Breaking News

આ તારીખે ભારેથી અતિભારે વરસાદની આગાહી – જાણો! ક્યાં અને કેટલો પડશે વરસાદ….

દરવર્ષે સાતમ-આઠમ પર વરસાદ મન મૂકીને વરસતો હોઈ છે પરતું આ વર્ષે અમુક જીલ્લાઓમાં વરસાદ આવ્યો છે તો અમુક જીલ્લા હજુપણ કોરા ધાફ છે. સમગ્ર માહોલ જોતા હવે ધીરે ધીરે વરસાદી વાતાવરણ બની રહ્યું છે. ઘણા જીલ્લામાં વરસાદ આવતા જ જગતના તાતના ખુશીના કોઈ ઠેકાણા રહ્યા નથી. સૌ કોઈને વરસાદની રાહ હતી તે હવે મેઘરાજા પૂરી કરી રહ્યા હોઈ એવું લાગી રહ્યું છે.

ગોકુળ આઠમના દિવસે એક મહત્વપૂર્ણ આગાહી હવામાન વિભાગે કરી હતી કે હજુ આગામી ચાર દિવસ સુધી એટલે કે 1 સપ્ટેમ્બર થી 4 સપ્ટેમ્બર સુધી ગુજરાતના દક્ષીણ, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જેમાં દક્ષીણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે જયારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે.

ગઈ કાલે એટલે કે જન્માષ્ટમીમના દિવસે અમદાવાદ, સુરેન્દ્રનગર , પાટણ સહીતના મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના જીલ્લાઓ માં વરસાદ વરસી ચુક્યો છે. રાજ્યના કુલ 57 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠા અને અમદાવાદમા ધાર્યા કરતા સારો વરસાદ વરસ્યો હતો.

આ તારીખથી મેઘરાજા ગુજરાતને વરસાદથી ધરોવ કરી કરી દેશે : હવામાન વિભાગની આગાહીઓ મુજબ 1 સપ્ટેમ્બર થી 4 સપ્ટેમ્બર સુધી ગુજરાતના લગભગ જીલ્લાઓ માં વરસાદ દસ્તક જરૂર આપશે. જેમાં મુખ્યત્વે દક્ષીણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રન સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ૫૦ કરતા વધારે તાલુકામાં તો ગઈ કાલે એટલે કે જન્માષ્ટમીના દિવસે વરસાદએ એન્ટ્રી મારી હતી. સપ્ટેમ્બરની શરૂઆત થતા જ મેઘરાજાના પ્રચંડ રૂપ જોવા સૌ કોઈ આતુર છે.

છેલ્લા અમુક દિવસોથી મેઘરાજા સંતાકૂકડી રમી રહ્યા હતા. આકાશમાં કાળા ભમર વાદળો હોઈ, બફારાની કી હદ ન હોઈ.. વાતાવરણ જોતા એવું જ લાગે કે હમને વરસાદ તૂટી પડશે પરતું છેલે મછરીયું આવીને જતું રહે. આવી રીતે છેલ્લા ઘણા દિવસોથી થતું હતું, પરતું હવે મેઘરાજા ની ગાડી પાટા પર ચડશે અને એકધારો વરસાદ આવશે એવું લાગી રહ્યું છે.

પરતું હવે સૌ કોઈ ખેડૂત મિત્રો તેમજ જનતા જનાર્દનની વરસાદની આતુરતાનો અંત આવશે તેવું હવામાન વિભાગની આગાહી પરથી લાગી રહ્યું છે. છેલ્લા 2 દિવસથી તાપમાનનો પાર આગળ વધીને લોકોને ઉનાળાનો અહેસાસ કરાવા લાગ્યો છે. પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી વલસાડમાં ભારે વરસાદની શક્યતા સેવાઇ રહી છે. ખેડા, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસી શકે છે.

રાજ્યમાં સરેરાશ 41.8 વરસાદ વરસ્યો છે. ઝોન પ્રમાણે આંકડા જોઇએ તો દક્ષિણ ગુજરાત 51.5%, મધ્ય ગુજરાત 38%, સૌરાષ્ટ્ર3 7.1%, ઉત્તર ગુજરાત 32% અને કચ્છમાં 31.7% વરસાદ નોંધાયો છે. ચોમાસામા બાકી રહેતા દિવસોમાં ઘટ જેટલો વરસાદ પડવો જરૂરી છે, નહીં તો રાજ્યમાં દુષ્કાળના ડાકલા જેવી સ્થિતિ સર્જાવવાની ભિતી છે. હાલની સ્થિતિએ રાજ્યના 12 જિલ્લા એવા છે જ્યાં ખેતીની સિંચાઈ માટે પાણી સાથે પીવાના પાણીનાં પણ ફાંફા પડી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *