Breaking News

આશ્રમમાં દર્શન કરીને ધર્મશાળામાં રોકાયેલા પરિવારને પ્રસાદીમાં આપેલો હલવો ખાતા જ થયું એવું કે, બીજે દિવસે સવારે આખો પરિવાર દવાખાને દોડતો થયો..!

અત્યારે વહેલી સવારમાં એક જ પરિવારના આઠ લોકો જુદી-જુદી રીતે તરફડીયા મારીને બેહોશ થઈ ગયા હતા. જ્યારે આ ઘટના બની ત્યારે આસપાસના કેટલાક લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા અને આ પરિવારના સભ્યોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ પણ પહોંચાડવામાં આવ્યા આ ઘટના રાજસ્થાન મૂળ ઉત્તર પ્રદેશની પરિવાર ધાર્મિક જાત્રા માટે આવ્યો હતો.

અહીં આવેલા બાબા મોહન રામ મંદિરની અંદર આ પરિવારજનો દર્શન કરવા માટે આવ્યા હતા અને રાત્રિના સમયે તેઓ ત્યાં નજીકમાં આવેલી જયરાજ ધર્મશાળાની અંદર રોકાયા હતા, આ પરિવારો ઉત્તર પ્રદેશના મુજફરનગર પાસે આવેલા સાતોડી ગામનો રહેવાસી છે. તેઓ દર વર્ષે ભીવાડીમાં આવેલા બાબા મોહનરામ કાલીખોલી ધામના દર્શન કરવા માટે આવતા હતા..

તેઓ જ્યારે આ ધર્મશાળાની અંદર રોકાયા હતા, ત્યારે રાતના 10 વાગ્યા આસપાસ એક યુવક આવ્યો હતો અને તેણે જણાવ્યું કે બાબા રામ મોહનને સૌ કોઈ લોકો માટે પ્રસાદ મોકલાવ્યો છે. અને આ પ્રસાદની અંદર બનાવેલો ગાજરનો હલવો પરિવારના સભ્યોને આપ્યો હતો. સૌ કોઈ સભ્યોએ વાટકો ભરીને પ્રસાદ ગ્રહણ કર્યો..

પરંતુ આ પ્રસાદ ખાતાની સાથે તેઓની તબિયત બગડવા લાગી અને સવાર થઈ તો સૌ કોઈ લોકો તરફડિયા મારીને બેહોશ થઈ ગયા હતા. ત્યારે ત્યાં બાજુમાં રહેલા કેટલાક લોકોએ આ પરિવારને જગાડવાની કોશિશ કરી ત્યારે તેમાંથી કોઈ પણ વ્યક્તિ જાગ્યા નહીં એટલે તેમને તરત જ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા..

ત્યાં તેની સારવાર કરી દેવામાં આવી અત્યારે તેમનો જીવ ખતરામાંથી બહાર આવી ગયો છે. પરંતુ આઠે આઠ વ્યક્તિઓની તબિયત ખૂબ જ લથડી ગઈ છે. તેમનું કહેવું છે કે, તેઓએ જ્યારે આ ગાજરનો હલવો ખાધો ત્યારબાદ ધીમે ધીમે તેમની આંખો ઘેરાવા લાગી હતી અને તેઓ બેહોશ થઈને નીચે ઢળી પડ્યા હતા.

આ હલવાની અંદર કોઈ યુવકે ઝેરીલો પદાર્થ મિલાવીને અમને ખવડાવી દીધો હોય તેવું લાગી રહ્યું છે. આ ગાજરનો હલવો આપનાર વ્યક્તિ કોણ હતા? તેની તપાસ પણ ઘટના સ્થળે પહોંચેલી પોલીસ મેળવી રહી છે. આ ઉપરાંત ત્યાંથી ચોરી કે લૂંટફાટની કોઈપણ ઘટના સામે આવી નથી. તો આ પ્રકારની હરકતો શા માટે કરવામાં આવી તેને લઈ હજુ સૌ કોઈ લોકો વિચારી રહ્યા છે.

આ ઘટનામાં એક જ પરિવારમાં રહેતા સૌ કોઈ લોલો કે, જેમાં 30 વર્ષનો પ્રવીણકુમાર, 25 વર્ષની નીતુ, 35 વર્ષની સોની, 16 વર્ષની પ્રાચી, 14 વરસની સગુન, 11 વર્ષનો આશિષ, 25 વર્ષની બબલુ, તેમજ 40 વર્ષના દીપકનો પણ સમાવેશ થાય છે. આ તમામ લોકો હાલ નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે..

અને તેમની સારવાર ચાલી રહી છે. આ તમામ લોકોનું ધર્મશાળાની અંદર અજાણ્યા યુવકે આપેલા પ્રસાદ ખાવાને કારણે તબિયત બગડી ગઈ છે. જો તેમને હોસ્પિટલ પહોંચાડવામાં થોડું ઘણું મોડું થઈ જાત તો કદાચ તેમનો જીવ પણ જતો રહે પરંતુ તેઓ સમયસર હાજર થઈ ગયા એટલા માટે તેમનો જીવ બચી ગયો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *