છેલ્લા પાંચ દિવસથી વાતાવરણમાં ભારે ઠંડીનો માહોલ જોવા મળે છે. ત્યારે હવામાન વિભાગે ઠંડી ને લઈને મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ ખૂબ જ સૂકું રહેશે. જેના કારણે દરેક જિલ્લાઓમાં ૨ થી ૫ ડિગ્રી તાપમાન માં ઘટાડો આવશે.
ગુજરાત રાજ્યમાં અત્યારે ઇશાન દિશા તરફથી પવન પ્રવેશી રહ્યો છે. તેથી તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે,આ વર્ષે ઠંડી તમામ રેકોર્ડ બ્રેક કરી દેશે. આ ઠંડીથી બચવા માટે લોકો સ્વેટર, ધાબળા ,બંડી ,ગોદડા અને તાપણા નો સહારો લેતા પણ નજરે ચડ્યા છે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઠંડી નહિવત દેખાય છે.
જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો માં ઠંડી ભુક્કા બોલાવી રહી છે.તેમજ બંગાળાની ખાડી અને અરબ સાગરમાં લો પ્રેશરના કારણે અમુક જિલ્લામાં વરસાદી માવઠુ ની પણ આગાહી આપવામાં આવી છે. આ માવઠા ના સમાચાર ખેડૂતોને મળતા જ ખેડૂતો મોટી દ્વિધામાં મૂકાઇ ગયા છે.
કારણ કે ખેતરમાં તૈયાર થયેલો પાક માવઠાના કારણે બગડી જવાની ભીતિ સતાવી રહી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે અત્યારે રાજ્યમાં શિયાળો અને ઉનાળો એમ બંને ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. કારણકે સવારે 10 વાગ્યા સુધી અને રાત્રે ૭ વાગ્યા પછી ખૂબ જ ઠંડી નો અનુભવ થઈ રહ્યો છે.
તો બપોરના સમયે ભારે તા પણ સહન કરવો પડે છે. હવામાન વિભાગે 11 તારીખ થી લઈને 16 તારીખ સુધી અનુકૂળ તાપમાનમાં ઘટાડો નોંધાશે તેવું જણાવ્યું છે જે મુજબ અમદાવાદ શહેરમાં ૧૧ અને ૧૨ તારીખે 17 ડિગ્રી તાપમાન નોંધાશે. તો 13 તારીખ ના રોજ તાપમાન ઘટીને ૧૬ ડિગ્રી નોંધાશે.
તેમજ 14 તારીખ અને 15 તારીખ આસપાસ તાપમાનનો પારો 14 ડિગ્રીએ આવી પહોંચશે, અને 16 તારીખ પછી તાપમાન સતત ઘટતું રહેશે. વધુમાં જણાવ્યું છે કે આ વર્ષે ગુજરાતમાં રેકોર્ડબ્રેક ઠંડી ની સાથે સાથે બર્ફિલા પવનો પણ અનુભવ થશે. કારણ કે હિમાલય તરફથી આવતા વાહનો ખૂબ જ ઠંડા હોય છે.
જેના લીધે સમગ્ર ભારતમાં શિયાળા નો અનુભવ થતો હોય છે. આ વર્ષે હિમાલયમાં બરફ વર્ષા ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ છે. તેથી તેના બર્ફિલા પવનો ગુજરાતમાં અનુભવાય છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]