Breaking News

અડધી રાત્રે દીકરાએ પિતાને જગાડ્યા અને પલંગ ઉપર 3 બાળકોની લાશ જોતા જ હોશ ગુમાવ્યો, પોલીસને પણ કારણ જાણવામાં ફીણ આવી ગયા..!

આજકાલ નાના બાળકો સાથે ખુબ જ ઓચિંતી ઘટનાઓ ઘટવા લાગી છે. ક્યારેક બાળકોને પડી જવાની બીક રહે છે તો ક્યારેક માં-બાપ તેના બાળકોના સ્વાસ્થ્યની બીક રહે છે. છેલ્લા 2 મહિનાની અંદર અંદર ઘરના એકના એક બાળકો કે જે સૌ કોઈના વ્હાલ સોયા હોઈ તેવ બાળકોના પણ મોત થવા લાગે છે..

હાલ ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના જ્યોતિ નગર વિસ્તારમાં એક સાથે 4 બાળકોનો જીવ જોખમમાં મુકાયો હતો.. જેમાંથી એક જ ઘરના 3 બાળકોના મોત થયા છે જયારે એક બાળક જીવન અને મરણ વચ્ચે લડી રહ્યું છે. આ વક્જ્ય વાંચતા જ તમે વિચારમાં મુકાઈ જશો કે આખરે એવું તો શું થયું હશે કે એક સાથે 3 બાળકો મોતને ભેટ્યા છે..

બાળકોના પિતાનું કહેવું છે કે, ચારેય બાળકો એક જ પથારીમાં સૂતા હતા ત્યારે તેમને ઝેરી સાપે ડંખ માર્યો હતો. તેમાંથી એક બાળકે મને સવારે 5 વાગ્યે જગાડયો હતો. જ્યારે હું પલંગ પર ગયો અને ત્રણ બાળકોને બેભાન અવસ્થામાં જોયા. અમે એક પછી એક તેઓ મરવા લાગ્યા.” પિતાના નિવેદનના આધારે પોલીસે સર્પદંશ ધારણ કરીને બાળકોની સારવાર પણ શરૂ કરી હતી.

પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ ખુબ જ ચોંકાવનારો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકોના શરીર પર કોઈપણ ઘસરકા કે કાપના નિશાન મળ્યા નથી. જો તે સર્પદંશથી મૃત્યુ પામ્યો હોત તો ક્યાંક સાપના ડંખના નિશાન હોત. એટલે પોલીસને પણ સાચું કારણ જાણવા માટે ફીણ આવી ગયા છે. કારણ કે આ મામલો એક સાથે 3 બાળકોઅ મોતનો છે.

સાપ કે અન્ય ઝેરી જંતુના ડંખથી થતા મોટાભાગના મૃત્યુ ભય કે ગભરાટના કારણે થયા છે. કારણ કે જ્યારે તેમને ખબર પડે છે કે સાપ કરડ્યો છે, ત્યારે શરીરમાં એડ્રેનાલિન હોર્મોન સક્રિય થાય છે અને ગભરાટ સાથે હૃદયના ધબકારા વધી જાય છે. જે હાર્ટ એટેકને કારણે મૃત્યુ તરફ દોરી જાય છે.

હાયર સેન્ટરમાં બ્લડ સેમ્પલની તપાસ બાદ જ મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે. 4 બાળકોને સાપે ડંખ માર્યો હતો. જેમાં રક્ષા, દીક્ષા અને અમનનું મોત થયું હતું, જ્યારે રચના મેડિકલ કોલેજના ICUમાં જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહી છે. પોલીસ હવે હોસ્પિટલમાં દાખલ અન્ય એક બાળકીના સ્વસ્થ થવાની રાહ જોઈ રહી છે, તેની પાસેથી કોઈ સાચી માહિતી મળવાની આશા છે.

ત્રણેય બાળકોના મોત સાપના ડંખથી કે ઝેરી ખાપરના કારણે કે પછી ઝેરી પદાર્થ ખાવાથી થયા તે હજુ સુધી કોઈ પરિણામ સામે આવ્યું નથી. હવે મૃત્યુનું સાચું કારણ અન્ય એક રિપોર્ટની તપાસ બાદ જ જાણી શકાશે, પરંતુ આ માટે 6 મહિના રાહ જોવી પડશે કારણ કે આ રીપોર્ટની તપાસમાં લગભગ 6 મહિનાનો સમય લાગે છે.

તેને પરીક્ષા માટે લખનૌની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવશે. આ અંગે અધિક પોલીસ અધિક્ષક લક્ષ્મી નિવાસ મિશ્રાએ જણાવ્યું હતું કે બાળકોના વિસેરા ટેસ્ટ રિપોર્ટ જલ્દી મેળવવાના પ્રયાસો કરવામાં આવશે. તપાસકર્તાઓ મૃત્યુના રહસ્યનો પર્દાફાશ કરવા દરેક મુદ્દાની તપાસ કરશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ધંધામાં મંદી હોવાથી પતિએ તેની પત્નીને વધારાના ખર્ચા કરવાની નાં કહેતા જ પત્નીએ કરી નાખ્યું એવું કે પરિવારને રોવાનો વારો આવ્યો..!

જો પરિવારમાં સુખનો માહોલ ટકાવી રાખવો હોય તો સમયની સાથે ચાલવું પડે છે, વેપાર ધંધામાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *