Breaking News

એકટીવા ટ્રકની પાછળ ઘુસી ગઈ અને 2 લોકોના કરુણ મોત – પરિવારનું હૈયાફાટ રુદન.. વાંચો.!

ગુજરાતમાં અકસ્માતોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. ગાડીઓની સ્પીડની મજા મોત ની સજા બની જાય છે. હાલ જોવા જઈએ તો ગુજરાતમાં રોજ 3 થી 4 અકસ્માતના બનાવો સામે આવે છે. ગઈકાલે એક અકસ્માતનો બનાવ મહેસાણા જિલ્લામાં બન્યો હતો. મહેસાણા જિલ્લાના વિસનગર થી ગાંધીનગર તરફના હાઈવે પર એક્ટીવા પર બે યુવકો સવાર હતા.

આ યુવકો કડી થી આગળ લાછડી અને ડાકલા ગામ વચ્ચે થી પસાર થઇ રહ્યા હતા. ત્યાં હાઈવે પર એક ટેન્કર ઊભેલું હતું. બંને સવારો activa ગાડી લઈને મુસાફરી કરતા હતા. એકટીવા ની સ્પીડ વધારે હોવાથી એકટીવા ને કાબુ માં રાખી શક્યા નહોતા. તેથી તેઓ રસ્તામાં ઉભેલા ટેન્કર સાથે અથડાયા હતા.

ટેન્કર સાથે અથડાતા જ એક ધડાકાભેર અવાજ ફાટ્યો હતો. આ અવાજ સાંભળીને આજુબાજુના લોકો તરત જ ત્યાં દોડી આવ્યા હતા અને શું થયું છે તે જાણવા લાગ્યા હતા. તરત જ તે બંને યુવકોને તેઓએ ટ્રકમાંથી બહાર કાઢ્યા હતા. અને જોયું તો બંને યુવક ઘટનાસ્થળે જીવ ગુમાવી બેઠા હતા.

ત્યાંના લોકોએ તરત જ પોલીસને ઘટનાસ્થળ પર બોલાવી હતી. પોલીસે બન્ને યુવકોના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે મોકલી દીધા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત થતાં ત્યાંના લોકોમાં ચકચાર મચી ગયો હતો.

તેમજ બંને યુવકના પરિવાર પણ ત્યાં દોડી આવ્યા હતા. તેઓનું હૈયાફાટ રૂદન જોઈને સૌ કોઇ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા કે તેમના કોઈ પરિવારનો એક સભ્ય મોતને ભેટી જતા તેઓને કેટલું દુઃખ થયું હશે. આ દુઃખને કોઈપણ શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ચારેકોર તબાહી વરસાવવા આવી રહ્યું છે મહાકાય ચક્રવાત બિપરજોય, પવનની આંધી સાથે વરસાદની અપાઈ ભયંકર આગાહી, જાણો..!

ચોમાસુ શરૂ થાય એ પહેલા દરેક વર્ષે અરબી સમુદ્રની અંદર તેમજ બંગાળની ખાડીની અંદર કોઈને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *