આપણને સૌને ખ્યાલ છે તે પ્રમાણે હાલના સમયમાં મોંઘવારી ખૂબ જ વધી રહી છે ત્યારે ઘણી બધી વસ્તુઓમાં ભાવ પણ ખૂબ જ વધી રહ્યો છે જેના કારણે મધ્યમ વર્ગના અને ગરીબ લોકોને પોતાનું જીવન ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે જ્યારે દૈનિક જરૂરિયાતની વસ્તુઓ જ ખૂબ જ મોંઘી થઈ જશે તો કઈ રીતે ચાલશે છેલ્લા પંદર દિવસની અંદર ને અંદર ભાવ એ તમામ રેકોર્ડને તોડી નાખ્યા હોય એવું લાગી રહ્યું છે.
એટલે કે છેલ્લા પંદર દિવસથી લીંબુનાઅને ટામેટાના ભાવ ખૂબ જ રહ્યા છે જ્યારે હવે ધીમે ધીમે લીંબુના ભાવ ઘટવા લાગ્યો છે અને આ લીંબુના ભાવ ઘટવાના કારણે ઘણા બધાના ઘરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ પહેલા લીંબુ નો ભાવ 450 સુધી પહોંચી ગયો હતો અને તે વખતે ઘણા બધા લોકોને પોતાનું ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ પડ્યું હતું.
સાથે સાથે લીંબુ ની માત્રા જરૂરી પ્રમાણમાં માર્કેટયાર્ડમાં પહોંચી ગઈ છે એટલા માટે લીંબુના ભાવ નો ઘટાડો થયો છે તેમાં લીંબુના ભાવમાં ઘટાડો નોંધાવાની સાથે ગૃહિણીઓમાં ખુશી થઈ રહી છે તેમજ તેઓએ રાહતનો શ્વાસ લીધો છે કારણ કે જે ભાવ તેઓ 400 થી લઈને 450 સુધી જોયો હતો તે જ ભાવ હવે ધીમે ધીમે કરીને 80 થી 100 રૂપિયા જોઈને ખૂબ જ આનંદ થયો છે.
આ દરમિયાન છૂટક માર્કેટમાં લીંબુના ભાવ મુજબ જુદી-જુદી જણાય છે પરંતુ એકંદરે દરેક માર્કેટમાં લીંબુના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયો છે લીંબુ બાદ ટામેટાના ભાવ આસમાને જોવા મળી રહ્યા છે પ્રથમ સપ્તાહમાં ટામેટાના ભાવ ઉછાળો જોવા મળી રહ્યો છે લીંબુના ભાવમાં ઘટાડો નોંધાયો છે સાથે સાથે ટામેટાના ભાવમાં વધારો નોંધાયો છે.
ગ્રહોનીને બજેટ ફરી એકવાર ખોરવાયું છે ટામેટાનો ભાવ પ્રતિ કિલો 100 રૂપિયા થઈ રહ્યો છે ૩ જૂને ટામેટાનો ભાવ ૮૦ રૂપિયા પ્રતિ કિલો હતો જ્યારે બે દિવસ બાદ ટામેટાના ભાવમાં ૨૦ રૂપિયા વધારા સાથે સો રૂપિયા પાર પહોંચી ગયા છે છેલ્લા એક મહિનામાં દેશમાં ટામેટાની સરેરાશ કિંમત ૭૦ ટકા વધીને લગભગ રૂપિયા 54 પ્રતિ કિલો થી નીચે બોલાવી રહ્યો છે
છેલ્લા એક વર્ષમાં તેમાં 168 ટકા વધારો જોવા મળી રહ્યો છે બીજી તરફ દિલ્હી સિવાય સમગ્ર ભારતમાં ટામેટાના ભાવ વધારે જોવા મળી રહ્યા છે દિલ્હીમાં ટામેટાનો ભાવ 50રૂપિયા કિલો એ થી નીચે બોલાવી રહ્યો છે ચેન્નાઈ અને કોલકતામાં ટામેટાનો ભાવ ૬૦ થી ૮૦ રૂપિયા સુધી અને ગુજરાતમાં પણ તેની આસપાસ રહ્યો છે.લીંબુના ભાવોમાં રાહત બાદ હવે ટામેટા રાડો નખાવી શકે છે.
આગામી અઠવાડિયામાં નેચી ખાદ્ય સચિવે જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં ચોમાસુ પહેલાના વરસાદને કારણે પાકને અસર થઈ છે જેના કારણે ભાવમાં ઉછાળો આવ્યો છે દેશમાં ટામેટાનું ઉત્પાદન પણ કોઈ અસર થઈ નથી અને પાકનું ઉત્પાદન અંગે કોઈ સમસ્યા નથી તેમને આગામી ટૂંક સમયમાં ટામેટાના ભાવમાં ઘટાડો નોંધાયો શકે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]