કેરીની સીઝન આવતાની સાથે જ દરેક લોકોના મોઢામાં પાણી આવવા લાગે છે. કારણ કે કેરીએ એવુ ફળ છે કે જે જોતાની સાથે જ તેને ખાવાનું મન થઈ જાય છે. ભારતમાં દરેક લોકોને કેરી ખૂબ જ ભાવે છે. ભારતના લોકોનો સૌથી પ્રિય ફળ કેરી છે. કેરી ખાવા માટે લોકો ઉનાળામાં પડાપડી બોલાવે છે. આ વર્ષે કેરીના ભાવ ખૂબ જ ઊંચા બોલી રહ્યા છે..
છતાં પણ લોકો ભરપૂર માત્રામાં ખાશે કારણકે કેરી સૌ કોઈને પ્રિય છે. હાલ અમે જે કેરીની વાત કરી રહ્યા છે તેના વિશેની માહિતી સાંભળીને તમારા હોશ ઉડી જશે કારણ કે આ કેરી કોઈ સામાન્ય નહીં પરંતુ ખૂબ જ કીમતી અને વિશિષ્ટ કેરી છે. હકીકતમાં કેરીની ઘણી બધી જાત આવે છે.
જુદા જુદા વિસ્તારોમાં જુદી-જુદી જાતિ ની કેરીઓ ઉગે છે. જેમાં મધ્યપ્રદેશના જબલપુરમાં એક ખેડૂતે એના બગીચામાં ટાઈયો નો ટમૈંગો નામની કેરીનો ઉછેર કર્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે વળી આ કે કેરી માં એવું તો શું આવતું હશે કે જેના કારણે તે ચર્ચામાં આવી છે. તો તમને જણાવી દઈએ કે આ કેરીની કિંમત ઇન્ટરનેશનલ માર્કેટમાં 2,70,000 રૂપિયાની કિલો છે..
આ કેરી સામાન્ય રીતે ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. કેરીનુ કદ એકદમ નાનું હોય છે. પરંતુ તેનું વજન વધારે માત્રામાં હોય છે. તેની મીઠાશ અને મધુરતા આટલી બધી વધારે હોય છે કે લોકો આ કેરીને ખરીદવા માટે લાખો રૂપિયા ચૂકવે છે. પહેલાના સમયમાં કેરી માત્ર જાપાન દેશમાં જોવા મળતી હતી.
પરંતુ જબલપુરના સંકલ્પ સિંહ નામના ખેડૂતે આ કેરીના બીજ પોતાના બગીચામાં વાવ્યા હતા. જેના કારણે હવે આ કેરી તેમની વેરાન જમીનમાં પણ ઉગવા લાગી છે. આ કેરીની કિંમતના કારણે તેના બગીચા ઉપર વારંવાર લોકો ત્રાટકી પડતા હતા તેમજ તેમના બગીચામાં ઘણી બધી કેરીઓ ચોરી થઈ ગઈ હતી..
એટલા માટે સંકલ્પ સિંહ નામના ખેડૂતે તેમના બગીચામાં રહેલા આ વિશિષ્ટ પ્રકારની કેરીને બચાવવા માટે નવ જેટલા કુતરાઓ અને ત્રણ બોડીગાર્ડ રાખ્યા હતા. જેથી કરીને કોઈ પણ વ્યક્તિ તેમના બગીચાની અંદર પ્રવેશી શકે નહીં. તમે આ બાબતો પરથી વિચારી શકો છો કે આ કેરી ની કિંમત કેટલી ઊંચી બોલાઇ રહી છે..
અને આ કેરી ની માંગ પણ કેટલી વધારે હશે કે ખેડૂત તેની ખેતરનું રક્ષણ કરવા માટે બોડીગાર્ડ અને કૂતરાને તહેનાત કર્યા છે. આ કેરી માં રેસા જોવા મળતા નથી. એટલે કે આ કેરીને ખાતાની સાથે જ સીધી ગળે ઉતરી જાય છે. સંકલ્પસિંહ તેમના બગીચામાં હાઇબ્રીડ બિયારણ ની મારફતે વિદેશી જાતોની કેરીની ખેતી કરે છે..
તેમનો બગીચો ચાર એકરમાં ફેલાયેલો છે. જેમાં કુલ 14 પ્રકારની જુદી જુદી કેરીઓનું વાવેતર કર્યું છે. તેમણે તેમના બગીચામાં કુલ ૫૦ જેટલા વૃક્ષો આ વિશિષ્ટ ટાઈયો નો ટમૈંગો નામની કેરી નામ આવ્યા છે. ગુજરાતની કેરીની વાત કરીએ તો ગુજરાતના વલસાડ નવસારી તેમજ તાલાલા ગીર જૂનાગઢની કેરી ખૂબ જ વખણાય છે..
આ સાથે સાથે કચ્છના રણની કેરીઓ પણ ખૂબ વધારે માત્રામાં ફેમસ છે. હાલ ગુજરાતમાં કેરીની આવક ધીમે ધીમે થવા લાગી છે. જે આવનારા એક થી બે અઠવાડિયા દરમિયાન છૂટક શાકમાર્કેટમાં પણ દેખાવા લાગશે. પરંતુ આ કેરીને ખરીદવા માટે સામાન્ય લોકો સમર્થ છે કારણ કે આ વર્ષે વાવાઝોડા અને અનિયમિત વરસાદને કારણે કેરીનો પાક ખૂબ જ ઓછો થયો છે..
જેના પગલે કેરીના ભાવમાં ખૂબ મોટો વધારો થયો છે. અને આ ભાવ વધારો આખી સિઝન દરમિયાન રહેશે તેવું મોટા મોટા વેપારીઓ પણ જણાવ્યું છે. ગુજરાતમાં કેરીના શોખીન લોકો માટે ભાવને લઇને માઠા સમાચાર આવ્યા છે જયારે કેરીના ઉત્પાદક ખેડૂતો માટે ખુબ જ સારા સમાચાર આવ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]