Breaking News

રાજકારણમાં મોટી હલચલ : AAP માંથી વધુ એક નેતા છેડો ફાડવાની તૈયારીમાં..! જાણો કોણ છે એ નેતા..?

આપ પાર્ટી માટે હાલ ખરાબ દિવસો ચાલી રહ્યા છે. કારણ કે પાર્ટી ધીમે ધીમે મજબુત બનવા જી રહી હતી તેવામાં અચાનક એક જ દિવસમાં ત્રણ મોટા નેતાના રાજીનામાં આવતા પાર્ટીની કમર તૂટી ગઈ હોઈ એવું લાગી રહ્યું છે. પહેલા લોક કલાકાર વિજય સુવાળા અને મહેશ સવાણી બાદ હજી ત્રીજા મોટા આપ સાથે છેડો ફાડી નાખે તેવા સંકેતો મળી રહ્યા છે…

વિજય સુવાળાતો ગઈ કાલે જ આપ પાર્ટી છોડીને ભાજપનો કેસરિયો ખેસ પહેરી લીધો હતો અને પાર્ટીના મેન નેતા મહેશ સવાણી એ પણ જણાવ્યું છે કે તેઓ સેવા સાથે જોડાશે.. હવે તેઓ ભાજપ સાથે જોડાશે કે કેમ? આ બાબતની ચર્ચા ખુબ વધી રહી છે. મહેશ સવાણીએ આમ આદમી પાર્ટીનો સાથ છોડતા કહ્યું કે હવે તેઓ સમાજસેવા કરવા માગે છે.

પાર્ટીમાં મોટી હલચલ બાદ આજે ‘આપ’ નેતા ઇસુદાન ગઢવીએ એક પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરી હતી. અને ભાજપના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ભાજપ પર પોતાના નેતાઓઓને લાલચ અને દબાણ આપીને પાર્ટી છોડાવી હોવાનો આરોપ લગાવયો હતો.

છેલ્લાં 24 કલાકમાં રાજીનામા પર અજીનામાં પડ્યા બાદ વધુ એક નેતા આપમાંથી નીકળીને ભાજપમાં જોડાઈ જાય તો નક્કી નહી. અત્યારે પેપર લીક કાંડને ખુલો પાડનાર યુવરાજ સિહ ભાજપ સાથે કેસરિયો ધારણ કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.વિદ્યાર્થી નેતા ગણાતા યુવરાજસિંહ પણ ગુજરાતી સિંગર વિજય સુવાળાના રસ્તે જશે કે કેમ? તેના વિશે ચર્ચા ચાલી રહી છે.

ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે ભાજપ વિપક્ષ પાર્ટીને ડરાવી અને ધમકાવી રહ્યો છે અને ઘણા નેતાઓની ફેકટરીઓ પર રેડ પણ પડાવી છે.  તેમણે કહ્યું કે, પાંચ વ્યક્તિઓ આગામી સમયમાં જોડાશે અને પાંચ જશે પણ. પરંતુ તેનો અર્થ એ નથી કે પાર્ટી તૂટશે. તેમણે ‘આપ’ પાર્ટી ક્રાંતિ વીરોની પાર્ટી છે અને ઘણા આવશે અને જશે પરંતુ અમારી લડાઈ ચાલશે.

તેમણે કહ્યું કે, બી ટીમ હોત તો કમલમ્ ખાતે વિરોધ કરવા ગયા હતા ત્યારે અમને જેલમાં મોકલ્યા ન હોત અને 19 કલમો ન લગાડી હોત. ગુજરાતની જનતાને વિનંતી છે કે તેઓ ભાજપ-કોંગ્રેસ પર વિશ્વાસ ન કરે. ભાજપે સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવી છે, પરંતુ અમારી લડાઈ ચાલુ જ રહેશે.

છેલ્લા બે દિવસમાં આમ આદમી પાર્ટીના બે મોટા નેતાઓએ પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો. પહેલા લોકગાયક વિજય સુવાળાએ પાર્ટી છોડી હતી અને ત્યારપછી ગઈકાલે ભાજપમાં જોડાઈ ગયા હતા. જ્યારે ગઈકાલે સાંજે મહેશ સવાણીએ પણ પાર્ટી છોડવાનું એલાન કર્યું હતું. જોકે, મહેશ સવાણીએ પોતે ભાજપમાં જોડાશે કે કેમ તે સવાલ પર મૌન સેવ્યું હતું પરંતુ રાજકારણના સૂત્રો જણાવી રહ્યા છે કે તેમના માટે કમલમ્ હવે બહુ દૂર નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *