Breaking News

આંસુમાંથી થઇ હતી આમળાના વૃક્ષ ની ઉત્પત્તિ, જાણો આ રોચક કહાની.

દર વર્ષે કારતક મહિનાના શુક્લ પક્ષની નવમી ના દિવસને અક્ષય નવમી અથવા તો આમળા નવમી તરીકે ઓળખવામાં આવે છે. અને આ દિવસે આમળા ના ઝાડ ની પૂજા કરવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર જો કોઈ પણ વ્યક્તિ આ દિવસે આમળાના વૃક્ષ નીચે બેસી ભોજન કરે છે. તો તે વ્યક્તિની દરેક મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે.

તેવી જ રીતે જો આ અક્ષય નવમીના દિવસે કોઈપણ વ્યક્તિ આમળાનું સેવન કરે તો તે કાયમી માટે નિરોગી જીવન જીવી શકે છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે આ પૃથ્વી ઉપર કઈ રીતે આમળાના વૃક્ષ ની થઈ ઉત્પત્તિ. એક માન્યતા અનુસાર એક વખત સમગ્ર પૃથ્વી જળ ની અંદર ડૂબેલી હતી અને પૃથ્વી ઉપર કોઈપણ પ્રકારના જીવ નો નામોનિશાન ન હતો.

એ સમયે બ્રહ્માજી કમળના ફૂલ ઉપર તપસ્યા કરી રહ્યા હતા. અને જ્યારે બ્રહ્મા જીને પૃથ્વીની આ વાત વિશે ખબર પડી કે તરત જ તેની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા અને જ્યારે બ્રહ્માજીની આંખોમાંથી નીકળેલા આંસુ પૃથ્વી ઉપર પડ્યા કે તરતજ ત્યાં આમળાના વૃક્ષ ની ઉત્પત્તિ થઈ હતી.

આમ તપસ્યા કરતી વખતે બ્રહ્માજીની આંખોમાંથી જ્યારે પૃથ્વી પ્રત્યેના આ દ્રશ્ય ને જોઈ અને આંસુ ટપકવા લાગ્યા. ત્યારે બ્રહ્માજીના આંસુમાંથી આમળાના ઝાડની ઉત્પત્તિ થઈ હતી અને આથી જ આમળાના વૃક્ષ ની અંદર આવા ચમત્કારી ઔષધીઓ ગુણો સમાયેલા છે. આ ઘટના કાર્તિક માસના શુકલ પક્ષના નવમીના દિવસે થય હોવાથી આજ નવમીના દિવસને આમળા નવમી તરીકે ઓળખવામાં આવે છે.

જો કોઈ પણ વ્યક્તિ આ અક્ષય નવમી ના દિવસે આમળાની સાચા દિલથી પૂજા કરે છે. અને આમળા ના ઝાડ ની નીચે બેસી ભોજન કરી આમળાનું સેવન કરે છે. તો તેના કારણે તે વ્યક્તિનું સ્વાસ્થ્ય માટે સારું રહે છે અને સાથે સાથે તે વ્યક્તિના જીવનની અંદર સુખ સમૃદ્ધિ અને ધનમાં વૃદ્ધિ થાય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

આજથી આવતા 21 વર્ષ સુધી આ 5 રાશી પર બનેલી રહેશે શનિદેવની અપાર કૃપા, આંખ સામે થઈ જશે પૈસાનો ઢગલો..

આપણા હિંદુ ધર્મમાં શનિદેવને સૌથી વધુ પાપ ઘર માનવામાં આવે છે અને શનિદેવને સૌથી વધુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *