Breaking News

અબજો રૂપિયાની સંપતિ મૂકી શાહ પરિવારનો એકનો એક દીકરો દીક્ષા ગ્રહણ કરીને શાંતિનો માર્ગ ધારણ કરશે, વાંચો તેની કહાની..!

જૈન ધર્મમાં નાના યુવકો પણ દીક્ષા લઈને શાંતિનો માર્ગ અપનાવી લેતા હોઈ છે. થોડા દિવસ પહેલા જ એક જૈન યુવકે લાખો કરોડોની સંપતિ મૂકીને દીક્ષા લઇ લીધી હતી અને હવે ફરી એકવાર જૈન યુવકે આલીશાન જાહોજલાલીને પડતી મૂકીને શાંતિના માર્ગે જવાનો નિર્ણય લીધો છે.

જૈન પરિવારમાં અવારનવાર દીક્ષા મહોત્સવ ઉજવાઈ છે. જેમાં કોઈક ને કોઈક યુવક કે યુવતી દીક્ષા લેતા હોઈ છે. સુરતમાં ફરી એકવાર દિક્ષા મહોત્સવની ઉજવણી થવા જઈ રહી છે. આ ઉજવણીમાં 14 વર્ષનો દીકરો રૈવતકુમાર 9 ફેબ્રુઆરીના રોજ સુરતમાં દિક્ષા લઈને સંયમના માર્ગ અપનાવવા જી રહ્યો છે.

આ પ્રસંગ આવતા જ શાહ પરિવારમાં ચારેય તરફ ખુશીઓ છવાઈ ગઈ છે. સુરતના ગજીબેન અંબાલાલ તલકચંદ શાહ પરિવારમાંથી નીરવભાઈનો 14 વર્ષનો દીકરો રૈવતકુમાર દિક્ષા લેશે. રૈવતકુમાર કરોડોની સંપતિનો ત્યાગ કરીને શાંતિનો માર્ગ અપનાવશે. આ દીક્ષા દીક્ષાદાનેશ્વરી ગુણરત્નસૂરિ મહારાજાના ગ્રુપમાં થશે.

જૈન પરિવારમાં લોકો જાહોજલાલીના આંનદને માણવાના બદલે શાંતિ તેમજ સયમનો માર્ગ અપનાવીને ધાર્મિક આનંદ માણવામાં વધારે માને છે. દરેક જૈન યુવક એક દમ રૂઢીચુસ્ત હોઈ છે તેમજ તેમના જીવનમાં સિદ્ધાંતોનું ખુબ જ મહત્વ હોઈ છે. નીરવભાઈની એક દીકરી છે જેણે ચાર વર્ષ અગાઉ ચારિત્ર ગ્રહણ કર્યું હતું.

દીક્ષા ધારણ કરનાર દીકરો રૈવતે ધોરણ 5 સુધી ભણ્યો છે. અને તે છેલ્લા ૩ વર્ષથી પન્યાસ મોક્ષાંગરત્નવિજય પાસેથી સંયમજીવન કેવી રીતે જીવવું તેની તાલીમો લઈ રહ્યો હતો. રૈવત તેના માતા પિતાનો એકનો એક દીકરો હોવા છતાં પણ તે સંયમ માર્ગે માતા-પિતા હસતા મુખે વિદાય કરી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *