Breaking News

આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદે ભુક્કા બોલાવી દેતા અનેક ગામો સંપર્ક વિહોણા, નદીઓ બની ગાંડીતુર, ચારે કોર તારાજી સર્જાઈ..!

હવામાન વિભાગ અને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાતો આપેલી આગાહી મુજબ 24 તારીખથી લઇને 30 તારીખ સુધી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસવાનું શરુ થઈ ગયું છે. જેમાં આગાહીના પ્રથમ દિવસે જ સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર, ભાવનગર, અમરેલી અને રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે..

અમુક તાલુકામાં ૩ ઇંચ વરસાદ ખાબકયો છે. તો અમુક તાલુકામાં માત્ર અડધા કલાકની અંદર બે ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પુરની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. આ સાથે સાથે નીચાણવાળા વિસ્તારો પણ પાણી ગરકાવ થઈ ગયા હતા. અને નદીઓમાં ઘોડાપૂર આવી ગયું છે. મેઘરાજા મનમુકીને દરેક જિલ્લાઓમાં વરસી રહ્યા છે.

એવામાં જુનાગઢના ગીર અને વેરાવળ પંથકમાં તેમજ સોમનાથમાં સવારથી જ અસહ્ય બફારો શરૂ થવા લાગ્યો હતો. અને બપોરના સમય બાદ વાતાવરણમાં અચાનક પલટો નોંધાયો અને આકાશમાં કાળાડિબાંગ વાદળો ચડી આવ્યા હતા. અને ત્યાર બાદ ભારે પવન સાથે ધૂળની ડમરીઓ પણ ઉડવા લાગી હતી. અને જોતજોતામાં જ વીજળી ની સાથે કડાકા ભડાકા સાથે વરસાદ વરસવા લાગ્યો હતો.

માત્ર અડધા કલાકની અંદર જ વેરાવળમાં વીજળીના કડાકા-ભડાકા સાથે બે ઇંચ વરસાદ ખાબકી જતા શહેરના રસ્તાઓ નદીમાં ફેરવાયા હતાં. જૂનાગઢના જોડિયા શહેર પંથકમાં માત્ર અડધી કલાકની અંદર એક ઇંચ વરસાદ વીજળી ના કડાકા-ભડાકા સાથે વરસી જતાં રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા..

સાથે સાથે ભારે પવનને લીધેથી અને વૃક્ષો પણ ધરાશાયી થયા છે. તેમજ વૃક્ષો નીચે પાર્ક કરેલા વાહનોની પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આ સાથે સાથે શહેરમાં લાગેલા હોર્ડિંગ્સ પણ ઉડી ગયા છે. અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. વેરાવળ અને સોમનાથ શહેર તેમજ ગામડાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી જતા બફારા લોકોએ રાહત મેળવી છે..

વેરાવળ સોમનાથની સાથે સાથે છાત્રોડા, ડારી, હાલપર, ઈણાજ, સોમનાથ સહિતના અનેક ગામોમાં મેઘરાજા મુશળધાર વરસ્યા છે. વરસાદના પગલે ગીર તેમજ તાલાલા પંથકમાં ભારે નુકસાનીના દ્રશ્યો સર્જાય છે. તેમજ નદીઓમાં ઘોડાપૂર આવી જતા ઠેર ઠેર તારાજીના દ્રશ્યો પણ દેખાયા છે..

ગીર, વિઠ્ઠલપુર, રામપરા, રાયડી, જાવંત્રી, વાલાદર, પાણીકોઠા વગેરે ગામોમાં ધોધમાર વરસાદને કારણે નદી-નાળાંઓ મા ખૂબ વધારે સપાટીએ પાણી વહેવા લાગ્યું છે. તેમજ સોમેત અને મેમતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. આ સાથે સાથે ધમાલિયા વોકળામાં પણ પાણીનો એટલો બધો પ્રવાહ વહેવા લાગ્યો છે કે તેની અંદર ઉતરવું મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકીન સમાન બની ગયું છે..

ગીર પંથકમાં ધોધમાર વરસાદને કારણે ખેડૂતો ખુશીની લહેર પ્રસરી ગઇ છે. ખેડૂતોનો તમામ પાક બળી જવાની તૈયારીમાં હતો. પરંતુ ગઈકાલ રાતથી વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે ખેતરમાં ઉભેલા પાકને નવજીવન મળ્યું છે. ખેડૂતો આ વરસાદને પગલે રાજીના રેડ થયા છે. સાંબેલાધાર વરસાદને કારણે નદી નાળામાં પાણી વહેતા થયા છે.  અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડયો..

પરંતુ રાજુલાના દેવકા અને હડમતીયા ગામ પાસે ખૂબ જ ધોધમાર વરસાદ પડવાના કારણે તમામ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા તેમજ લોકોના ઘરમાં પાણી ચડી ગયા હતા. તેમજ ખૂબ જ ભારે વરસાદના કારણે આસપાસના વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઇ હતી. જેના કારણે ત્યાંના સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *