Breaking News

‘આવતા જન્મે હું તારો જ છોકરો થાવ’ કહીને પરિવારના મોભીએ કરી લીધો આપઘાત, અંતિમ વિડીયો જોઈને આંસુ સરી પડશે..!

જુદા જુદા કારણોસર ગુજરાતમાં આત્મહત્યાના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. જેમાં કોઈ વ્યક્તિને પ્રેમ પ્રકરણને લઇને દુઃખ હોય તો કોઈ વ્યક્તિને પરિવારમાં ચાલી રહેલા ઝઘડાને કારણે દુઃખ હોય છે. તો અમુક વ્યક્તિઓને ધંધા વેપારમાં પણ દુઃખ હોવાને કારણે તેઓ આત્મહત્યા કરી લેતા હોય છે..

પરંતુ આ બાબત બિલકુલ ખોટી છે. કારણ કે પોતાની અંદર રહેલા દુઃખને કોઈ સારા વ્યક્તિની સામે રજૂ કરવાથી પ્રશ્નો ઉકેલ આવે છે. પરંતુ આત્મહત્યા કરવાથી અંતે પરિવારને એક સભ્યની ખોટ પડે છે. હાલ અમદાવાદના નારોલ વિસ્તારમાં રેવાભાઇ મકવાણા નામના વ્યક્તિ આત્મહત્યા કરી લેતા અરેરાટી મચી ગઇ છે.

રેવાભાઇએ આત્મહત્યા કરતા પહેલા એક વિડીયો બનાવ્યો હતો. આ સાથે સાથે તેઓ એક સુસાઈડ નોટ પણ લખી છે. આત્મહત્યા કરતા પહેલાનો બનાવેલો વિડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. કારણ કે એ વીડિયોમાં રેવાભાઇના અંતિમ શબ્દો સાંભળીને સૌ કોઈના શરીરમાંથી ધ્રુજારી છૂટી ગઈ છે..

તેઓએ જણાવ્યું છે કે તેઓની આત્મહત્યા પાછળ મૌલિકભાઈ, રેખાબેન અને શીતલબેન આ ત્રણ વ્યક્તિઓ જવાબદાર છે. કારણ કે તેઓ તેમને સતત ટોર્ચર કરી રહ્યા હતા. રેવાભાઇ સુસાઇડ નોટમાં પણ લખેલું છે કે તેઓ છેલ્લા ૨૮ વર્ષથી એક ગેસ એજન્સીમાંથી ડિલિવરીમેન તરીકેનું કામ કરે છે.

આ કામ માટે તેઓને માત્ર 20 રૂપિયા કમીશન આપવામાં આવે છે. જેમાં તેઓને ગોડાઉનથી ગેસ ભરેલા બાટલાને ગ્રાહકના ઘર સુધી પહોંચાડવા તેમજ ગ્રાહકના ઘરેથી મળેલો ખાલી બાટલો ગોડાઉન સુધી પહોંચાડવાનો હોય છે. આ કાર્ય માટે વાહન પણ તેઓનું હોય છે, તેમજ મજૂર પણ તેમનો જ હોય છે..

છતાં પણ એજન્સીના માલિક મૌલિકભાઈ અને શીતલબેન રેવાભાઈ મકવાણાને ખૂબ જ હેરાન કરી રહ્યા હ.તા તેમજ તેને મારવા પણ મજબૂર કરી રહ્યા હતા. આ સાથે સાથે તેને મારવા માટે ત્રણ જણા પણ આવતા હતા. તેઓએ જણાવ્યું છે કે આ લોકોની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ..

આ સાથે સાથે રહેવા જણાવ્યું છે કે મારા ઘરના સભ્યોનો કોઈ પણ વાંક નથી. તેમજ મારા ભાઈનો પણ કોઈ પણ વાંક નથી. મારા ઘરવાળા તમામ નિર્દોષ છે. પરંતુ મારી આત્મહત્યા પાછળનું એક જ કારણ મૌલિકભાઈ, શીતલબેન અને રેખાબેન આ ત્રણ વ્યક્તિઓ છે. તેઓએ પરિવારને લઈને સંબંધીઓ હતું કે હે માતા હું આવતા જન્મે તારો જ દીકરો થાવ એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું.

આ સાથે સાથે તેઓ એક તેમની સાથે કામ કરતાં તમામ મેમ્બરોને પણ રામરામ કર્યા હતા. તેમજ તેઓએ તેમના દીકરાને કહ્યું હતું કે તું તારી મમ્મીનું ધ્યાન રાખજે. તેમજ તેને સમયસર દવાઓ પહોચાડજે..  તમે બધા સુખી થી રહેજો. આ સાથે તેઓ તેમની પત્ની ગૌરી બેનને પણ જણાવ્યું હતું કે તે મને ખૂબ જ સાથ આપ્યો છે…

આવતા જન્મે આપણે ભેગા થઈશું. તું મારી વાટ જોજે. આ શબ્દ સાંભળતાની સાથે જ પરિવારજનો તેની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા હતા. કારણ કે પરિવારના મોભી નું મૃત્યુ થતાં પરિવાર ખૂબ જ દુઃખની લાગણીમાં વહી રહ્યો છે. તો બીજી બાજુ સુસાઇડ નોટ અને અંતિમ વિડીયો ના આધાર પર પોલીસે તપાસ હાથ ધરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *