Breaking News

આંખે પાટા બાંધીને ગોંડલનો આ બાળક એવું કામ કરી શકે છે જેના વિશે ક્યારેય કોઈએ વિચાર પણ નહી કર્યો હોઈ, કળા જોઈને મગજ કામ કરતુ બંધ થઈ જશે..!

ભારતએ કળાનો દેશ છે. દરેક લોકો પાસે જુદુ-જુદુ ટેલેન્ટ અને જુદી જુદી આવડત હોય છે. વેપાર ધંધો કરવામાં પણ આવડત ખૂબ જ જરૂરી છે. અત્યારે ગુજરાતનું ગૌરવ વધારે તેવા માત્ર 12 વર્ષના સંકેત નામના એક દીકરાની કળા જોઈને સૌ કોઈ લોકો ની આંખો ફાટેલી રહી ગઈ છે. અને વિચારવા મજબૂર બન્યા છે કે, આ કેવી રીતે શક્ય બને છે..

આ ઘટના રાજકોટના ગોંડલની છે. અહીં વોરા કોટડા રોડ ઉપર નાનજીભાઈ રૂપારેલીયા તેમના પરિવાર સાથે રહે છે. તેઓ ગૌશાળા ચલાવે છે તેમનો બાર વરસનો દીકરો સંકેત એવી કળા ધરાવે છે કે, જેના થકી તે આંખે પાટા બાંધીને લખાણ વાંચી શકે છે, તેમજ ફોટામાં કયો ચહેરો છે તેને પણ ઓળખી બતાવે છે..

અનાજ તેમજ કઠોળ જેવી ચીજ વસ્તુઓને તો સૂંઘીને ઓળખી જાય છે કે આ કઈ વસ્તુ છે. જો તેને રોકડ રૂપિયા આપવામાં આવે તો એ નોટ કેટલા રૂપિયાની છે, આ સાથે સાથે નોટની ઉપર કયા આંકડાઓ લખેલા છે. અને તેના સીરીયલ નંબર સુધીની માહિતી પણ તે આંખે પાટા બાંધીને જ આપી દે છે..

આ ઉપરાંત તે પોતાના ઘરેથી ગૌશાળા સુધી ચાલીને અથવા તો સાયકલ લઈને આખા પાટા બાંધીને જઈ શકે છે. માત્ર 12 વર્ષના સંકેત નામના દીકરાની અંદર આટલી બધી કળાઓ છે કે, જેને જોયા બાદ ભલભલા લોકો માથા પકડી ગયા છે. આ દીકરો અત્યારે ધોરણ છ ની અંદર અભ્યાસ કરે છે..

જ્યારે લોકડાઉનનો સમય હતો ત્યારે મોટાભાગના લોકો પોતાના પરિવાર સાથે સમય પસાર કરતા હતા. એ સમયની વચ્ચે જ સંકેતે આ જોરદાર કલા શીખી લીધી હતી. સૌ પ્રથમ વખત જ્યારે સંકેત તેના ટ્રેનર પાસે ટ્રેનિંગ લેવા માટે ગયો હતો, ત્યારે ટ્રેનરે તેને તાલીમ આપવાની ચોખ્ખી મનાઈ કરી દીધી હતી..

પરંતુ જ્યારે ટ્રેનરને આજીજી કરવામાં આવી ત્યારે એક પરીક્ષાની અંદર સંકેત પાસ થઈ ગયો અને તેની પ્રારંભિક તાલીમ પણ શરૂ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ તેને ઘણી બધી કળાની અંદર પકડ મેળવી હતી. તે આખા પાટે બાંધીને સાયકલ પણ ચલાવી શકે છે, તેમજ ચલણી નોટોનો કલર અને તેની ઉપર લખેલું લખાણ પણ ઓળખી બતાવે છે..

કહેવાય છે કે, નાની ઉંમરમાં જે બાળકને સારી સમજણ આવી જાય તો તે અન્ય લોકોની સરખામણીમાં ખૂબ જ વહેલા જોઈએ તેવું પરિણામ પ્રાપ્ત કરી શકે છે. સંકેત તેની આંખે પાટા બાંધીને મોબાઇલ સ્ક્રીન ની અંદર કયા વ્યક્તિનો ચહેરો રહેલો છે. તે પણ તે ઓળખી આપે છે આ ઉપરાંત પોતાની અંદર કેટલા લોકો છે તેમ જ કયા લોકોએ કેવા કલરના કપડાં પહેર્યા છે તેને પણ ઓળખી બતાવે છે..

અત્યારના મોટાભાગના બાળકો મોબાઇલ ફોનની અંદર વ્યસ્ત રહેતા હોય છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા તેમજ અન્ય ઈન્ટરનેટના માધ્યમથી પણ કોઈને કોઈ વિડીયો કે ગેમ જેવી રમતો રમે છે. જ્યારે માત્ર 12 વર્ષનો સંકેત મોબાઈલ ફોનમાં ગેમ રમવાની જગ્યાએ ગૌશાળા ની અંદર ગાયોની સેવા પણ કરે છે..

સંકેતના પિતા નાનજીભાઈ રૂપારેલીયા ગૌશાળા સાથે જોડાયેલા છે. તેમની ગૌશાળા ની અંદર કુલ 150 જેટલી ગાયો છે. સંકેત આ કલાગીરીની સાથે સાથે અન્ય ઘણી બધી કલાગીરીમાં ખૂબ જ માહીર છે. તેને સંસ્કૃતના શ્લોક કડકડાટ મોઢે છે. આ સાથે સાથે તે દરરોજ અડધો કલાક તબલા વગાડવાની પણ પ્રેક્ટિસ કરી રહ્યો છે..

ભજન અને ગીત સાથે સંકળાયેલા તમામ વાજિંત્રોને વગાડવાની આવડત ધરાવે છે. તે હવામાં શંખનાદ પણ કરે છે. આ સાથે સાથે સવારે ઊઠીને સૌથી પહેલા નાઈ ધોયા બાદ હવન પણ કરે છે. અને ત્યાર પછી જ તે અન્ય કામોની શરૂઆત કરે છે. આટલી નાની ઉંમરમાં સંકેતના આટલા બધા ગુણો જોઈને સૌ કોઈ લોકો કહી બેઠા છે કે, નાની ઉંમરમાં જો દીકરાને એટલું બધું આવડે છે..

તો મોટો થઈને આ વ્યક્તિ ખૂબ જ મોટું નામ પ્રાપ્ત કરી શકે છે. હાલ આ દીકરાની ચર્ચા ચારેકોર થઈ રહી છે. સંકેતના માતા-પિતા માટે આ એક ગર્વ ભરી બાબત કહેવામાં આવે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *