આટલા મોટા અવકાશમાંથી રોજ રોજ કુતૂહલ સર્જાય તેવી ઘટનાઓ બને છે. થોડા દિવસ પહેલાં જ ગુજરાતના સૌરાષ્ટ્રમાં આકાશમાંથી અત્યંત પ્રકાશિત વસ્તુ જમીન પર નીચે આવતી હોય તેવું લાગી રહ્યું હતું. આ જોતાની સાથે જ દરેક લોકોમાં ફફડાટ મચી ગયો હતો. સૌ કોઈ લોકો પોતાના મોબાઈલ પર આ વિડીયો ઉતારવા લાગ્યા હતા..
પરંતુ વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે ચાઇનાની પરીક્ષણ પદ્ધતિને કારણે આ પ્રકારનું દ્રશ્ય જોવા મળ્યો છે. પરંતુ હવે ભારતના જન વિજ્ઞાન જાથા એ વધુ એક આગાહી આપતા જણાવ્યું છે કે, આગામી થોડા દિવસોની અંદર અંદર ગુજરાતમાં એક સાથે 100 ઉલ્કા વર્ષા જઈ રહી છે. આકાશમાં દેખાતાની સાથે જ સમગ્ર અવકાશ દિવાની માફક દેખાઈ આવશે..
આ પ્રકારના બનાવો આકાશમાં ખૂબ જ ઓછા જોવા મળતા હોય છે. લાંબા વર્ષો બાદ આકાશની અંદર ઉલ્કા વર્ષા જોવા મળશે. વિજ્ઞાનજાથાના અધિકારીએ જણાવ્યું છે કે 22 એપ્રિલની આસપાસ ગુજરાતના દરેક જિલ્લાઓમાંથી આ ઉલ્કા વર્ષાને નિહાળી શકાશે. પૃથ્વી પર વારંવાર ઉલ્કાપિંડઓ પૃથ્વી તરફ આવતી હોય છે..
પરંતુ હવાના ઘર્ષણના કારણે તેઓ હવામાં જ સળગી ઊઠે છે. મોટાભાગઈ ઉલ્કા પસાર થવામાં જ રાખ બની જતો હોય છે. જ્યારે અમુક પદાર્થ નાના-નાના કણ રૂપે પૃથ્વી પર આવતો હોય છે. પરંતુ હવે એક જ સાથે 100 જેટલી ઉલ્કાનો વરસાદ વરસવા જઈ રહ્યો છે. આ તમામ કામ વધારે પૃથ્વી તરફ નજીક આવતી હશે..
ત્યારે તેઓ વાતાવરણની અંદર પ્રવેશતાની સાથે જ ઘર્ષણના કારણે સળગી ઊઠે છે. જેના કારણે એક અવનવો પ્રકાશ આકાશમાં જોવા મળે છે. સૌ કોઈ લોકો આ પ્રકાશને લકી માનીને બે હાથ જોડીને પોતાના મનમાં રહેલી તમામ ઈચ્છાઓ ની માંગણી કરતા હોય છે. એવું માનવું છે કે જ્યારે ઉલ્કા વર્ષાની દેખાય ત્યારે માંગેલી તમામ ઈચ્છાઓને પૂર્ણ થવામાં કોઈ પણ રોકી શકતો નથી.
ઉલ્કા જ્યારે પૃથ્વીના વાતાવરણની અંદર પ્રવેશ કરી લે છે ત્યારે તેને બેટીયોર ઉલ્કા નામથી ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે પૃથ્વી પર રોજ લગભગ ૪૦ ટન જેટલી ઉલ્કાઓ અવકાશમાંથી પ્રવેશે છે. પરંતુ દિવસ દરમિયાન આ ઉલ્કાઓ વાતાવરણ ની અંદર પ્રવેશ ન હોવાથી કોઈપણ વ્યક્તિને નરી આંખે દેખાતું નથી. પરંતુ જો આ ઉલ્કાઓ રાતના સમયે વરસે તો ઘણા વિસ્તારો માંથી દેખાઈ આવે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]