છેલ્લા કેટલાક વર્ષોથી આપણી આસપાસની જ જો વાત કરવામાં આવે તો કેટલાય લોકોએ વિદેશ જવાની આંધળી ડોટ મૂકી છે વિદેશ જવા માટે લોકો અનેક પ્રકારના કાવા-દાવા કરતા જોવા મળે છે પછી તેમાં કોઈપણ પ્રકારનું પગલું લેવા માટે તેઓ અચકાતા નથી અને કોઈપણ રીતે બસ તેઓના મગજમાં એક જ વસ્તુ સવાર હોય છે કે ગમે તેમ કરીને વિદેશ પહોંચવું.
ઘણી વખત તો આ આંધળી ડોટ મા લોકો છેતરપિંડી જેવી વસ્તુઓનો પણ શિકાર બનતા હોય છે આવી પરિસ્થિતિમાં લોકોને ઠગનારાઓ નો ત્રાસ ખુબ વધુ પ્રમાણમાં જોવા મળતો હોય છે અને લોકો આસાનીથી શિકાર પણ બનતા જોવા મળે છે, હાલમાં ઉભો થયેલ પ્રવાહ કે જેવો વિદેશ જવા માટે સતત મહેનત કરતા હોય છે તેઓને છેતરવા માટે પણ લોકો તૈયાર જ બેઠા હોય છે.
હાલમાં એવો જ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જે દરેક વિદેશ જવા માટે તૈયારી કરતા લોકો અથવા તો જે લોકોને ભવિષ્યમાં વિદેશ જવાની ઈચ્છા છે તેમની આંખો ખોલી દેશે આ બનાવ સેલવાસ ખાતે બનવા પામ્યો છે સેલવાસ ખાતે ફાધર સ્કૂલ પાસે ગુરુકૃપા નામની બિલ્ડીંગમાં રહેતા સુરજ રજનીકાંત ભાવસારની મુલાકાત થોડાક વર્ષો અગાઉ વડોદરા માં રહેતા,
ગુજરાત ટ્રેક્ટરની સામે વિશ્વામિત્રી ટાઉનશીપ નંબર બી 41 માં રહે તેવી નમ્રતા પ્રશાંતકુમાર ભાવસાર સાથે થઈ હતી ત્યારબાદ બંને પરિવારની સંમતિથી તેઓએ એકબીજા સાથે લગ્ન પણ કર્યા હતા અને નમ્રતા સુરજ સાથે સેલવાસમાં રહેવા લાગી હતી ઓગસ્ટ 2017 માં સુરજ જ્યારે દુબઈ ગયો હતો ત્યારે તેને પાછળથી નમ્રતા પણ ત્યાં ગઈ હતી અને પરત ભારત આવ્યા પછી નમ્રતાએ સુરજ ને જણાવ્યું હતું કે,
આપને કેનેડામાં ચાલ્યા જઈએ અને ત્યાં જઈ સુખ અને શાંતિથી જીવન વીતાવશું અને તેના પીઆર પણ ખુબ સરળતાથી મળી જશે આ વાત માં વિશ્વાસ કરી સૂરજને પણ પી.આર મળી જશે એવી ખોટી લાલચ આપીને સુરજ પાસેથી નમ્રતાએ ડિસેમ્બર 2018 થી ચાલુ કરીને માર્ચ 2019 સુધીમાં કટકે કટકે જ્યારે જરૂર પડી તે સમયે ધીમે ધીમે કરીને રૂપિયા 29,500 23,600 અને 29,500 લઈ અમદાવાદના કેપ્સી કન્સલ્ટન્સી ને આપ્યા હતા.
પરંતુ ત્યાં કામ ન થયું એટલે ફરી વડોદરા ની તિરૂપતિ કન્સલ્ટન્સી ને સુરજ એ રૂપિયા દોઢ લાખ ચૂકવ્યા હતા તે પછી નમ્રતા કેનેડા પહોંચી ગઈ હતી અને નોકરીએ લાગી પણ ગઈ હતી સુરજ પાછળથી પહોંચ્યો ત્યારે પતિ પત્ની નો સંબંધ ખતમ કરી તેવા નમ્રતાએ જણાવતા સુરજ ને પોતે છેતરાઈ ગયો હોય તેવા ભાસ થયો હતો અને કેનેડાથી પાછો ભારત આવતા જ તેના પિતા રજનીકાંતએ પુત્ર સાથે,
નમ્રતાએ છેતરપિંડી કર્યાને ફરિયાદ નજીકના પોલીસ સ્ટેશનને નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે, આ ઉપરાંત ઉલ્લેખની એ વાત એ છે કે સૂરજ આશ્રિત બીજા પર પ્રતિ નમ્રતા ને મળવા તેની પાસે જ્યારે કેનેડા ગયો હતો ત્યારે 27 મી ઓગસ્ટ 2019 ના રોજ નમ્રતા નો જન્મ હતો તેની ઉજવણી કરી આબાદ નમ્રતાએ સૂરજને છોડી દઈ પતિ પત્ની તરીકે અલગ થવાનો સંદેશો આપતા સુરજ તેને ત્યાં જ ચોકી ગયો હતો,
અને તે ઊંડા માનસિક આઘાતમાં સરી ગયો હતો ફરિયાદ મુજબ નમ્રતાએ ખોટા ઈરાદાથી વિચાર મેળવવા સુરજ અને તેના પરિવાર પાસેથી છેતરપિંડી કરી 42 લાખ 55 હજાર જેટલા રૂપિયા પડાવી કેનેડાના પી.આર મેળવ્યા પછી સૂરજને કેનેડાઓ બોલાવી તેની સાથે છૂટાછેડા લઈ તેમ કહી 25 મે 2021 ના રોજ છૂટાછેડા લેનાર જેલ કરીશ એવા ખોટા ઈરાદાથી તેને છેતરવાનું ચાલુ કર્યું હતું.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]