Breaking News

આવી રહ્યું છે મોટું વાવાઝોડું, હવામાન વિભાગે વાવાઝોડાને લઈને આપી મોટી આગાહી, ખેડૂતો ખાસ વાંચી લે..!

ગયા વર્ષે ગુજરાતમાં અવારનવાર વાવાઝોડાં અને માવઠઓ ત્રાટકયા હતા. થોડા થોડા સમયે બંગાળની ખાડીમાં તેમજ અરબ સાગરમાં બનતા લો પ્રેશરના કારણે ગુજરાતમાં અવારનવાર મોટા સંકટ આવી પડ્યા હતા. છેલ્લા બે મહિનાથી ગુજરાતમાં વાવાઝોડા કે માવઠાના સંકટના બનાવો બન્યા નથી..

સૌ કોઈ ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ ફરી એકવાર ભારતના હવામાન વિભાગે માહિતી આપતા જણાવ્યું છે કે ભારતવાસીઓ ને એક મોટા વાવાઝોડા નો સામનો કરવો પડશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ઉત્તર બાજુના હિંદ મહાસાગરમાં ચક્રવાતનું સર્જન થઈ રહ્યું છે..

તેમજ બંગાળની ખાડીમાં હળવા લો પ્રેશરના કારણે ચક્રવાત જન્મ લઇ રહ્યું છે. તો બીજી બાજુ અંદમાન નિકોબાર પાસે પણ એક મહાકાય ચક્રવાત ભારત તરફ આગળ વધી રહ્યું છે. આ ચક્રવાત આગામી બે દિવસ ની અંદર અંદર વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી લેશે અને ભારતના દક્ષિણ-પૂર્વ દરિયાકિનારા પર ત્રાટકવા જઈ રહ્યું છે..

આ વાવાઝોડું ખૂબ જ મોટું અને ભયંકર છે. કહેવાઈ છે કે આ વાવાઝોડાની આગાહીને 132 વર્ષ પહેલા જ કરી દેવામાં આવી હતી. આ વાવાઝોડાને શ્રીલંકાએ નામકરણ કર્યું છે. આ વાવાઝોડાને આસની વાવાઝોડું નામ આપવામાં આવ્યું છે. આજે તે વાવાઝોડું અંદમાન નિકોબાર સુધી પહોંચી જવાની શક્યતાઓ રહેલી છે.

તેમજ આગામી બે-ત્રણ દિવસની અંદર અંદર ભારે વરસાદ સાથે તોફાની પવન ની આગાહી આપવામાં આવી છે. 22 તારીખ આસપાસ મ્યાનમાર, બાંગ્લાદેશ તેમજ ભારતના પૂર્વ તરફના રાજ્યોમાં ભારે તબાહી મચાવવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. તો 21 તારીખ આસપાસ દક્ષિણ ભારતના રાજ્યો જેમાં આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, કેરળ, તામિલનાડુ, કર્ણાટક વગેરેમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

આ વાવાઝોડાની ગતિ ખૂબ વધારે હોવાને કારણે આ વાવાઝોડું જો ઓડીશા અને કર્ણાટકમાંથી પસાર થશે તો ગુજરાતને પણ ભય રહેલો છે. જો વાવાઝોડાની ગતિ ધીમે ધીમે ઓછી થતી જશે તો ગુજરાતમાં નુકસાનીની કોઈ શક્યતાઓ રહેલી નથી. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વાવાઝોડાની તીવ્રતા અંદાજે ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની હશે..

જેમાં વધુ અસર અંદમાન નિકોબાર તેમજ લક્ષદીપ થશે. આ વિસ્તારોમાં રહેતા લોકોને હવામાન વિભાગે કડક સુચના કરીને જણાવી દીધું છે કે તેઓ તાત્કાલિક ધોરણે કોઈ સલામત જગ્યાએ ખસેડાઈ જાય અને ખાવા-પીવાની વ્યવસ્થા કરી લે. તેમજ માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે..

અંદમાન અને નિકોબારમાં વાવાઝોડાની ઝડપ 90 કિલોમીટર આસપાસની છે. એટલે કે મોટા મોટા ઘરોને પણ ઉડાડી દે એટલું ભયંકર છે. હાલ ગુજરાતમાં પુષ્કળ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. એમાં પણ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો માં હવામાન વિભાગે હીટ વેવની આગાહી કરી છે..

તેમજ જરૂરી કામ વગર બપોરના સમયે ઘરની બહાર નીકળવાની પણ મનાઈ ફરમાવી છે. કારણકે અતિશય ગરમીના કારણે ગરમ પવન ફૂંકાવાની આગાહી આપી છે. તેમજ તાપમાનનો પારો ૪૨ થી ૪૫ ડિગ્રી આસપાસ પહોંચી જશે. અતિશય ગરમીના કારણે ડીહાઇડ્રેશન ના બનાવો પણ ન બને એટલા માટે હવામાન વિભાગે હીટવેવની જાહેરાત કરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *