Breaking News

આગાહી : ગુજરાતમાં આ તારીખથી શિયાળાનું આગમન થશે.. ધાબળા – મફલર હાથવગા રાખજો..!

મેઘરાજાની વિદાય બાદ અત્યારે ગુજરાતમાં ત્રણેય ઋતુ જોવા મળી રહી છે. સવારમાં થોડો ઘણો ઠંડીનો ચમકારો તો બપોરે બળ બળતો તાપ પડે છે અને સાંજેકના બપોર પછી ઠંડા પવન સાથે ઝાપટા પડી જાય છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દે છે. પરતું હવે આંખો દિવસ ઠંડી જ રેહશે એવા દીવસો કાઈ દુર નથી..

ગુજરાતના હવામાન વિભાગ અને વેધર નિષ્ણાંતોના મત મુજબ ઑક્ટોબર મહિનો જેમ-જેમ વીતશે તેમ તેમ તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડીની ચમક મહેસુસ થશે. તડકો હોવા છતાં લોકોને ગરમીમાંથી રાહત મળવાની શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં મૉન્સૂનની વિદાય સાથે જ ધીમા પગલે શિયાળાનું આગમન થઈ રહ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાત રાજ્યમાં હાલ પવનની દિશા ઉત્તર-પશ્ચિમ તરફ શરૂ થઈ ગઈ છે. ઉનાળામાં પવન ની દિશા પશ્ચિમથી પૂર્વ બાજુની હોઈ છે જે હવે બદલાઈ ચુકી છે. જેના કારણે બપોરના સમયે આકરો તાપ અને રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળે છે.

ડિસેમ્બર મહિનો ચાલુ થતા જ ગુજરાતમાં ધીમે-ધીમે ઠંડીનો જોર વધશે. ઠંડી વધતા જ હવામાન પણ સાવ સાફ અને સુકું થવા લાગશે. વાદળો વિખાતા ઠંડી ફાટી નીકળશે અને સંપૂર્ણ શિયાળાનો અનુભવ થવા લાગશે.

દર વર્ષની જેમ આ વર્ષે દેશમાં ચોમાસાની વિદાય સંપૂર્ણ રીતે હજુ સુધી નથી થઈ. દેશના અનેક ભાગોમાં હજુ પણ વરસાદ યથાવત છે. જેણે ચોમાસાની વિદાય પ્રક્રિયામાં વિલંબ કરી દીધો છે. મૉન્સૂનની સતત બદલાતી પેટર્ન બાદ ગત વર્ષે ચોમાસાના આગમનની તારીખની સાથે વિદાયની તારીખ પર બદલાઈ ગઈ છે.

હાલ તો વાતાવરણમાં ઠંડીની અસર નજીવી છે. જોકે ગુલાબી ઠંડીની અસર સવારથી જ પડવા લાગી છે. હવામાન વિભાગે આ અઠવાડિયે વાદળોની સ્થિતિ પરથી ઠંડીની અસરની આગાહી કરી છે. જો એક અઠવાડિયા પછી વાતાવરણમાં ફેરફાર થાય છે, તો ઠંડીની અસરો વધારે જોવા મળશે.

હવામાન ગુલાબી ઠંડી તરફ વળે પછી, ધુમ્મસ પણ સમગ્ર મહિનામાં દેખાવા લાગશે. હવામાનશાસ્ત્રીઓ માની રહ્યા છે કે હવે વાતાવરણ સામાન્ય થયા બાદ ગુલાબી ઠંડીની અસર પૂરતી થશે.

છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી વધારે હતું. લઘુત્તમ તાપમાન 23.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી સેલ્સિયસ વધારે હતું. મહત્તમ ભેજ 76 ટકા અને લઘુત્તમ 57 ટકા નોંધાયો હતો.

હવામાન વિભાગે જાહેર કરેલી સેટેલાઇટ તસવીરો અનુસાર ગુજરાત આસપાસ વાદળોની સ્થિતિ તેજ છે. આ બાબત બફારો અને નજીવી ગરમીનું પરિણામ છે. આગામી સપ્તાહોમાં હવામાન સામાન્ય થવાની ધારણા છે. તે જ સમયે, તાપમાનમાં બે ડિગ્રીના વધારાને કારણે સ્થાનિક ગરમી સ્પષ્ટ દેખાય છે.

શિયાળો શરુ થતા જ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ઠંડીનો ચમકારો વધારે જોવા મળશે. તેમજ ઉત્તર ગુજરાતના જીલ્લાઓમાં પણ ઠંડીનું જોર મોટા પ્રમાણમાં દેખાશે જ્યારે દક્ષીણ અને મધ્યગુજરાતમાં હળવી ઠંડી રેહશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *