ગુજરાત રાજ્યમાં આવતા વર્ષે એટલે કે વર્ષ 2022 માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ગુજરાત વિધાનસભા ની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો તેની તૈયારી માટે લાગી ગયા છે. પરંતુ આ વચ્ચે ગુજરાત વિધાનસભાની ચૂંટણી તેના યોગ્ય સમય કરતા વહેલા યોજાય તેવી પણ અટકળો ચાલી રહી છે.
હાલમાં ગુજરાતની વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષના કયા મહિના અને કઈ તારીખે યોજાય તે અંગેની ચર્ચાઓ ઇન્ટરનેટ પર ચાલી રહી છે. વર્ષ 2020માં ગુજરાત રાજ્ય ઉપરાંત અન્ય પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. પરંતુ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે અને કયા મહિનામાં યોજાશે..
તે અંગે સ્પષ્ટતા કરતા ભાજપ ના અધ્યક્ષ સીઆર પાટીલે કહ્યું છે કે પંજાબ અને ઉત્તર પ્રદેશ સહિત 5 રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી વર્ષ 2022 ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં યોજાવાની શક્યતા છે. પરંતુ ગુજરાત રાજ્ય વિધાનસભા ની ચૂંટણી તે રાજ્યો સાથે યોજાય તેવી શકયતા ખૂબ જ ઓછી છે.
આ ઉપરાંત સી. આર પાટીલે કહ્યું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર મહિના ના સમયગાળા આજુબાજુ યોજાઈ શકે છે. સી.આર.પાટીલ ની આ સ્પષ્ટતા પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાવાની અટકળો પર પૂર્ણવિરામ લાગી ચૂક્યું છે.
આ ઉપરાંત ૭ નવેમ્બરે દિલ્હીમાં યોજાયેલી ભાજપની બેઠક વિશે વાત કરતાં ભાજપના અધ્યક્ષ ને કહ્યું કે કોરોના કાળ બાદ આ તેમની પહેલી રાજકારણીઓ બેઠક હોવાથી કોરોના મૃત્યુ પામેલા ભાજપના દરેક નેતા ને શ્રદ્ધાંજલિ આપીને 2 મિનિટનું મૌન ધારણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત 7 નવેમ્બર યોજાયેલી ભાજપની આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, સંગઠન મહામંત્રી કેટલા પર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ જોડાયા હતા અને વર્ષ 2020 માં આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી વિશે ચર્ચા કરી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]