Breaking News

આ વિસ્તારમાં કમોસમી વરસાદની ભારે આગાહી, ખેડૂતો ખાસ વાંચી લો આ આગાહી.. નહીતો..!

ભારે ઠંડી ની વચ્ચે લક્ષદીપ પાસે સર્જાયેલા લો પ્રેસરને લીધે ગુજરાતમાં કમોસમી વરસાદ વરસવાની સંભાવનાઓ રહેલી છે. જેના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધનઘોર અંધારું થયું હતું. ત્યારબાદ ખુબજ ઠંડો પવન પણ નીકળ્યો હતો. હજુ પણ આગામી ચાર દિવસ આ પ્રકારનો માહોલ રહેશે.

અને કોઈપણ સમયે વરસાદી માવઠુ વરસી શકે છે. લક્ષદીપ ના લો પ્રેશરની સાથે સાથે અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ તાપી ડાંગ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે.

તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર રાજકોટ અમરેલી જુનાગઢ અને જામનગરના દરિયાકિનારાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ સેવાઇ રહી છે. હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે 8 નવેમ્બર થી ૧૫ નવેમ્બર સુધી વરસાદી ઝાપટા પડવાની આગાહી છે.

તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અમુક જગ્યાએ વરસાદી માવઠાની શક્યતા રહેલી છે. જો આ માવઠા આવશે તો ખેડૂતોનો બધો જ પાક નિષ્ફળ જશે જેના કારણે મોટી નુકસાની ભોગવવાનો વારો આવી શકે તેમ છે. અત્યારે રાજ્યમાં ખેત પેદાશોની ઉત્પાદનનો દર ખુબ જ ઓછો છે.

કારણ કે આ વરસ નો વરસાદ ખૂબ અનિયમિત અને ગાંડોતુર રહ્યો હતો. એટલા માટે કપાસ અને મગફળીના ભાવો પણ ખૂબ ઊંચા બોલાઇ રહ્યા છે. કારણ કે તેમનું ઉત્પાદન દર વર્ષની સરખામણીમાં ખૂબ જ ઓછું છે.

મગફળીના ભાવ ખૂબ વધારે હોવાથી તેની અસર સીંગતેલમાં પણ દેખાશે. જેના પગલે ગૃહિણીનું બેજટ પણ ખોરવાઈ શકે છે. હજી પણ ડીસેમ્બર મહિનામાં બર્ફીલા ચક્રવાત આવશે તેવી હવામાન વિભાગે જણાવ્યું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *