Breaking News

આ વિસ્તારમાં બધી હોસ્પિટલો ફૂલ, ટપોટપ લોકો જીવ ગુમાવી રહ્યા છે – આ કોરોના છે કે બીજો રોગ!

કોરોનાના કહેર વચ્ચે ચોમાસાની સીઝન આવતા કેટલાક નવા રોગો પણ ફાટી નીકળ્યા છે. કોરોનાએ તો હાહાકાર મચાવ્યો જ છે કે હવે ડેન્ગ્યું અને વાયરલ ફીવર પણ હાહાકાર મચાવવા માંડ્યો છે. ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જીલ્લામાં વાયરલ ફીવર અને ડેન્ગ્યુના કારણે લોકોની હાલત વધુને વધુ ખરાબ થઈ રહી છે.

હોસ્પિટલોમાં પણ જગ્યા મળતી નથી જ્યાં 100 બેડની કેપેસીટી છે ત્યાં 300 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં લોકો હોસ્પિટલ ન જવાને બદલે વૈદ્યની સલાહ લઈને ઘરેથી સારવાર લઈ રહ્યા છે. સ્વાસ્થ્ય સાથે આ પ્રકારના છેડા કરવા એ કેટલું યોગ્ય.. શું પ્રશાશનએ આ બાબતે એક્શન લેવી જોઈએ ? હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવી જોઈએ? એ તો હવે ચર્ચામાં આહેવાલો જ નક્કી કરશે..

ઉત્તરપ્રદેશના ઝલકારી નગર વિસ્તારમાં કેટલાય પરિવારો પોતાના ઘરોમાં જ બાળકોના ઇલાજ કરાવી રહ્યા છે કારણ કે અહીના ઘણા વિસ્તારોમાં હોસ્પિટલોમાં બાળકોને એડમિટ કરવા માટે બેડ પણ ખાલી નથી. એક બાળક વૈભવને ઘણા સમયથી તાવ આવતો હતો બાદમાં તેનો ટેસ્ટ કરાવતા જાણવા મળ્યું હતું કે તેને ડેન્ગ્યુ થઈ ગયો હતો. ત્યાર બાદ તેના પરિવારે ઘરે જ તેનો ઈલાજ કરાવવાનું શરૂ કર્યું હતું.

તેના પરિવારજનોએ કહ્યું હતું કે હોસ્પિટલોમાં જગ્યા ન હોવાથી તેમણે તેનો ઈલાજ ઘરે જ કરવાનું શરૂ કરી દીધું હતું. એક સ્થાનિક ડોક્ટરની સલાહ મુજબ તેમણે ઘરે જ દવાઓ અને ગ્લુકોઝ ડ્રીપ વગેરે શરૂ કરી દીધું હતું. બાળકને છેલ્લા ઘણા સમયથી તાવ અને ઊલટીઓ થતી હોવા છતાં આ પ્રકારે 12 વર્ષના વૈભવની ઘરે જ કરવામાં આવી રહેલી સારવાર જોખમી છે.

આ સિવાય અન્ય એક પરિવારમાં પુષ્પા દેવી અને તેમની દીકરીનું ડેંગયુમાં પ્લેટલેટ કાઉન્ટ ઓછા થઈ જવાનાં આકારને મૃત્યુ થઈ ગયું હતું. પરિવારજનોનું કહેવું છે કે આ હોસ્પિટલ તંત્રની બેદરકારીના કારણે થયું હતું તો સરકાર પણ ડોકટરો વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે.

આ પ્રકારે લોકો ઘરે જ સારવાર કરે તે ખૂબ જ ખતરનાક બાબત છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે જીવલેણ ચેડાં છે. આઅ વિસ્તારોમાં સાફ સફાઇ પણ ન હોવાના કારણે તાવ વગેરે ઝડપથી પ્રસરી રહ્યા છે જો કે બાળકો પર સૌથી વધારે તેની અસર થઈ હોવાનું માલૂમ પડી રહ્યું છે. સ્થાનિકોએ કહ્યા મુજબ કમસે કમ 15 બાળકોના જીવ તો છેલ્લા કેટલા દિવસોમાં તેમની નજર સામે જ થયા હતા.

પશ્ચિમી ઉત્તર પ્રદેશના કેટલાય જિલ્લામાં લોકોના મોત થયા હતા. ફિરોજાબાદમાં દર્દીઓની સંખ્યા એટલી ઝડપથી વધી રહી છે કે 100 બેડની હોસ્પિટલ પણ હવે ભરાઈ ગઈ છે અને સાથે આ જગ્યાએ 325 લોકો એડમિત કરવા પડ્યા છે. મોટાભાગનાં પ્રાઇવેટ હોસ્પિટલ્સ પણ ફૂલ છે. કેન્દ્ર સરકાર તરફથી એક ટીમ મોકલવામાં આવી છે. આઅ મેડિકલ ટીમ શુક્રવારે સ્થાનિક અધિકારીઓ સાથે વાતચીત કરવાની હતી જો કે તેનું શું પરિણામ આવે છે તે તો  આવનારો સમય જ કહેશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *