Breaking News

આવા ડોક્ટરની પાસે સારવાર કરતા પહેલા સો વાર વિચારજો, ડોક્ટરની ઘોર બેદરકારીએ પરણિત મહિલાનો જીવ લીધા હોવાનો આક્ષેપ..! જાણો..

ગત બે દિવસમાં સુરત ખાતે ખૂબ જ મોટી ચોકાવનારી અને લોકોમાં કમકમાટી મચાવી દે એવી ઘટના બનવા પામી હતી. છેલ્લા બે દિવસથી જ્યારથી આ ઘટના બની છે. ત્યારબાદ સમગ્ર સોશિયલ મીડિયામાં અને કેટલાક જગ્યાએ તો રોડ અને રસ્તાઓ પર લોકો એકઠા થઇને ન્યાય મેળવવાના બનાવો પણ સામે આવ્યા છે..

ગઈકાલે સોશિયલ મીડિયામાં વાયુવેગે ઘટના ફેલાઈ હતી. તેની સંપૂર્ણ માહિતી સાથે વાત કરવામાં આવે તો આ વાત સરથાણાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ પરણીત મહિલાના મોતની છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધો છે. આ ઘટના વિશે વધુ વાત કરવામાં આવે તો હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ ડોક્ટરની નાની એવી બેદરકારી અથવા તો ભૂલને કારણે મહિલાનું મોત નીપજ્યું હતું..

હોસ્પિટલને કારણે જ ખૂબ જ મોટી દુઃખદ ઘટના સામે આવી હતી. જેમાં સરથાણાની હોસ્પિટલમાં પરણીતાનુ મોત એવું કહેવામાં આવી રહ્યું છે કે વધુ પડતું ક્લોરોફોમ આપવાને કારણે થયું હતું. અને પરણિત મહિલાનું મોત હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ થયુ હતું.હવે આ પ્રકારની ઘટના બનતાની સાથે જ પરિવાર દ્વારા જ્યારે વિગતે માહિતી મેળવવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે..

કાપોદ્રાની પરિણીત મહિલા સરથાણાની આનંદ હોસ્પિટલમાં એપેન્ડિક્સના ઓપરેશન માટે દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ અચાનક જ આ મહિલાનું મોત નીપજ્યું હતું. પરિવાર દ્વારા એવો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે, ડોક્ટર સહિત સ્ટાફની બેદરકારીને કારણે જ આ મોત થયું છે. તેથીજ પરિવારે પોસ્ટમોર્ટમની માંગ કરી હતી..

અને પોલીસે પણ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય વાત એ છે કે, મૃત્યુ થયાના 30 કલાક બાદ પણ મૃતદેહને સ્વીકારવામાં આવ્યો નહોતો. પરિવારે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું. મૂળ પોતે ભાવનગરના પાલીતાણાના વતની અને તેઓ સુરત ખાતે કાપોદ્રામાં મંગલદીપ એપાર્ટમેન્ટમાં રહેતા વિવેક અણઘણ જેવો પોતે ઓનલાઇન માર્કેટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે..

તેમની પત્ની એટલે પ્રિયંકા જેમની ઉંમર 25 વર્ષની હતી. તેમને એપેન્ડિક્સની તકલીફ હોવાથી સરથાણાની ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાયું હતું. ત્યારબાદ અચાનક તબિયત લથડતા તેમનું મોત નીપજ્યું હતું. સોશિયલ મીડિયામાં આ વાત સામે આવતાની સાથે જ લોકોમાં પણ ખૂબ જ ભારે માત્રામાં આક્રોશ જોવા મળી રહ્યો હતો…

લોકો દ્વારા હોસ્પિટલનું નામ અને ડોક્ટરનું નામ જણાવવા માટે કહેવામાં આવી રહ્યું હતું. ત્યારે સુરત વિસ્તારમાં જ અનેક સ્થળે યુવાનો દ્વારા બેનરો પણ લગાવવામાં આવ્યા હતા કે, મહિલાને ન્યાય આપો ગુનેગાર ડોક્ટરને સજા એ જ અમારો સાચો ન્યાય.. આવા નારા પણ લગાવવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, આનંદ સર્જીકલ હોસ્પિટલ જે રોયલ આર્કેટ સરથાણા જકાતનાકા પાસે આવેલી છે. કેટલાક લોકો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે, ડોક્ટર નિતેશ સાવલિયા અને ડોક્ટર યોગેશ સતાણી તેમની ખૂબ બેદરકારીને કારણે જ આ દર્દીનો ઓપરેશન દરમિયાન બેદરકારીમાં મૃત્યુ થયું છે…

હાલ સુધી આ નામની કોઈ ખરાઈ કરવામાં આવી નથી. પણ લોકો દ્વારા જ તેમનું નામ સોશિયલ મીડિયામાં જણાવવામાં આવી રહ્યું છે. આ મામલે વધુ તપાસ થતાં યોગ્ય ન્યાય પોલીસ અને તંત્ર દ્વારા પ્રાપ્ત થાય એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ તમામ સમાચારોને લઈને હાલ ભારે તંગદિલીનો માહોલ સર્જાયો છે. ભગવાન પ્રિયંકા બહેનની આત્માને શાંતિ આપે… ઓમ શાંતિ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *