અડધી રાત્રે સ્મશાન પાસેથી રડવાનો અવાજ આવતા નજીકમાં રહેતા પરિવારને પરસેવો છૂટી ગયો, હિંમત નાખીને નજીક જઈને જોયું તો ઉડી ગયા હોશ..!

દરેક માતા પિતાને તેમના નાનકડા દીકરા કે દીકરી ખૂબ વ્હાલા હોય છે. મોટાભાગના મા-બાપ હંમેશા એવું વિચારતા હોય છે કે, તેમના દીકરાને દીકરી મોટા થઈને એટલા બધા હોશિયાર અને સફળ વ્યક્તિ બને કે તેની નોંધ સમાજના અન્ય વ્યક્તિઓ ખૂબ જ સારી રીતે લે પરંતુ કેટલાક નાના બાળકોનું ભવિષ્ય નાનપણમાં જ તેમના માતા પિતા બગાડી નાખે છે..

જ્યારે કોઈ નાના બાળકનો જન્મ થાય ત્યારે અમુક મા બાપ તેના બાળકને સાચવીને તેને પાલનપોષણ કરીને મોટો કરવાની બદલે તેમને ત્યજી દેતા હોય છે. અને અત્યારે નાના બાળકોને ત્યજી દેવાના કિસ્સા દિન પ્રતિદિન ખૂબ જ વધારે થવા લાગ્યા છે. ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના કહોનાલા વિસ્તાર પાસે એક સ્મશાન આવેલું છે.

આ સ્મશાનની નજીક જ આવેલી સોસાયટીમાં રહેતા અશોકદાસ અને તેની પત્ની રીંકલ બંને સાથે એક આશ્ચર્યજનક કિસ્સો બની જવા પામ્યો છે. આ બંને પતિ પત્ની સ્મશાન પાસે અને મકાનની અંદર રહીને જીવન ગુજારતા હતા, એક દિવસ સમય જ્યારે તેઓ સુઈ ગયા ત્યારે સ્મશાન પાસેથી અચાનક જ કોઈ બાળકનો જોર જોરથી રડવાનો અવાજ સંભળાયો હતો..

અવાજ સાંભળતાની સાથે જ તેમનો પરસેવો છૂટી ગયો અને વિચારવા લાગ્યા કે, આ શ્મશાનની અંદર એવું તો શું થવા લાગ્યું કે, બાળકનો રડવાનો અવાજ આવવા લાગ્યો છે. તેમને પહેલા કંઈક ઉંધી જે શંકા ગઈ હતી અને કાળાસાયા તરફની વહેમ અને શંકાઓ નજીક આવવા લાગી હતી અને તેઓ ખૂબ જ ડરી ગયા, પરંતુ અંતે તેઓ હિંમત કરીને આ સ્મશાનની નજીક જઈને જોવાની કોશિશ કરી કે..

આ રડવાનો અવાજ ક્યાંથી આવી રહ્યો છે, આ અવાજ સતત બે કલાક સુધી આવતા તેમના હોશ ઉડી ગયા હતા અને તેઓ હિંમત કરીને ત્યાં નજીક પહોંચે ત્યારે એ જોયું તો આ સ્મશાન પાસેના એક માટીના ઢગલા નજીકથી એક રડતો બાળક મળી આવ્યો હતો, આ બાળકની ઉપર ઈંટ અને પથ્થર મૂકીને આ બાળકને દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવું લાગતું હતું..

કારણ કે આ બાળકના શરીરનું શરીર અને પથ્થર પડેલા હતા, તરત જ આ બધી પત્નીએ આ પથ્થર અને ઈંટને ત્યાંથી બાજુ પર મૂકીને આ નાનકડા બાળકને પોતાના હાથમાં લઈને તેને ચૂપ કરાવવાની કોશિશ કરી હતી. પરંતુ આ બાળક ખૂબ જ વધારે પ્રમાણમાં રડવા લાગ્યો હતો. તરત જ તેઓ એ તેમના પડોશીને જાણકારી આપી કે, સ્મશાનમાંથી તેમને એક બાળક મળી આવ્યો છે..

પડોશીની કારની અંદર આ બાળકને હોસ્પિટલે લઈ જવામાં આવ્યો છે. ડોક્ટરે તપાસ કરીને જણાવ્યું કે, આ બાળકની ઉંમર લગભગ 20 દિવસની છે. તેની તબિયત ખૂબ જ બગડેલી છે. એટલા માટે તેને દાખલ કરવો પડશે, જો તેની તબિયતમાં સુધાર નહીં આવે તો તેને અન્ય હોસ્પિટલમાં પણ મોકલવાની ફરજ આપવી પડશે…

અશોક દાસ અને તેની પત્ની રિંકલે ડોક્ટરને જણાવી દીધું કે, આ બાળકને બચાવવા માટે જેટલો ખર્ચ થશે. તે તમામ ખર્ચ તેઓ આપી દેશે પરંતુ આ બાળકનો જીવ બચી જવો જોઈએ, અશોકદાસ અને તેની પત્ની રીંકલને સુખી લગ્નજીવન દરમ્યાન સંતાન ન હોવાથી તેઓ હવે આ બાળકને અપનાવી લેવા માંગતા હતા..

એ બદલ તેઓ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણકારી પણ આપી હતી કે, તેમને સ્મશાન પાસેથી એક બાળક મળ્યો છે. જેને તેઓ સાચવીને પાલનપોષણ કરીને મોટો કરવા માંગે છે. અને તેમના જીવનનો એક અભિન્ન અંગ માને છે. પોલીસે જણાવ્યું કે, આ બાબતને લઈને આગળની કાર્યવાહી કરવી પડે છે..

અને ત્યારબાદ આ બાળકના માતા પિતા કોણ છે. તેની પણ ખબર મેળવવામાં આવશે અને ત્યાર પછી આગામી બાબતો ઉપર ચર્ચા વિચારણા થઈ શકે છે. જ્યારે તેઓએ સૌપ્રથમ મારા બાળકને રડતા જોયો ત્યારે આ પતિ-પત્નીના હોશ ઉડી ગયા હતા, કારણ કે તેઓને શરૂઆતમાં ખૂબ જ ડર લાગ્યો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment