Breaking News

આ ત્રણ વિસ્તારોમાં થઈને કુલ 54 ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર મચી ગઈ તબાહી, 500 લોકોનું સ્થળાંતર, હાઈવે-રેલ્વે બંધ..!

એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે પાંચ દિવસમાં ગુજરાતમાં અતિ ભારે થી ભયંકર વરસાદની આગાહી આપવામાં આવી હતી. એ મુજબ મેઘરાજાએ મધ્ય ગુજરાતને મેઘરાજાએ વરસાદથી ધમરોળી નાખ્યું છે. જેમાં અમદાવાદમાં એક રાત ની અંદર અંદર 18 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો અને છોટાઉદેપુરના બોડેલી, કવાંટમાં અને પાવીજેતપુરમાં થઈને કુલ 54 જેટલો વરસાદ ખાબકી જતા નદી અને ચેકડેમોના પાણીએ મુસીબત પેદા કરી દીધી છે.

તેમજ અતિભારે વરસાદને પગલે નદીઓ ગાંડી તુર બની જતા નદીના પુર ગામડામાં ઘૂસી ગયા હતા. જેને કારણે લોકોને તેમના મકાન અને ઘરવખરી પણ જણાવવા લાગી હતી. હાલ મધ્ય ગુજરાતમાંથી ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. જેમાં છોટાઉદેપુરના બોડેલીમાં 22 ઇંચ વરસાદ ખાબક્યો છે. તેમજ કવાંટમાં 17 ઇંચ જ્યારે પાવીજેતપુરમાં 15 અને છોટા ઉદયપુરમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો છે..

એટલે કે આ તમામ તાલુકાઓનો ભેગો થઈને અંદાજે 54 ઇંચથી લઈને 60 ઇંચ સુધી વરસાદ ખાબકી ગયો છે. જેને પગલે પંચમહાલ જિલ્લામાં ઠેર ઠેર તબાહીના દ્રશ્યો સર્જાયા છે. જાંબુઘોડામાં 8 ઇંચ, જ્યારે ડેડીયાપાડા અને સાગબારામા 5 થી 7 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે રેલવે લાઈનો તેમજ કુલ 16 કરતા વધારે હાઇવે પણ બંધ કરી દેવામાં આવ્યા છે..

વાહન વ્યવહાર અને જનજીવન ખોરવાયું છે. રેલવે ટ્રેક પણ ધોવાઈ જતા આવતી જતી પેસેન્જર ટ્રેન અને રદ કરી દેવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. અષાઢ મહિનાની અંદર વરસાદનું આવું આક્રમણ પહેલી વખત સામે આવ્યુ છે. જેમાં છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કુલ 530 કરતા પણ વધારે લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે..

કારણકે અહીંયા નદીઓમા ધસમસતું પૂર આવ્યું છે. અને નદીઓ બે કાંઠે વહેવાને કારણે ગામડામાં પણ પૂરું ફાટી નીકળ્યું છે. ભાટપુર, વાગેથા, વટવટીયા, રામસિંગપુર સહિતના ગામોમાં લોકોના મકાન ડૂબી ગયા છે. જ્યારે બોડેલીના રજાનગર, દિવાન ફળિયા તેમજ જુદા જુદા વિસ્તારોમાં થઈને કુલ 2000 કરતા વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે..

આ તમામ આંકડાઓની માહિતી છોટા ઉદયપુર જિલ્લાના ડિજાસ્ટર શાખાના અધિકારીઓએ જણાવી દીધી છે. આ ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. જેને કારણે છોટાઉદેપુર જિલ્લાના તમામ શાળા અને કોલેજોને તેમજ આંગણવાડીઓ અને તાલીમ સંસ્થાઓને બંધ રાખવામાં આવી છે. જ્યાં સુધી તંત્ર તરફથી સૂચના નહીં મળે ત્યાં સુધી આ તમામ શાળાઓ બંધ રાખવાની ફરજ પડી છે..

એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાને બદલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત સહિતના તમામ ભાગોમાં અતિ ભારે વરસાદ વરસવાની આગાહી હતી. જેમાંથી રાજ્યમાં સૌથી વધારે વરસાદ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં વરસ્યો છે. જેને પગલે જન જીવન ઉપર ભારે અસર પડી છે. અને લોકોના ઘર પણ ડૂબવા લાગ્યા છે.

મોટાભાગના ગામડાઓમાં વરસાદી પાણી ગ્રાઉન્ડ ફોર ડુબાડીને નળિયા સુધીઅ પાણી ભરાયા છે. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં એક માળાથી લઇ દોઢ માળ સુધીના પાણીઓ પણ ભરાઈ ગયા છે. જેને પગલે એનડીઆરએફની ટીમોને બચાવો કામગીરી કરવાની ફરજ પડી હતી. બોડેલી તાલુકાના ઘણા ખરા ગામોમાં એનડીઆરએફની ટીમે જુદી જુદી રીતે 40 લોકોને રેસ્ક્યુ કર્યા છે. નદીનાળામાં ભારે પુર આવવાને બદલે કાચા પુલ અને કોઝવે ધરાશાયી થયા છે..

જ્યારે રસ્તાઓ તૂટી જવાને કારણે કેટલાય વાહનો પણ તણાયા છે. જ્યારે પશુઓને પણ ખૂબ મોટી નુકસાની થઈ છે. હાઇવે પર આવેલા પેટ્રોલ પંપમાં પણ પાણી ભરાઈ જવાને કારણે અડધો પેટ્રોલ પંપ ડૂબી ગયો છે. ભારે વરસાદને પગલે કુલ 16 કરતા વધારે રોડ બંધ કરી દેવામાં આવ્યા છે. જેમાં મોટાભાગના હાઇવેનો પણ સમાવેશ થયો છે..

એનડીઆરએફની ટીમ દોરડા, લાઇફ જેકેટ, બોટ અને રીંગોને લઈને લોકોને બચાવવા માટે પહોંચી ગઈ હતી. પરંતુ વરસાદના પાણી ઘરોમાં ઘૂસી આવવાને પગલે લોકોને ઘરવખરી સહિતની તમામ ચીજ વસ્તુઓ છોડીને પોતાનો જીવ બચાવવા માટે ભાગવું પડ્યું છે. અતિ ભારે વરસાદ ને પગલે જ્યાં નજર ફેરવો ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા છે. સમગ્ર મધ્ય ગુજરાત બેટમાં ફેરવાઈ ગયું છે.

આ અતિ ભારે વરસાદ ને બદલે ખેતરોએ વાવેલી તમામ વાવણી પણ નિષ્ફળ જવાનો ભય રહ્યો છે. કારણ કે એક સાથે જુદા જુદા તાલુકાઓનો થઈને 54 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ખેતરોમાં મોટા મોટા ગાબડા પડ્યા છે. અને મોટાભાગના ખેતરો ખેદાન મેદાન થઈ ગયા છે. ખેતીમાં વરસાદની સીઝન શરુ થતા વેંત જ નુકસાનીના કેસો સામે આવવા લાગ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *