Breaking News

આ મહિલાએ સાંઈબાબાની જેમ પાણીથી દીવડા પ્રગટાવ્યા, તમે પણ કરી શકો છો, જાણો કેવી રીતે..!

દિવાળી નજીક આવતા જ વિવિધ પ્રકારની ખરીદી ઓની દોર જામી છે. કપડા બુટ દિવાળીનું લાઇટિંગ ફટાકડા મીઠાઈઓ કલ્યાણ વગેરે સહિતની ખરીદીઓ પુરઝડપે ચાલી રહી છે. ત્યારે આ વર્ષે લોકોને મોંઘવારીના મારથી બચાવવા માટે અને દિવાળી પર વધારે પ્રકાશ ફેલાવવા માટે એક અલગ પ્રકારના દીવાની ડીમાંડ વધી છે.

મોંઘવારીને લીધે ખાદ્યતેલ અને ઘીના ભાવમાં અસહ્ય વધારો જોવા મળ્યો છે. ભાવ વધારાના લીધે આ વર્ષની દિવાળી પણ થોડા ઘણા અંશે ફિક્કી દેખાશે તેવું જણાય છે. ત્યારે દિવાળીમાં દીવાઓની ચમક ઓછી ન થાય તે માટે તેલ કે ઘી થી નહીં પરંતુ પાણીથી દીવો ચમકશે.

દિવાળી પર ઓછામાં ઓછા દસ દિવસ સુધી લોકો દીવડાઓ પ્રજ્વલિત કરતા હોય છે. પરંતુ તેલ અને ઘી ના ભાવ સતત વધી રહ્યા હતા. એટલા માટે આ વર્ષે માત્ર એક ટીપું પાણીથી દીવડાઓ પ્રજ્વલિત થશે તેવા દિવાની શોધ કરવામાં આવી છે

આ પ્રકારના દીવામાં બેટાની સર્કલ બેટરી હોય છે. તેનું સેન્સર પણ ખૂબ જ એક્ટિવ હોય છે. પાણીનું એક જ ટીપા પડતા જ દીવા પ્રજ્વલિત થઇ જાય છે. આદિવાસી સંપૂર્ણ રીતે કેન્સરથી ચાલે છે. અને તેની અંદરની એલીડી લાઇટ ફીટ કરવામાં આવેલી હોય છે.

આ દીવામાં પાણી પડતાની સાથે જ એલઇડી લાઇટ તેની જાતે જ ચાલુ થઈ જાય છે. દીવા જેવો પ્રકાશ આપે છે. તેમજ આખી દિવાની એક હાસ્ય છે કે તેઓ કલાકથી પણ વધુ ચાલે છે. આ દીવા બનાવનાર સુરત ની પૂજા જૈનએ જણાવ્યું છે કે આ દીવા સંપૂર્ણ રીતે ઇકો ફ્રેન્ડલી છે. તેમજ આ દિવાનીમાં માર્કેટમાં ડીમાંડ ખૂબ જ છે.

આ દીવો પવનના લીધે ઓલવાઈ જતા નથી તેમ જ બાળકોને  દાઝવાની બીક પણ રહેતી નથી. એથી આ દીવાનું વેચાણ આ વર્ષે સારા પ્રમાણ માં થશે તેવી અપેક્ષા છે. તેમજ ધીમે ધીમે આ દીવાઓ કોડિયાવાળા દિવામાં સ્થાન લઈ લેશે તેવું જણાવ્યું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *