Breaking News

અચાનક જ લીંબુના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાતા ગૃહિણીઓ રાજીની રેડ, જાણો છુટક શાક માર્કેટના લીંબુના તાજા ભાવ..!

છેલ્લા પંદર દિવસની અંદર અંદર લીંબુના ભાવ એ તમામ રેકોર્ડને તોડી નાખ્યા હતા. કારણકે આજની સુધી લીંબુના ભાવ ક્યારે પણ 400 રૂપિયા પહોંચ્યા નથી. પરંતુ આ વર્ષે લીંબુના ભાવ 400 રૂપિયાની સપાટીને પણ પાર કરી ગયા હતા. લીંબુનો ભાવ ખૂબ જ ઉંચો થયો છે. તેમજ લીંબુની માંગ ઉનાળાની સીઝન આવતાની સાથે અચાનક જ વધી ગઈ છે..

એટલા માટે લીંબુના ભાવમાં ખૂબ જ વધારો થયો હતો. પહેલા અઠવાડિયાની અંદર લીંબુના ઊંચા ભાવ 400 રૂપિયા જોવા મળ્યા હતા. જ્યારે નીચે 200 સુધી જોવા મળ્યા હતા. પરંતુ લીંબુની માંગણી સંતોષવા માટે સરકાર લીંબુને મહારાષ્ટ્ર અને મદ્રાસ તેમજ દક્ષિણ ગુજરાતના અન્ય રાજ્યોમાંથી પણ ગુજરાતમાં લાવી રહ્યા છે..

આ ઉપરાંત ગુજરાતના માર્કેટયાર્ડોમાં પણ લીંબુ ની આવક ધીમે ધીમે થવા લાગી હતી. પરંતુ હવે લીંબુ ની માત્રા જરૂરી પ્રમાણમાં માર્કેટ યાર્ડ માં પહોંચી ગઈ છે. એટલા માટે લીંબુના ભાવમાં ઘટાડો થયો છે. લીંબુના માં ઘટાડો નોંધાતાની સાથે જ ગૃહિણીઓ ખુશખુશાલ થઈ છે.

તેમજ તેવોએ રાહતનો શ્વાસ લીધો છે. કારણ કે 400 રૂપિયા કિલો લીંબુ પરિવારજનો માટે ખાવા ખુબ જ મોંઘા પડતા હતા. હાલ એ લીંબુના ભાવ અંદાજે ૧૫૦ રૂપિયા 200 રૂપિયા સુધીના કિલો વેચવા લાગ્યા છે. છૂટક માર્કેટમાં લીંબુના ભાવ કોલેટી મુજબ જુદા જુદા જણાયા છે. પરંતુ એકંદરે દરેક માર્કેટયાર્ડોમાં લીંબુના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયો છે.

લીંબુના ભાવ ને લઈને માર્કેટયાર્ડમાં અનુભવી લીંબુના વેપારીઓએ જણાવ્યું હતું કે, જ્યારે લીંબુના ભાવ 400 રૂપિયાની કિલો પહોંચી ગયા હતા. ત્યારે લીંબુની ખેતી કરનાર ખેડૂતોને લીંબુનો ખૂબ મોટો જથ્થો માર્કેટયાર્ડમાં ધકેલી દીધો હતો. જેમાં મોટાભાગના લીંબુ કાચા ઉતારી લેવામાં આવ્યા હતા..

એટલા માટે આવા લીંબુ ખૂબ ઓછો રસ હોય છે. વધારે ભાવ મેળવવાની લાલચમાં કાચા લીંબુ ને માર્કેટયાર્ડમાં લાવી મૂકવામાં આવ્યા હતા. જેના કારણે લીંબુના ભાવ ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત એક ખેડૂતે કહ્યું કે, આજથી ત્રણ વર્ષ પહેલાં તેમની 120 વીઘા જમીનમાં વાઘેલા લીંબુ માત્ર પાંચ રૂપિયા કિલો વેચાયા હતા..

એ વર્ષે તેઓએ ખૂબ જ નુકસાન સહન કરી હતી. પરંતુ આ વર્ષે જ્યારે ભાવ 400 રૂપિયા કિલો પહોંચ્યા હતા ત્યારે તેઓએ આ તમામ નુકસાનનુ સાટું વાળી લીધું છે. લીંબુના ભાવમાં એકાએક ઘટાડો નોંધાતા મધ્યમવર્ગીય લોકો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે. જ્યારે ગૃહિણીઓ પણ રાજીની રેડ થઇ ગઈ છે. હાલ લીંબુના ભાવને લઈને સોશિયલ મીડિયા પર અવનવા જોક્સ બનાવવામાં આવી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *