Breaking News

આ વિસ્તારોમાં ત્રાટકવા જઈ રહ્યું છે મીની વાવાઝોડું, આ બંદરો પર 3 નંબરના સિગ્નલ લગતા, વાગી રહ્યા છે મોટી આફતના ભણકારા… વાંચો..!

ધીમે ધીમે ચોમાસુ વેગ પકડી રહ્યું છે. અને જુદા જુદા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી રહ્યો છે. એવામાં હવામાન વિભાગે વધુ એક આગાહી આપતા જણાવ્યું છે કે 30 તારીખથી વરસાદનો બીજો રાઉન્ડ સમગ્ર ગુજરાતમાં ધબધબાટી બોલાવી દેશે. રથયાત્રાના દિવસે પણ રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ રહેશે.

અત્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને અરબસાગરની અંદર દરિયાના લો પ્રેશરને કારણે દરિયાકાંઠાની પવનની ગતિમાં પણ એક એક વધારો નોંધાશે જેના કારણે મીની વાવાઝોડું ત્રાટકી શકે છે. ગુજરાત પર અવારનવાર વાવાઝોડાના ખતરા રેહતા હોઈ છે. પરતું આ વર્ષના ચોમાસા શરુ થતા જ મીની વાવાઝોડું કહેર મચાવવા પહોચી ગયું હોઈ એવું લાગી રહ્યું છે.

વાવાઝોડાની આશંકાને લઇને ગુજરાતના તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. તેમજ હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દીધી છે. અને જણાવ્યું છે કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં અંદાજે ૩૦ થી ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે..

એટલા માટે માછીમારો પોતાની બોટને લંગર કરી દે તેમ જ દરિયાકાંઠાના નીચાણવાળા વિસ્તારો તાત્કાલિક ધોરણે સ્થળાંતર કરી લે, કારણકે પવનની ગતિમાં દિન-પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે. અને મીની વાવાઝોડું પણ ગુજરાતના દરીયાકિનારે ત્રાટકી શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

આ વાવાઝોડું આવનારા 5 દિવસની અંદર અંદર ગુજરાતમાં પ્રવેશ કરી લેશે તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે. માંડવી, જખો, મુન્દ્રા, નવલખી, દ્વારકા, ઓખા, પોરબંદર, વેરાવળ, બેડી, દીવ, પીપાવાવ, ભાવનગર, દહેજ, જાફરાબાદ અને ભરૂચમાં ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી અને વલસાડનો દરિયા કિનારો ગાંડોતુર થયો છે. કારણ કે તોફાની પવનના કારણે દરિયાની અંદર અંદાજે 6 થી 8 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. વલસાડના પોલીસ વિભાગે પણ લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાની સૂચનાઓ આપી દીધી છે.

આ સાથે સાથે હવામાન વિભાગે પણ આગાહી આપી છે કે, મીની વાવાઝોડાને પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ તેમજ મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા આ તમામ જિલ્લાઓમાં હળવા કે મધ્યમ વરસાદ વરસવાની સંભાવના રહેલી છે..

તેમજ 30 તારીખ ના રોજ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. એટલે કે રથયાત્રાના દિવસે પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસવાની આગાહી આપી છે. આ સાથે સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવો તેમજ દરિયા કિનારાના વિસ્તારોમાં અવર જવર પણ ઓછી કરી દેવી..

કારણ કે દરિયોતુર બન્યો છે અને મીની વાવાઝોડાને પગલે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા જઈ રહ્યો છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી દેતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. કારણ કે ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓ હજુ પણ એવા છે કે જેમાં મેઘરાજાના આગમનના ઝાપટાંરૂપી વરસાદ બાદ હજુ સુધી વરસાદ નોંધાયો નથી..

એવામાં ખેડૂતો કાગડોળે સારા વરસાદની રાહ જોઈને બેઠા છે. હવામાન શાસ્ત્રી અંકિત પટેલએ પણ જણાવી દીધું છે કે, પાંચ તારીખ આસપાસના દિવસથી રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ શરૂ થઈ જશે. જેના કારણે વરસાદી ઝાપટાં પણ શરૂ થશે પાંચ તારીખ પછીના સમયથી ગુજરાતમાં ગરમી અને બફારાનું નાશ થશે અને ધમધોકાર વરસાદ વરસવા લાગશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

યુવકે પોલીસને કહ્યું કે, “17 વર્ષ પેલા મારા હાથેથી મરેલો વ્યક્તિ મારા સપનામાં ભૂત બનીને આવે છે” અને પછી તો જે થયું તે જાણીને પોલીસ ચોંકી ગઈ..!

અત્યારે એક વ્યક્તિને 17 વર્ષ પછી પોતાના કરેલા કામોના પાપ સપનામાં આવા લાગ્યા હતા અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *