અમુક માણસો મગજમાં આટલો બધો ગુસ્સો લઈને ચાલતા હોય છે કે નજીવી બાબત પર દરેક લોકો સાથે ઝગડવા બેસી જતા હોય છે.આ બાબત બિલકુલ ખોટી છે. કારણ કે મગજમાં આટલો બધો ગુસ્સો લઈને દરેક જગ્યાએ ફરવું એ સહેલી બાબત નથી. ગુસ્સાને કારણે ભલભલા લોકો ને બરબાદ થતાં પણ તમે જોયા હશે.
હાલ ગુસ્સાના કારણે અમદાવાદમાં એક પિતા અને પુત્રએ જાહેર રસ્તા ઉપર હંગામો મચાવી દીધો છે. હકીકતમાં અમદાવાદમાં રહેતા ગોપાલ ભરવાડ નામના યુવકે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે તેઓ સવારમાં ગાડી લઈને ચાંગોદર પાસે જવા નીકળ્યા હતા..
સર્વિસ રોડ ઉપર તેઓ ગાડી ચલાવતા હતા. એ સમય દરમિયાન તેમની ગાડીની આગળ માતા-પિતા અને એક પુત્ર ચાલતા ચાલતા જતા હતા. ગોપાલભાઈ તેઓને અનેક વખત હોન માર્યા હતા છતાં પણ તેઓ રસ્તાની વચ્ચોવચ્ચ ચાલતા હતા. ગોપાલભાઈ ની ગાડીને સાઈડ આપી હતી નહીં. એટલા માટે ગોપાલભાઈએ ગાડીને સાઇડમાં લઇને આ ત્રણેય લોકોને જણાવ્યું હતું કે તમે થોડા સાઈડ માં ચાલો જેથી કરીને પાછળ આવનારા વાહનોને અગવડતા ન પડે..
પરંતુ ગોપાલભાઈના શબ્દોને કારણે પિતા અને પુત્ર બંને પિત્તો ગુમાવ્યો હતો. અને ઉશ્કેરાઈ ગયા હતા. જોતજોતામાં તો તેઓ ન બોલવાના શબ્દો પણ બોલવા લાગ્યા હતા. અને ગોપાલભાઈની ગાડીને જોરથી લાતો મારવા લાગ્યા હતા. ગોપાલભાઈ ગાડીમાંથી નીચે ઉતર્યા તો પિતા અને પુત્ર બંને કહેવા લાગ્યા કે આજે તો તારો ખેલ ખતમ કરી નાખીશું..
એમ કહીને પુત્ર એ પોતાના ખિસ્સામાંથી ધારદાર ચક્કુ કાઢ્યું હતું. અને કહ્યું કે તો અહીંથી ચાલ્યો જા. જ્યારે તેના પિતા પુત્રને ઉશ્કેરતા હતા અને કહેતા હતા કે લગાવી દે બેટા લગાવી દે.. આટલું બોલતાની સાથે જ તેના પુત્રએ ગોપાલભાઈને છાતીના ભાગ ઉપર ચપુ નો એક ઘા મારી દીધો હતો..
તમે આ બાબત વાંચીને વિચારમાં પડી જશો કે કોઈ બાપ એના દીકરાને આ પ્રકારની હરકતો શીખવાડવાનું હિંમત ક્યાંથી લાવતો હશે આ સાથે સાથે પુત્ર ગોપાલભાઈને ડાબા હાથના ભાગ પર પણ ત્રણથી ચાર ઘા મારી દીધા હતા.. એટલા માટે ગોપાલભાઈ લોહીલુહાણ થઇ ગયા હતા..
આ સાથે સાથે પિતા અને પુત્ર બંને ગોપાલભાઈને ધમકી પણ આપી હતી કે તો બીજીવાર આ એરીયામા દેખાયો તો તને જાનથી મારી નાખીશું. ગોપાલભાઈ કોઈપણ પ્રકારની માથાકૂટ કર્યા વગર તાત્કાલિક ધોરણે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા અને સારવાર લીધા બાદ તેઓએ તાત્કાલિક ધોરણે રામોલ પોલીસ સ્ટેશનમાં પહોંચીને આ બંને શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે..
નાની અમથી વાતને મનમાં લઈને પિતા અને પુત્રએ ગોપાલભાઈ ઉપર હુમલો કરી દીધો છે. પરંતુ હવે તેઓને કાયદાકીય કાર્યવાહીમાંથી પસાર થવું પડશે પોલીસે ગોપાલભાઈ નો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]