Breaking News

આ તારીખે રાત્રે આકાશમાં દેખાશે ઉલ્કાનો વરસાદ..! પ્રાર્થના કરીને માંગી લેજો ફળ, દરેક ઇચ્છાઓ થશે પૂરી..!

થોડાક મહિનાથી અવકાશમાં ખગોળીય ઘટનાઓ થમી ગઈ હતી જે હવે પાછી મુશ્કેલીઓ વધારવા માટે દસ્તક આપી ચુકી છે. સામાન્ય રીતે અવકાશમાં ઉલ્કા પથ્થરો પડી ને શૂન્યવકાશમાં ઘૂમતા રેહતા હોઈ છે. જ્યારે તેઓ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળમાંથી મુક્ત બની જાય ત્યારે તેવો પુર ઝડપે કોઇપણ સ્થળે નીચે પડે છે.

આવનારા 45 દિવસમાં પૃથ્વીની નજીક થી સાત મોટા એસ્ટ્રોઈડ્સ પસાર થવાના છે. તેમાંથી કેટલાક પિરામીડથી પણ મોટા છે. તો કેટલાક હિમાલય કરતા પણ મોટા છે. ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં ધરતીની નજીકથી પસાર થનારા આ એસ્ટેરોઈડ્સ વિજ્ઞાનિકો માટે માથાનો દુખાવો બની રહ્યા છે.

ભારતમાં 21 તારીખની મધ્યરાત્રીથી વહેલી સવારે પરોઢના સમયે આકાશમાં ઉલ્કાવર્ષા દેખાશે. ખગોળશાસ્ત્રીના મત મુજબ ગુજરાતમાં પૂર્વથી ઉત્તર તરફ ઈશાન ખૂણામાં ઉલ્કાવર્ષા નિહાળવા મળશે. જો કે ચંદ્રની તેજસ્વીતાને કારણે નરી આંખે ઉલ્કાવર્ષા નિહાળવામાં તકલીફ પડશે પરતું ખગોળીય દૂરબીનમાં સ્પષ્ટપણે દેખાશે.

ઓરિયોનીડ્સ ઉલ્કાવર્ષા નિહાળવાની તક દુનિયાભરમાં આગામી તા. 26મી ઓક્ટોબર સુધી ઓરીયોનીડ્સ ઉલ્કા વર્ષાની મોસમ જોવા મળશે. ઈન્ટરનેશનલ મેટિયોર ઓર્ગેનાઈઝેશન ઉલ્કા પડવાની ખગોળીય ઘટનાની નોંધ રાખે છે.

ઉલ્કાવર્ષા સામાન્ય રીતે અવારનવાર જોવા મળતી નથી પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન 10 થી 12 વખત અને વધુમાં વધુ પાંચ વખત આકાશમાં જોવા મળે છે. ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર આ ઉલ્કાના વર્ષા પાછળ ધૂમકેતુ કારણભૂત છે. ઉલ્કા પડતી હોય ત્યારે સેકન્ડના 30 કિલોમીટરનો વેગ હોવાનું અનુમાન રખાય છે.

આ ઉલ્કાવર્ષા જોતાની સાથે જ લોકો પોત પોતાની તમમાં ઇચ્છાઓ બે હાથ જોડી ને માંગવા લાગે છે. જોકે તેમાંથી સૌ કોઈની ઈચ્છા પૂર્ણ પણ થતી હોઈ છે. આથી આ વખતે જયારે ઉલ્કા વર્ષા દેખાઈ ત્યારે સૌ કોઈ બે હાથ જોડીને પોતાની દરેક ઈચ્છાઓ માંગી લેશે.

વાતાવરણમાં રહેલાં વાયુઓ સાથે ઘર્ષણના કારણે આ ટુકડાઓ સળગી ઉઠે છે. અને તે તેજ લિસોટા અગ્નિ સ્વરૂપે આકાશમાં જોવા મળે છે. ખગોળાશાસ્ત્રની ભાષામાં તેને ફાયરબોલ અથવા અગનગોળા કે ઉલ્કાવર્ષા તરીકે પણ ઓળખવામા આવે છે.

ગુરુવારની મધ્યરાત્રિના 11.30 કલાકથી સવારના 5.30 કલાક દરમિયાન કલાકના 20 કિલોમીટરની ગતિએ ઉલ્કાવર્ષા પડતી જોવા મળશે. ઉલ્કાવર્ષા નિહાળવા મધ્યરાત્રિ બાદ અને વહેલી પરોઢનો સમય શ્રોષ્ઠ છે. મોટેભાગે વહેલી પરોઢે ઉલ્કાનો વરસાદ જોવા મળે છે.

ઉલ્કા જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તેને મેટીયોર ઉલ્કા તરીકે ઓળખવામા આવે છે. પૃથ્વી ઉપર રોજની લગભગ 40 ટન જેટલી ઉલ્કાઓ વાતાવરણમાં પ્રવેશ કરે છે. અત્યાર સુધીમાં પૃથ્વી ઉપર ઉલ્કાની રાખનો થર એક ઈંચથી વધુનો હોવાનો અંદાજ સેવાઈ રહ્યો છે. ઉલ્કામાં લોખંડ અને નિકલ હોય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *