Breaking News

આ યુવકે પાણીપુરીનું મશીન બનાવ્યું – બટન દબાવી મીઠી કે તીખી પસંદ કરો , જુવો વિડીયો ..

કોરોના ના કારણે જેટલી બને તેટલી દૂરી બનાવવી જરૂરી છે. આ સમયમાં મહિલાઓ માટે પાણી પુરી ખાવાનું મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકીન બની ગયું હતું. પરંતુ આસામના એક યુવકે પાણીપૂરીનું એક એવું મશીન વિકસાવ્યું છે જે જોઇને તમે પણ દંગ રહી જશો…

આ મશીન વિકસાવનાર નું નામ નાગ રેડ્ડી મનો સાઈ છે. આ મશીન તેને કોલેજના દિવસોમાં જ  વિકસાવવાનું શરૂ કરી દીધું હતું આ માટે તેને વૈજ્ઞાનિક સંસ્થા એ પણ ઘણી બધી મંજૂરીઓ આપી હતી. આ મશીન ની ખાસિયત એ છે કે કોઈપણ પ્રકારના સ્પર્શ વિના તમને સ્વાદિષ્ટ પાણીપુરી મળી રહે છે.

આ મશીન ની ખાસિયત એ છે કે આ મશીનમાં વધારેમાં વધારે 300 પૂરી નો સમાવેશ કરી શકો છો. તેમજ આ મશીનને ખૂબ સરળતાથી સાફ સફાઇ પણ કરી શકાય છે. આ મશીનનો વિડીયો જોઈને તમે પણ કહેશો કે વાહ શું પ્રયાસ છે! તેને જ્યારે આ મશીન વિકસાવવાનું શરૂ કર્યું હતું ત્યારે તેના માતા-પિતાએ તેને ખૂબ જ સાથ આપ્યો હતો.

કોરોના ના સમયમાં તેને પાણીપુરી ખાવાની ખૂબ ઇચ્છા થતી હતી પરંતુ તે કોરોનાની વધતી જતી અસરના કારણે તે ખાઈ શકતો નહોતો તેથી તેણે આ કોન્ટેક્ટ લેસ પાણીપુરીનું મશીન વિકસાવવાનો વિચાર આવ્યો હતો. જે તેને સફળતા પૂર્વક કરી બતાવ્યું હતું. આ મશીનને વિકસાવવા માટે તેને છ મહિના જેટલો સમય લાગ્યો હતો.

આ મશીન સંપૂર્ણપણે એટીએમ મશીનની જેમ જ કામ કરે છે જેમાં તમે પૈસા નાખી બટન દબાવીને તીખી અથવા મીઠી નો વિકલ્પ પસંદ પણ કરી શકો છો. જો તમે તીખી પર ક્લિક કરશો તો તો તીખા સ્વાદની પાણીપુરી બનીને આવશે અને જો તમે મીઠી પસંદ કરશો તો ગળ્યા સ્વાદની પાણીપુરી બનીને મશીનમાંથી બહાર આવશે.આ મશીનનો વિડીયો ગુવાહાટીના કમિશ્નરે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો જે હાલ ખૂબ જ ચર્ચામાં આવે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *