવામાં આવ્યો છે, અને તેની કડક પૂછપરછ પણ થઈ રહી છે..

તેને કહ્યું કે, તે હવે ઉપર જ્યારે ટ્રક ચલાવી રહ્યો હતો ત્યારે તેને અચાનક જ ઊંઘનું જોકુ આવી જવાને કારણે તેણે આ ટેમ્પાને ટક્કર મારી દીધી હતી. જો થોડી ઘણી ટક્કર વધારે લાગી ગઈ હોત તો કદાચ ટેમ્પોની અંદર બેઠેલા 13 વ્યક્તિઓમાંથી કોઈ વ્યક્તિના જીવ પણ જતા રહેવાની શક્યતા રહેલી હતી..

નજર સામે મોત જોઈ ગયા છતાં પણ કોઈ વ્યક્તિને કશું થયું નથી. હકીકતમાં શ્રદ્ધાને આસ્થા દરેક ભક્તોની ખૂબ જ મદદ કરી હતી, આ ઘટનાને લઈને હાઈવે ઉપર ટ્રાફિકના દ્રશ્ય પણ સર્જાયા હતા કારણ કે એક સાથે 13 લોકોને ટેમ્પો માંથી બહાર કાઢવાથી માંડીને હોસ્પીટલે લઈ જવા સુધીની કામગીરીમાં લોકોએ સાથ સહકાર આપ્યો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *