રોજબરોજ ખૂબ જ વિચિત્ર અને અનોખા કિસ્સાઓ બની રહ્યા છે. આવા કિસ્સાઓ સાંભળતા જ સામાન્ય લોકો વિચારમાં મુકાઈ જાય છે. કે આખરે આ દુનિયા કઈ તરફ જઈ રહી છે કે, જેમાં લોકો નત નવીન રીતે મગજ વાપરીને લોકોને લૂંટવાનો પ્લાન બનાવી રહ્યા છે. આજકાલ લોકોને મહેનત કરતા કોકનું લીધેલા પૈસા અને કીમતી ચીજ વસ્તુઓનું ખાવું વધારે પસંદ પડતું હોય તેવું લાગી રહ્યું છે..
કારણ કે ગુજરાતમાં છેલ્લા બે અઠવાડિયાની અંદર અંદર ચોરી અને લૂંટફાટના 50 કરતાં વધારે કિસ્સાઓ નોંધાઈ ચૂક્યા છે. હાલ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં એક મહિલા સાથે ખૂબ જ વિચિત્ર કેસ બન્યો છે. આ મહિલા અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં રહે છે અને પગલૂછણીયા બનાવવાનું કામ કરી રહી છે..
આ મહિલા એક દિવસ અર્બન હેલ્થ સેન્ટર ખાતે જઈ રહી હતી. ત્યારે ત્રણ વાગ્યે આસપાસ તે રબારી કોલોની પાસેથી એક રીક્ષા પકડીને રિક્ષામાં બેસી ગઈ આ રીક્ષાની પાછળ પાછળ એક યુવક બાઇક ચલાવીને આવી રહ્યો હતો. પોતે પોલીસના વેશમાં હોવાથી તેણે આ રીક્ષા ને ઉભી રખાવી હતી. અને પોતે પોલીસની ઓળખ આપીને તેણે આ રિક્ષામાંથી આ મહિલાને નીચે ઉતારીને તેને સાઈડ ઉપર લઈ ગયો હતો..
ત્યારબાદ મહિલાએ ગળામાં અને કાનમાં આજે સોનીના દાગીના પહેર્યા હતા. એ ઉતારીને આપી દેવા માટે જણાવ્યું હતું. પરંતુ મહિલાએ આ દાગીના આપવાની ના પાડી હતી. એટલા માટે આ યુવકે પહેલાને બે લાફા જાહેર રસ્તા ઉપર જ મારી દીધા હતા. ત્યારબાદ મહિલાએ એક બુટ્ટી અને એક બુટ્ટીની સેર આપી દીધી હતી…
ત્યારબાદ બીજી કાનની બુટ્ટી અને બીજી સેર આપવા માટે કહ્યું ત્યારે મહિલાએ ફરી વખત ના પાડી હતી. પરંતુ આ યુવકના મારના કારણે તેણે પોતાના તમામ દાગીનાઓ તેને આપી દીધા હતા. આ યુવકે મહિલાને કહ્યું કે, તમે કઈ જગ્યા પર કામ કરો છો. તે જગ્યા મને બતાવી દેજો અને તમારી આ બુટ્ટી અને સેર પોલીસ સ્ટેશન આવીને લઈ જજો.
ત્યારબાદ મહિલા રિક્ષામાં બેસીને તેઓ જે જગ્યા પર કામ કરે છે. તે જગ્યા આ બાઈક ચાલકને બતાવી હતી. અને ત્યારબાદ થોડા સમય સુધી બાઈક ચાલક તેમની રીક્ષા પાછળ પાછળ આવતો દેખાતો હતો અને ત્યાંથી થોડી જ વારમાં ગાયબ થઈ ગયો હતો. આ મહિલા અર્બન હેલ્થ સેન્ટર પાસે પહોંચી ત્યાં તેણે અન્ય લોકોને આ બાબતની જાણ કરી હતી…
અને જણાવ્યું કે, કોઈ યુવક તેને બે લાફા મારી ગયો. અને પોતે પોલીસ વાળા હોવાની માહિતી આપી ગયો છે. અને તેણે કહ્યું કે, પોલીસ સ્ટેશન આવીને તમારા તમામ ઘરેણા લઈ જજો આજ સુધી મહિલાએ કોઈપણ પ્રકારનો ગુનો આચાર્ય નથી. અને હંમેશા પોતાના કામથી કામ રાખે છે. આ મહિલા સાથે આ પ્રકારનો બનાવ બનતા તેને સાથે રહેલા અન્ય વ્યક્તિઓએ મહિલાને અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં લઈ જઈ..
આ યુવક સામે ફરિયાદ નોંધાવાનું કહ્યું હતું. મહિલા જ્યારે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પહોંચી અને જણાવ્યું કે પોલીસ કર્મી જ તેની પાસેથી સોનાના દાગીના જોટવીને ચાલ્યો ગયો છે. ત્યારે અમરેવાડી પોલીસ સ્ટેશનમાં રહેલા અધિકારીઓએ જણાવ્યું કે, પોલીસનો કોઈ પણ અધિકારી આ પ્રકારની હરકતો કરી શકે નહીં..
કારણકે પોલીસમાં ખૂબ જ ઈમાનદાર અને કર્મનિષ્ઠ અધિકારીઓ ફરજ બજાવે છે. ગુજરાત પોલીસના સફળતા અને સાહસિકતાના કિસ્સા અન્ય રાજ્યોની પોલીસ પણ નોંધ લે છે. પરંતુ પોલીસના નામને અને તેની છબીને ઓછી કરવા માટે અમુક ચોર લૂંટારાઓ પોલીસનો વેશ ધારણ કરીને ગમે એ લોકોને લૂંટી લેતા હોય છે.
પોલીસે આવા ઠગ્યાઓને પકડી પાડવા માટે જરૂરી ટીમ બનાવીને તપાસ હાથ ધરી દીધી છે. હકીકતમાં જો આ યુવક પોલીસની પકડમાં આવી ગયો તો તેનો શું હાલ થશે તે વિચારવું પણ અશક્ય છે. કારણ કે તેણે પોલીસ ધારણ કરીને આ મહિલા સાથે લૂંટ બોલાવી છે. મહિલાએ ફરિયાદ નોંધાવતા જ પોલીસે કડકમાં કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]