Breaking News

‘આપ’ નેતા ઈસુદાન ગઢવી પર દારુ પીઈને છેડતી કરી છે તેવો BJPની મહિલા કાર્યકરે લગાવયો આરોપ, જાણો સમગ્ર મામલો શું છે..!

ગત અઠવાડિયે યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવા બાબતે રાજકારણ ગરમાયેલુ હતું જેમા આજે કમલમ ખાતે થયેલા હોબાળાને કારણે ચર્ચાઓ એ વેગ પકડયો છે. આજે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ ગાંધીનગર સ્થિત ભારતીય જનતા પાર્ટીના મુખ્યમથક ‘શ્રી કમલમ્’ ખાતે હોબાળો મચાવ્યો હતો.

નારા લગાવીને પેપર લીક કરનારના તમામ આરોપીને કડકમાં કડક કાર્યવાહીની માંગ સાથે આમ આદમી પાર્ટીએ એક વિપક્ષ તરીકે પોતાનું મજબુત પ્રદશન કરીને સરકારના શાસક પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.

‘આપ’ નેતાઓ અને કાર્યકરોના આ વિરોધ પ્રદશનને કારણે પોલીસે મામલો હાથ પર લેવો પડ્યો હતો અને હળવા બળપ્રયોગ થકી તેમને દૂર કરવાના પ્રયાસ કર્યા હતા તો કેટલાક કાર્યકરોને ટીંગાટોળી કરીને લઇ જવાયા હતા. સાથે આપના નેતાઓ ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી અને અન્યોની અટકાયત કરી લેવામાં આવી હતી.

રિપોર્ટ્સ અનુસાર, આપ દ્વારા આ કાર્યક્રમને લઈને અગાઉથી પોલીસની મંજૂરી લેવામાં આવી ન હતી. તેમ છતાં પણ વિરોધ પ્રદશન કરવાથી પોલીસે લાઠીનો પ્રયોગ કર્યો હોઈ એવું અનુમાન લગાવવામાં આવ્યું છે. એવામાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો સામસામી આવી ગયા હતા..

આમ આદમી પાર્ટીના કાર્યકરો કમલમ્ ખાતે એકઠા થઈ જતા સામેથી ભાજપ કાર્યકરો પણ ભેગા થઇ ગયા હતા.  અને બંને પક્ષે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. દરમ્યાન, ભાજપના મહિલા કાર્યકર શ્રદ્ધા રાજપૂતએ ‘આપ’ના નેતા ઇસુદાન ગઢવી વિરુદ્ધ તેઓ નશામાં હોવાનો આક્ષેપ કર્યો હતો.

તેમજ આ અંગે પોલીસને અરજી પણ આપવામાં આવી છે. ભીડમાંથી આલ્કોહોલની વાસ આવી રહી હોવાનું કહ્યું, પોલીસને અરજી અપાઈ છે. ભાજપ મહિલા કાર્યકરોએ કહ્યું કે, ‘આપ’ના કાર્યકરોએ તેમને ઈજા પહોંચાડી હતી તેમજ કેટલાક લોકો અપશબ્દો પણ બોલી રહ્યા હતા.

બંને પાર્ટીના કાર્યકરો વચ્ચે ભારે બોલાચાલી અને ઘર્ષણ થયું હતું. આ સ્થિતિ નો વિડીયો જોતા એવું નજરે ચડે છે કે બને પાર્ટીના કાર્યકરો ખુબ રોષે ભરાયા હતા. પોલીસથી મામલો કંટ્રોલમાં ન આવતા લાઠીનો પ્રયોગ કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘આપ’ કાર્યકરો પહેલા સૂત્રોચ્ચાર કરીને આવ્યા પરંતુ પછીથી તેમણે અપશબ્દોનો ઉપયોગ કરવા માંડ્યો હતો.

તેઓ અહીં માત્ર હોબાળો મચાવવા માટે જ આવ્યા હતા. ‘આપ’ના કાર્યકરો હાથમાં લાકડી લઈને ભાજપ મહિલા કાર્યકરોને મારી રહ્યા હોવાનો આરોપ પણ લાગ્યો છે. હવે આ આક્ષેપો કેટલી હદે સાચા હશે કે નહિ તેની તપાસ ચાલી રહી છે. આમ આદમી પાર્ટીના કાર્યકરોની સાથે પાર્ટીના મોટા નેતા ગોપાલ ઈટાલીય તેમજ ઇસુદાન ગઢવી પણ અહી વિરોધ માટે આવ્યા હતા.

તેઓ વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યાય અને હજી પણ ક્યા સુધી ગુજરાતમાં પેપર ફૂટતા રેહશે??? આવા અનેક મુદ્દાઓ સાથે લઈને વિરોધપ્રદશન કરીને સરકારને કર્યવાહીની નવી રાહ ચીંધી રહ્યા હતા. પરંતુ મહિલા કાર્યકરે આરોપ લગાવતા કહ્યું હતું કે, ભીડમાંથી આલ્કોહોલની વાસ આવી રહી હતી, તેને જોતા લાગી રહ્યું હતું કે તેમાંથી ઘણા નશાની હાલતમાં હતા.

એટલું જ નહીં, ખુદ આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવી પણ પોતે દારૂ પીધેલી હાલતમાં હોવાનો આરોપ લાગતા ખળભળાટ મચી ગયો હતો. આ મામલે પોલીસને અરજી આપવામાં આવતા પોલીસે ઇસુદાનને હોસ્પિટલમાં લઇ જઈ ચેકિંગ કર્યું હોવાનું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે. આ લખાય છે ત્યાં સુધીમાં ઇસુદાન ગઢવી તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

બીજી તરફ, આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે BJYM ગુજરાતના પ્રમુખ હાથમાં લાકડી લઈને ફરી રહ્યા હતા. આપના કાર્યકરો આજે પેપર લીક કાંડ મામલે વિરોધ પ્રદર્શન કરવા અને આસિત વોરાને ચેરમેન પદેથી હટાવવાની માગણી સાથે આવ્યા હતા પરંતુ તેમનો વિરોધ હંગામા અને ઝપાઝપીમાં ફેરવાઈ ગયો હતો.

જ્યારે ભાજપ કાર્યકરોનું કહેવું છે કે ‘આપ’ કાર્યકરોનો મૂળ ઈરાદો જ હોબાળો મચાવવાનો હતો. આ હોબાળાને લીધે આજે રાજકારણ ગરમાયું છે. આ બાબતે કોના આક્ષેપો કેટલા સાચા છે એ તો પુરતી તપાસ બાદ જ ખબર પડશે. આમ આદમી પાર્ટી વિદ્યાર્થીઓ ના ન્યાય માટે વિરોધ કરતા હતા..

તો બીજી બાજુ ભાજપના યુવા નેતા માનનીય હર્ષ સંઘવીએ પેપર લીક કરનાર યુવકોને ગણતરીના દિવસોમાં જ પકડી પાડીને ન્યાયતંત્રનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મિત્રો આ લેખમાં અમે કોઈપણ પાર્ટી તરફ મત દોરી રહ્યા નથી. અમેં માત્ર સત્યની રેખા પર ચાલીને આપ સુધી સત્ય સમાચાર અને અનેક મુદ્દાઓનું વિશ્લેષણ પહોચાડી રહ્યા છીએ.. જય હિન્દ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *