Breaking News

આવનારા 24 કલાક ગુજરાત માટે ભારે? આ વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગની મોટી આગાહી, ખેડૂતો ખાસ વાંચે..!

ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઇ ગયું છે. જુદા જુદા જિલ્લાઓમાં વરસાદ ખાબકી ગયો છે. કોક જિલ્લામાં સારો વરસાદ થઇ રહ્યો છે. તો ઘણા જિલ્લામાં નહીંવત વરસાદ પડી રહ્યો છે. તેમજ અમુક વિસ્તારોમાં તો હજુ પણ મેઘરાજાનું આગમન થયું નથી. પરંતુ હવામાન વિભાગે આગાહી આપતા જણાવી દીધું છે કે, આગામી 24 કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે રહેવાના છે..

એટલે કે ૨૪ કલાકની અંદર અંદર સમગ્ર ગુજરાતના તમામ તાલુકા અને વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવા જઈ રહ્યો છે. આ વરસાદને કારણે લોકો કાળઝાળ ગરમીમાંથી મુક્ત થયા છે. પરંતુ જે વિસ્તારોમાં સામાન્ય વરસાદ થયો છે. તે વિસ્તારમાં બફારાનું પ્રમાણ સતત વધી ગયું છે. જ્યારે મુશળધાર વરસાદ વરસી જશે.

ત્યારે આ બફારો નાબૂદ થશે હવામાન વિભાગે આગાહી આપતા જણાવી દીધું છે કે, દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ અટકી પડશે. તેવી આગાહી આપી દેવામાં આવી છે. આ સાથે સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓ જેમકે અમદાવાદ નડિયાદ, ખેડા, પંચમહાલ અને આનંદમાં વરસાદના કોઈ એંધાણ દેખાતા નથી..

તેવું જણાવ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રના દરિયાકિનારે તેમજ દક્ષિણ ગુજરાતના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે. જ્યારે ગુજરાત રાજ્યના અન્ય વિસ્તારો જેવા કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે..

દક્ષિણ ગુજરાતના નવસારી, દમણ અને દાદરા નગર હવેલી, વલસાડ, સુરત, ડાંગ અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ વરસવા જઈ રહ્યો છે. આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત માટે ખૂબ જ ભારે સાબિત થવાના છે. 21 તારીખ સુધી આ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસશે અને ત્યારબાદ કોઇ સિસ્ટમ સક્રિય થવા જઈ રહી હતી..

એટલે કે વરસાદ થોડો સમય બ્રેક લઇ શકે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર પછીના દિવસોની અંદર શહેરના કોઇપણ જગ્યાએ છૂટો છવાયો વરસાદ વરસે તેવી કોઈ આગાહી આપવામાં આવી નથી. દમણ અને દાદરાનગર હવેલીના વાતાવરણમાં પણ અચાનક જ પલટો નોંધાયો છે. સવારથી વાદળછાયું વાતાવરણ થતાની સાથે જ બપોરના સમયે ભારે વરસાદી માહોલ જામી ગયો હતો..

અને મેઘરાજાની એકાએક એન્ટ્રી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. આજે સવારમાં સુરતમાં પણ ભારે વરસાદ વરસી જતા બધા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી આપવામાં આવી છે.

આ ઉપરાંત બનાસકાંઠા અને મહેસાણા તેમજ પાટણમાં પણ નહિવત વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે સૌથી વધુ ભારે આગાહી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આપવામાં આવી છે. સૌથી વધુ વરસાદ સુરતના કામરેજ માં માત્ર એક કલાકની અંદર અંદર ત્રણ ઈંચ સુધી ખાબકી જતા દરેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *