Breaking News

‘હું આ વિસ્તારનો બાપ છું અને તમે બધા મારા ગુલામ છો’ કહીને યુવકે મજુરી કરનારને ઢોરમાર માર્યો, જાણીને મગજ તમ્મર ખાઈ જશે..!

કેટલાક લોકો હજુ પણ જાતિ અને ઊંચનીચના ભેદભાવોને આધારે લોકોને ત્રાસ પહોંચાડી રહ્યા છે. હકીકતમાં આજના ડિજિટલ જમાનામાં એકબીજાની જાતિ અને ઊંચનીચના ભેદભાવ દૂર થતાં જાય છે. પરંતુ ગામડાના વિસ્તારોમાં આજે પણ આવી ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે..

જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર ગામમાંથી વધુ એક જાતિ વિષયક અપશબ્દો કહીને ઢોરમાર મારવાનો બનાવ સામે આવ્યો છે. તેમજ આ વિસ્તારના માથાભારે તત્વો મનફાવે તેમ પોતાની વાણીનો વિલાસ કરી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર ગામમાં એક ખાનગી કંપની આવેલી છે. તેની અંદરનો ડિપાર્ટમેન્ટમાં કેટલાય મજૂરો મજુરી કામ કરી રહ્યા છે..

જેમાં સવાર સવારમાં 8:30 વાગ્યે આસપાસ મજૂરી કામ કરનાર નાયાભાઈ જેઠાભાઈ ચાસીયા નામનો યુવક દાદાગીરી કરી રહ્યો હતો. આ યુવક મુળવાસર ગામનો રહેવાસી છે. અને અવારનવાર તે જાતિ વિષયક અપશબ્દો કહીને અન્ય લોકોને હેરાનગતિ પહોંચાડી રહ્યો હતો. એક દિવસ તેણે સવારના સમયમાં ગજેન્દ્રસિંહ હેમરાજસિંહ વાઢેર નામના યુવકને પોતાના માટે પાણી ભરી લાવવા માટે જણાવ્યું હતું..

ગજેન્દ્રસિંહએ પણ જણાવી દીધું હતું કે, હું કોઈનો નોકર નથી. હું કોઈના માટે પાણી ભરીને નહીં લાવું. આ સાંભળતાની સાથે જ નાયાભાઈ જેઠાભાઈ ચાસીયા નામનો યુવક ખૂબ જ ઉશ્કેરાઈ ગયો હતો. અને ગજેન્દ્રસિંહને કહેવા લાગ્યો હતો કે, હું આ વિસ્તાર નો બાપ છું. હું આ વિસ્તારનો ડોન અને દાદા છું. અને તમે બધા મારા ગુલામ છો..

આવા શબ્દો કહીને તે જાતિ વિષયક ગાળો આપવા લાગ્યો હતો. અને આ યુવાનને ઢોર માર માર્યો હતો. ગડદાપાટુનો માર મારતાં જ આ યુવક જમીન પર ફસડાઈ ગયો હતો. જેથી તેના ડાબા હાથમાં પાણીના ભાગે ફ્રેક્ચર પણ થઇ ગયું હતું. આ સાથે સાથે તેના શરીરના અન્ય ભાગે પણ ખૂબ ગંભીર ઇજા થઇ છે.

નાયાભાઈ જેઠાભાઈ ચાસીયા નામનો આ યુવક પોતાને ખૂબ જ માથાભારે વ્યક્તિ સમજી રહ્યો હતો. અને અન્ય મજૂરી કામ કરનાર વ્યક્તિઓને તે પોતાની ગુલામીમાં રાખવાની કોશિશ કરવા માટેનો માર મારતો હતો. પરંતુ ગજેન્દ્રભાઈએ હિંમત દાખવીને મીઠાપુર પોલીસ માં આ માથાભારે યુવક સામે ગુનો નોંધાયો છે..

અને જાતિ વિષયક ગાળો પણ આપી છે તેવું જણાવતા ની સાથે જ તેમની સામે એટ્રોસિટીનો કેસ લગાવી દેવામાં આવ્યો હતો. અને જુદી-જુદી કલમો નોંધી આગળની તપાસ પણ હાથ ધરી છે. હકીકતમાં એવા ઘણા બધા લોકો પોતાના મનના ગુસ્સાના કાબૂમાં રાખી શકતા નથી. અને અંતે એવું કારનામાં કરી બેસે છે કે જેના કારણે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા મજબૂર બને છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *