Breaking News

આંખમાં લાલ મરચાનો પાઉડર નાખીને પેટ્રોલ પંપને લુંટી લીધો.. લુંટના દિલધડક દ્રશ્યો કેમેરામાં થયા કેદ.. જુવો..!

હાલના સમય માં ચોરી અને લૂંટફાટ જેવી ઘટનાઓ નું પ્રમાણ વધી રહ્યું છે. દુનિયામાં કેટલાક લોકો એવા પણ હોય છે. જેમને મહેનત કરીને પૈસા કમાવા ગમતા નથી. આવા લોકો ચોરી અને લૂંટ જેવા અસામાજિક કાર્યો કરે છે. લૂંટફાટનો આવો જ એક કિસ્સો હાલમાં જોવા મળ્યો છે..

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં પેટ્રોલ પંપ આવેલો છે. આ પેટ્રોલ પંપ ગઇરાત્રે લૂંટફાટ ની ઘટના બની હતી. બ્રેકિંગ ન્યુઝ થઈ રહી આ લૂંટની આખી ઘટના ત્યાંના CCTV માં કેદ થઈ ગઈ છે. કડી તાલુકાના નંદાસણ હાઇવે પાસે આવેલા આ ગણેશ પેટ્રોલ પંપ પર ચાર લૂંટારૂઓએ લગભગ એક લાખથી વધુની લૂંટફાટ કરી હતી.

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે CCTV ના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી છે. ગઈકાલે રાત્રે ગણેશ પેટ્રોલ પંપ આ લૂંટફાટની ભયાનક ઘટના બની હતી. આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે પેટ્રોલ પંપ પર એક સિલ્વર કલરની બાઈક પર ત્રણ લોકો આવે છે.

જેમાંથી એક વ્યક્તિ પેટ્રોલ પુરાયા બાદ 5 રૂપિયાની ફાટેલી નોટ આપી રહ્યો છે. પરંતુ પેટ્રોલ ભરવા વાળો વ્યક્તિ એ 5 રૂપિયાની ફાટેલી નોટ લેવા માટે ઇનકાર કરી રહ્યો છે. તે જ સમયે અન્ય એક વ્યક્તિ પેટ્રોલ ભરવાવાળા વ્યક્તિને 100 રૂપિયાની નોટ આપવા જઈ રહ્યો છે. તે જ સમયે તે વ્યક્તિ અચાનક પોતાના ખિસ્સામાંથી મરચાનો ભૂકો કાઢીને પેટ્રોલ કરવાવાળા વ્યક્તિની આંખમાં નાખી દે છે.

પોતાની આંખમાં વધુ પડતા તે વ્યક્તિને આંખમાં બળતરા થાય છે. જેથી તે પેટ્રોલ પંપ ની ઓફીસ તરફ ભાગતો વીડિયોમાં જોવા મળી રહ્યો છે. મળતી માહિતી ઉપરથી જાણવા મળ્યું છે કે પેટ્રોલ પંપ ની ઓફિસમાં અન્ય એક કર્મચારી પણ હાજર હોય છે. પેટ્રોલ કરવા વાળો વ્યક્તિ અને કર્મચારી બંને ઓફિસનો દરવાજો બંધ કરીને અંદર જ રહેશે.

પરંતુ આચાર લૂંટારાઓ બ્લોગ તેમજ ઈંટો વડે ઓફિસનો દરવાજો તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ દરવાજો ન તૂટતાં તે લૂંટારાઓ કાચના દરવાજા ઉપર પથ્થર મારીને તેને તોડી નાખે છે. ત્યારબાદ તે લૂંટારાએ ઓફિસમાં ઘૂસીને ત્યાં રહેલા બંને કર્મચારીઓને ઢોર માર મારે છે.

અને ત્યારબાદ ઓફિસમાં રહેલા પૈસા લઈને ત્યાંથી ફરાર થઈ જાય છે. આ ઘટના રાતના લગભગ 3 વાગ્યા આજુબાજુ બની હોવાને કારણે આસપાસના લોકો પણ મદદ માટે આવી શક્યા ન હતા પરંતુ લૂંટારાઓ ના ગયા બાદ પેટ્રોલ પંપના પોલીસને આ ઘટના વિશે જાણ કરી હતી.

પોલીસે પેટ્રોલપંપના સી.સી.ટીવી કેમેરાની મદદથી આગળની કાર્યવાહી શરૂ કરી છે આ ઘટનાની જાણ થયા બાદ પોલીસ ઉપરાંત મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાંચ તેમજ એસ.ઓ.જી નંદાસણ પોલીસની ટીમો પણ વધુ તપાસ માટે પેટ્રોલ પમ્પ આવી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *