Breaking News

આગામી 5 દિવસ ખાસ વરસાદી સિસ્ટમ બની સક્રિય આ વિસ્તારોમાં થઈ જશે જળ બંબાકાર

ગુજરાતમાં ફરી એકવાર મોનસૂન સિસ્ટમ એક્ટિવ થતાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં 141 તાલુકાઓમાં વરસાદ થયો છે. હજું પણ વરસાદી માહોલ યથાવત રહેશે તેવું હવામાન વિભાગ જણાવી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, આણંદમાં ભારે વરસાદની આગાહી છે. તો બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની તોફાની બેટીંગ જોવા મળી શકે છે.

હાલમાં સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાઇ ગયો છે. ચારે બાજુ ધોધમાર વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. એવામાં હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ થવાનો વરતારો છે. રાજ્યમાં પંચમહાલ, મહેસાણા, પાટણ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ અને નડિયાદ સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસી શકે છે.

સૌરાષ્ટ્રમાં પણ છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદથી ઘટ ઓછી થવાની શક્યતા છે. મહત્ત્વની વાત એ છે કે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં રાજ્યમાં 50 ટકા વરસાદની ઘટ હતી, પણ સપ્ટેમ્બર મહિનામાં પડેલા વરસાદને કારણે વરસાદની ઘટ 16 ટકા રહી છે. જ્યારે રાજ્યના 8 જિલ્લામાં 40 ટકાથી વધુ વરસાદની ઘટ છે જે આ વરસાદથી પૂર્ણ થઇ શકે છે.

આજે સવારથી પંચમહાલના જાંબુઘોડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લાં 4 કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું છે. ભારે વરસાદથી નદી,નાળામાં નવા નીરની આવક થઇ છે. જિલ્લાના ચેરાપુંજી કહેવાતા જાંબુઘોડા તાલુકામાં જાણે આભ ફાટ્યું હોય એવો ઘાટ સર્જાયો છે. બીજી બાજુ તમામ નદી-નાળા છલકાય ઉઠ્યાં છે.

નારુંકોટ, ઝંડ હનુમાન, હાથણી માતા સહિતના વિસ્તારોમાંથી પસાર થતી નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં હજુ સરેરાશ 18 ટકા વરસાદની ઘટ છે. મહત્વનું છે કે ચોમાસાના પ્રારંભમાં સામાન્ય વરસાદ બાદ ખેંચાયો હતો. જો કે હવામાન વિભાગે સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ થશે તેવું અનુમાન પણ કર્યું હતું.

છોટાઉદેપુર જિલ્લામાં પણ વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યોં છે. ભારે વરસાદના કારણે રજાનગર વિસ્તારમાં જાણે નદી વહી રહી હોય એવો ઘાટ સર્જાયો છે. હરખલી કોતરના પાણી જાણે ધોધ વહી રહ્યો હોય તેમ વહી રહ્યાં છે. જેના કારણે લોકોના ઘરોમાં પાણ પાણીનો ગરકાવ થયો છે. બીજી બાજુ પંચાયત દ્વારા પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવતા સ્થાનિકોમાં રોષની લાગણી ફરી વળી છે.

આજે વલસાડ જિલ્લાના કપરાડા તેમજ ઉપરવાસમાં ભારે વરસાદ નોંધાયો છે. કપરાડાના ફતેપુર ગામે લો લેવલનો કોઝ-વે પાણીમાં ગરકાવ થયો છે. ત્યારે વિદ્યાર્થીઓને અને સ્થાનિકોએ જીવના જોખમે પાણીના પ્રવાહમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. જણાવી દઈએ કે આજે વહેલી સવારથી જ કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં મુશળધાર વરસાદની શરૂઆત થઈ હતી.

ત્યારે ફતેપુર અને પીપરોણી ગામની વચ્ચે આવેલા લો લેવલનો કોઝ-વે પર પાણી ફરી વળતા મોટા ભાગનાં વિસ્તાર સંપર્ક વિહોણા બન્યા છે. બીજી બાજુ ઉત્તર ગુજરાતના અરવલ્લીની વાત્રક નદીમાં ભારે વરસાદના કારણે નવા નીર આવ્યા છે. સૂકી ભટ ભાસતી વાત્રક નદી ખડ ખડ વહેવા લાગી છે. મેઘરજ પાસેની વાત્રક નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થયો છે.

ચેકડેમ ઓવરફ્લો થતા કુદરતી નજારો ધોધ જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. આસપાસના ગામડાઓના બોર કુવાના સ્તર ઊંચા આવશે તેવું લોકોને લાગી રહ્યું છે. વાત્રક નદીના નવા નીરથી આસપાસની જનતામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નોધનીય છે કે, રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 141 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુરના કવાંટ, સુરતના બારડોલી અને મહુવામાં પોણા ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

જ્યારે ખેડા-નડિયાદ, છોટા ઉદેપુરના બોડેલી અને છોટા ઉદેપુરમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 18 તાલુકામાં 2 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે 42 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં આજે વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો હતો. અમદાવાદમાં વહેલી સવારે જ કડાકા-ભડાકા સાથે

કેટલાંક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. શહેરના SG હાઈવે, બોડકદેવ, સેટેલાઈટ, વેજલપુર, મકરબા, બોડકદેવ, થલતેજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ચાંદખેડા, ગોતા, વસ્ત્રાલ બાપુનગર, સરસપુર, મણિનગર સહિતના અમદાવાદ અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં ઓઢવમાં સવા બે ઈંચ, વિરાટનગરમાં બે ઈંચ વરસાદ વરસ્યો છે.

જ્યારે સરખેજ, જોધપુરમાં સવા ઈંચ તેમજ ઉસ્માનપુરા, રાણીપ, બોડકદેવ, સાયન્સ સીટી, વટવામાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો છે.આજે નવસારી શહેરમાં સવારથી વરસાદ શરૂ થયો છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

પરંતુ વરસાદને લઈ માર્ગો ઉપર પાણી ફરી વળ્યાં છે. તેવી રીતે રાજકોટના ધોરાજીમાં પણ ભારે વરસાદ પડ્યો છે. ધોરાજીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે. જેના કારણે શહેરના માર્ગો પર પાણી ભરાયા છે.ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં નોંધપાત્ર વરસાદ પડી રહ્યો છે. સૌથી વધુ વરસાદ છોટાઉદેપુરના કવાંટ, સુરતના બારડોલી અને મહુવામાં પોણા ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

જ્યારે ખેડા-નડિયાદ, છોટાઉદેપુરના બોડેલી અને છોટાઉદેપુરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં રાજ્યના 18 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે 42 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના અનેક નાના મોટા ગામડાઓ અને શહેરોમાં વરસાદી માહોલ સાથે વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *