આને મહાદેવની મહિમા કહો, શિવનો ચમત્કાર કહો અથવા પછી ભોળેનાથનું વરદાન. નર્મદા કિનારે બનેલા આ મંદિરમાં ભક્તોને એક નહિ પરંતુ બે રૂપોમાં મહાદેવ દર્શન આપે છે. ગુજરાતમાં નર્મદા કિનારે નદીના કાંઠા પાસે બનેલું આ ઓઘડદાનીનું આ અદભૂત અને ચમત્કારી મંદિર છે. અહિયાં મહાદેવ ના એક રૂપને ધનેશ્વર તો બીજાને લુકેશ્વરના નામથી બોલાવવામાં આવે છે.
આજે અમે તમને શિવના જુડવા રૂપના દર્શન કરાવીએ છીએ. મહાદેવના આ રૂપના દર્શન કેવળ કિસ્મત વાળા જ કરી શકે છે. મહાદેવનું આ મંદિર ગુજરાતમાં નર્મદા નદીના કિનારે સ્થિત છે. આ એક એવું મંદિર છે જ્યાં એક છતની નીચે મહાદેવ બે રૂપમાં દર્શન આપે છે. આ મંદિરમાં બે-બે નંદી પણ છે. અને તે પણ સામે-સામે. કહેવાય છે જે કોઈ આ રૂપોના દર્શનનું સૌભાગ્ય મેળવે છે તો એની મોક્ષની પ્રાપ્તિ થઇ જાય છે.
કહેવામાં આવે છે કે ધનેશ્વર મહાદેવની સ્થાપના સ્વયં કુબેરએ કરી હતી. કહે છે કે રાવણ એ જયારે કુબેર પાસેથી સોનાની લંકા છીનવી લીધી હતી ત્યારે કુબેર એ એને પાછી મેળવવા માટે ભગવાન શિવની તપસ્યા કરી હતી. ભોલે ભંડારીના એ રૂપને ભક્ત ધનેશ્વરના નામથી પૂજાય છે. ધનેશ્વર મહાદેવની સાથે જ વિરાજવા વાળા લુકેશ્વર મહાદેવ મંદિર પણ એટલું જ પ્રાચીન છે.
મહાદેવ ના આ બંને રૂપો ધનેશ્વર અને લુકેશ્વર મહાદેવ ના ચમત્કાર ને એના દરબાર માં આવ્યા પછી જ મહેસુસ કરી શકાય છે.એક તરફ ભક્ત અહિયાં આવીને મહાદેવ ના અનોખા રૂપ ના દર્શન કરી ધન્ય થઇ જાય છે ,તે ભક્તોનું માનવું છે કે અહિયાં આવવાથી કેવળ શાંતિ નહિ પરંતુ ભોલે ભંડારી સુખી જીવન નું વરદાન પણ આપે છે.એનાથી પણ મોટી વાત એ છે કે અહિયાં આવીને બ્રાહ્મણોને જમાડવાથી બધા પ્રકાર ના પિતૃદોષો થી ભક્તો ને છુટકારો મળી જાય છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]