Breaking News

આત્મહત્યા કરવા યુવતીએ પુલ પરથી નદીમાં કુદકો મારી દીધો, ભગવાને બચાવવા માટે કર્યો એવો ચમત્કાર કે પોલીસ પણ જોતી રહી ગઈ..!

કહેવાય છે ને કે ભગવાનની ઈચ્છા વગર પૃથ્વી પર એક પાંદડું પણ હલતું નથી. દુનિયામાં બધું ભગવાનની ઈચ્છા ઉપર આધાર રાખે છે. હાલ ગુજરાતના વલસાડ જિલ્લાની પાસે આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસમાં નદી પરના બ્રીજ પરથી એક યુવતીએ છલાંગ લગાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો…

પરંતુ કુદરતના ખજાનામાં તેનું મોત ન લખ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે તે જેવી આત્મહત્યા કરવા માટે પાણીમાં કૂદી પડી કે તરત જ ત્યાંથી પસાર થતાં એક યુવકે યુવતીનો જીવ બચાવવા માટે પોતે પણ પુલ પરથી નીચે નદીમાં કૂદી ગયો હતો. અને હેમખેમ રીતે યુવતીને બચાવી લીધી હતી..

આ જોતાની સાથે જ એવું લાગે છે કે, કદાચ આ યુવકને ચમત્કારિક રૂપે ભગવાનએ મોકલ્યો હશે. કારણ કે એ પુલ ઉપર અન્ય કેટલાય લોકો આવાતા પરંતુ સૌ કોઈ લોકો આ યુવતીનો વીડિયો બનાવવામાં વ્યસ્ત હતા.. તો અન્ય કોઈ લોકો બૂમાબૂમ કરી રહ્યા હતા. પરંતુ ત્યાંથી પસાર થનારા એક યુવકની સુજબુજથી આ યુવતીનો જીવ બચાવવા માટે તેણે પોતાના જીવની બાજી જોખમમાં મૂકી દીધી હતી..

વલસાડ જિલ્લામાંથી પસાર થતી દમણગંગા નદીના પુલ પર થી આ યુવતીએ છલાંગ લગાવવાની સાથે જ આસપાસની સૌ કોઈ લોકો ત્યાં ઉભા રહીને જોવા લાગ્યા હતા. આ યુવતીએ આત્મહત્યા કરવાનું મન બનાવી લીધું હતું. એટલા માટે તે પાણીમાં કૂદી આ પછી પણ સહેજ પણ બચવાની કોશિશ કરતી ન હતી. આ બનાવ બનતાની સાથે જ આસપાસના વિસ્તારમાં અફડાતફડી સર્જાઈ ગઈ હતી.

કેટલાક લોકો ફાયર બ્રિગેડને બોલાવી રહ્યા હતા તો કેટલાક લોકો મોબાઈલ પર વિડીયો ઉતારી રહ્યા હતા. પરંતુ આ સમય દરમિયાન ઉમરગામ તરફથી સેલવાસ બાજુ આવતા રંજન કુમાર નામના એક વ્યક્તિએ આ દ્રશ્ય જોતાની સાથે જ તેઓ પોતાના ખિસ્સામાંથી કિમતી સામાન બહાર મૂકીને નદીમાં કૂદીને આ યુવતીનો જીવ બચાવવા માટે મથામણ કરી હતી..

રંજન કુમાર નામના વ્યક્તિ સેલવાસ માં રહેતા પોતાના મિત્રને મળવા માટે આવી રહ્યા હતા. પરંતુ તેઓ મિત્રના ઘરે પહોચે એ પહેલા તેઓએ ખૂબ જ સાહસિક કામ કર્યું હતું. એટલા માટે તેની બહાદુરી જોઈને સૌ કોઈ લોકો તેને પ્રશંસા કરી રહ્યા હતા. રંજન કુમારે નદીમાં કૂદીને યુવતીનો જીવતો બચાવી લીધો હતો..

પરંતુ ગણતરીની મિનિટોમાં જ સેલવાસની ફાયર વિભાગની ટીમો આ બ્રિજ પર દોડી આવી હતી. અને તાત્કાલિક ધોરણે ૧૦૮ને બોલાવી લેવામાં આવી હતી. ત્યારબાદ આ યુવતીને એકવાર ખાતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી તો બીજી બાજુ આ યુવતીનો જીવ બચાવનારા યુવક રંજન કુમાર ને સેલવાસ પોલીસે વિશેશ સન્માન કર્યું હતું..

સૌ કોઈ લોકો આ બનાવને જોયા બાદ કહી રહ્યા છે કે, જો આજે રંજન કુમાર સમયસર અહીંથી પસાર થતા ન હોત તો કદાચ આ યુવતીનો જીવ બચી શક્યો ન હોત. આ બનાવ જોયા બાદ લાગે છે ખરેખર આ ઘટના ભગવાનના ચમત્કારથી કાઈ ઓછી નથી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *