Breaking News

આવી રહ્યું છે ભયંકર “જવાદ” વાવાઝોડું, આ તારીખે ત્રાટકશે રેડ એલર્ટ વિસ્તારો ઉપર, ચારે કોર તબાહીની આશંકાઓ..

ગુજરાતમાં ચોમાસાની વિદાય થયા બાદ શિયાળામાં પણ વરસાદ પીછો નથી છોડી રહ્યો. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં અતિશય ભયાનક અને નુકસાનકારક વરસાદ વરસ્યો હતો. અત્યારે વધારે એક વાવાઝોડું તબાહી મચાવવા માટે પહોચી જશે તેવી આગાહી આપી છે.

વરસાદી સીઝનમાં ભારે વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાન નો ભોગ બનવું પડ્યું હતું. છતાં પણ હજુ તોફાની માવઠાઓ પોતાનો કહેર વરસાવવા માટે પહોંચી ગયા છે. તાઉ-તે વાવાઝોડું, યાસ વાવાઝોડું અને ગુલાબ વાવાઝોડાએ ભારે કહેર મચાવ્યો હતો. જેના પગલે ખેતીમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકશાની સર્જાઇ હતી.

ગુજરાતમાં હજુ એક મોટું વાવાઝોડું કહેર મચાવવા માટે તત્પર થઈ ગયું છે. આપણે આશા રાખીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આ મુસીબતથી કોઈને નુકસાન ન થાય પરંતુ ભારતીય હવામાન વિભાગે ટ્વીટ કરીને માહિતી આપી છે કે વધારે એક વાવાઝોડું ભારતમાં પ્રવેશવા જઈ રહ્યું છે.

આ વાવાઝોડાનું નામ “જવાદ” છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે જ વાવાઝોડું 4 ડિસેમ્બર ભારતમાં પુરજોશથી ત્રાટકશે ત્યારબાદ તે આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં ચક્રવાતી તોફાન નું સ્વરૂપ ધારણ કરી લેશે આ વાવાઝોડાના પગલે સમગ્ર ભારતભરમાં માઉન્ટ આબુ વર્ષ છે તેમ જ ખૂબ ઠંડા પવનો ફૂંકાતા છે

વાવાઝોડાની અસર ગુજરાતમાં ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળશે. હવામાન વિભાગે માછીમારોને થોડા દિવસો સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપી દીધી છે, કારણ કે આ વાવાઝોડું દરિયામાંથી જમીનમાર્ગે પ્રવેશશે, તેથી દરિયામાં ખૂબ ઊંચા મોજા ઉછળે છે. જેના પગલે દરિયો ખેડવો ખૂબ મુશ્કેલ બની શકે છે..

આજથી ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસશે. 4 તારીખે ઓરિસ્સા તેમજ આંધ્રપ્રદેશમાં વાવાઝોડું પ્રવેશી જશે. આ સાથે જ હવામાન વિભાગનું મુંબઈ, સુરત તેમજ અમદાવાદ જેવા મોટા શહેરોમાં વરસાદનું પ્રમાણ ખૂબ વધારે રહેશે. આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું છે કે જવાદ વાવાઝોડું થાઈલેન્ડ અને તેની આસપાસના વિસ્તારોમાં ગયા બુધવારે હવાનું હળવા દબાણના કારણે ઉત્પન્ન થયું છે.

જે આવતા 12 કલાકની અંદર-અંદર અંદમાન નિકોબારના દરિયાઇ વિસ્તારોમાં પહોંચી જશે. તેમજ 2 તારીખે દક્ષિણ ભારત તેમજ પૂર્વ ભારત ની દરિયાઈ ખાડીઓમાં ટકરાશે.  તેમજ 4 તારીખના રોજ સવારે આંધ્ર પ્રદેશ તેમજ ઓરિસ્સાના દરિયા કાંઠાના વિસ્તારોમાં ખૂબ ઝડપી પવનની ગતિથી ત્રાટકશે.

આ વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. આ વાવાઝોડાની અસરના પગલે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા વગેરે રાજ્યોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. તેમજ કોઈપણ પ્રકારની હોનારત ન સર્જાય એટલા માટે NDRF અને SDRFની ટીમ પણ તહેનાત કરી દેવામાં આવી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ તેમજ ગુજરાતના હવામાન વિભાગે 26 અને 27 તારીખ આસપાસ આગાહી કરતા જણાવ્યું હતું કે ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં ડીસેમ્બર મહિનાની 1 તારીખથી લઇને 3 તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસશે. સવારે વાતાવરણ સાફ હોઈ છે…

પરંતુ અચાનક જ વાતાવરણમાં પલટો આવશે અને ત્યાર બાદ કમોસમી માવઠાઓ વરસવા લાગશે. તે મુજબ અત્યારે ગુજરાતમાં જુદા જુદા વિસ્તારોમાં ભરપૂર માત્રામાં વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે ગુજરાતના ખેડૂતો ખૂબ મોટી દ્વિધામાં મૂકાઇ ગયા છે. હવામાન વિભાગે ખેડૂતોને સુચના આપતા કહ્યું છે કે દરેક ખેડૂત પોતાનો પાક કોઈ યોગ્ય જગ્યાએ સાચવી રાખે…

કારણ કે 1 તારીખથી લઈને 4 તારીખ સુધી ભયંકર માવઠાઓ વરસવાના છે. તેમજ જ વાવાઝોડાનું સંકટ પણ ગુજરાત પર તોળાઈ રહ્યું છે. એટલા માટે ખેડૂતોને પહેલેથી જ સચેત કરી દેવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાતના અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, પંચમહાલ અને ખેડામાં નહિવત વરસાદ વરસ્યો છે…

તો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર બની ગયું છે. તેમજ રોડ રસ્તા પર ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. નોંધનીય છે કે દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે રાત્રે થી જ વરસાદની શરૂઆત થઇ ગઇ હતી. જે હજુ સુધી વરસી રહ્યો છે.

તેમજ આગામી ત્રણ દિવસ હજુ ખૂબ મોટી આગાહી રહેલી છે અને ત્યારબાદ જ વાવાઝોડાની અસર દેખાશે જેથી ટોટલ એક અઠવાડિયા સુધી વરસાદી માહોલ બનેલો રહેશે તેવું લાગી રહ્યું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *