Breaking News

અડધા કલાકમાં જ અમરેલીમાં સાંબેલાધાર વરસાદથી શેત્રુજી નદીમાં ઘોડાપુર, રાજુલામાં નદીના પાણી ઘરમાં ઘુસ્યા..!

ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓમાં હવે વરસાદ પડવાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે અમરેલી જિલ્લામાં ગઈકાલ રાતથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. કાલ રાતથી જ ખાંભા અને મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ખાંભાની ધાતરવડી નદીમાં આ વર્ષના ચોમાસાનું પહેલું પુર આવ્યું છે..

એને કારણે તે વિસ્તારમાં રહેલા તમામ ખેતરોમાં રહેલા પાક પાણીમાં તરબોળ થઈ ગયા છે. અમરેલી શહેરમાં ગઈકાલે રાત્રે ફક્ત ૨૫ મિનિટમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેને કારણે અમરેલીના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. તેમજ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડવાને કારણે શેત્રુંજી નદીમાં પાણીનું વહન શરૂ થઈ ગયું હતું..

ઘોબા થી ઢસા જવાના ફૂલ પર શેત્રુંજી નદીનું પાણી ફરી વળ્યું હતું. તે જોવા માટે આસપાસના વિસ્તારના લોકો આવી પહોંચ્યા હતા. આ ઉપરાંત હાલમાં પણ અમરેલીના સમગ્ર વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ખાંભાના ભાવરડી, તાતણીયા, બોરાળા, નાનુડી, ઉમરીયા, વાંકીયા, ખડાધાર, તેમજ ભાડું આસપાસના ગામમાં ખેડૂતોએ હાલમાં જ વાવણી કરેલા પાકને જીવનદાન મળ્યું છે..

ખેડૂતોનો તમામ પાક બળી જવાની તૈયારીમાં હતો. પરંતુ ગઈકાલ રાતથી વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે ખેતરમાં ઉભેલા પાકને નવજીવન મળ્યું છે. ખેડૂતો આ વરસાદને પગલે રાજીના રેડ થયા છે. સાંબેલાધાર વરસાદને કારણે નદી નાળામાં પાણી વહેતા થયા છે.  અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડયો..

પરંતુ રાજુલાના દેવકા અને હડમતીયા ગામ પાસે ખૂબ જ ધોધમાર વરસાદ પડવાના કારણે તમામ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા તેમજ લોકોના ઘરમાં પાણી ચડી ગયા હતા. તેમજ ખૂબ જ ભારે વરસાદના કારણે આસપાસના વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઇ હતી. જેના કારણે ત્યાંના સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો..

ગઈકાલે રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે રાજુલા પંથકની સ્થાનિક નદીમાં આ વર્ષેનું પાણીનું પ્રથમ આગમન થઈ ગયું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *