Breaking News

આ જીલ્લાઓમાં તોફાની મેઘો લાવશે વરસાદી પુર, નવી સીસ્ટમ સક્રિય થતા અંબાલાલ પટેલે આપી મોટી આગાહી.. વાંચો..!

હાલમાં રાજ્યના દરેક વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે અમદાવાદ તેમજ અમરેલીમાં ધોધમાર વરસાદ પડવાને કારણે ત્યાંના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હાલમાં રાજ્યના હવામાનની નવી સિસ્ટમ સક્રિય થતા અંબાલાલ પટેલે આગાહી કરી છે, કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે થતી ભારે વરસાદ પડી શકે છે.

તેમજ રાજ્યના ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર , કચ્છ તેમજ ગુજરાત રાજ્યના બાકી અન્ય જિલ્લાઓ જેવા કે દાદરા નગર હવેલી અને દીવ- દમણમાં પણ થોડા પ્રમાણમાં વરસાદ પડવાની આગાહી અંબલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

રાજય ના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનારા 3 કલાકની અંદર સુરત,ડાંગ નવસારી, તાપી, વલસાડ, પોરબંદર, કચ્છ,દ્વારકા,દમણ તેમજ દાદરા નગર હવેલી અને અરવલ્લી વિસ્તારમાં વાવાઝોડું આવી શકે છે. તેમજ તે વિસ્તારમાં 35-40 કિમી પ્રતિ કલાક ની ઝડપએ પવન ફૂંકાવા ની સાથે હળવો વરસાદ પણ પડી શકે છે.

આ ઉપરાંત મહીસાગર,વડોદરા,નર્મદા, છોટાઉદેપુર પંચમહાલ,દાહોદ તેમજ ભરૂચ જિલ્લાના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત અંબાલાલની આગાહી મુજબ અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દીવ, રાજકોટ, જામનગર, જુનાગઢ તેમજ સાબરકાંઠા જિલ્લાના અલગ અલગ વિસ્તારો માં ધીમીધારે વરસાદ પડી શકે છે .

આજે સવારથી આવતીકાલ સવાર સુધીમાં સૌરાષ્ટ્ર કચ્છ તેમજ દિવ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે.ગુજરાત માં નવી સિસ્ટમ સક્રિય થતાં આવનારા 4 દિવસો સુધી આખા રાજ્ય માં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે.

ખાસ કરીને જુનાગઢ, ગીર, સોમનાથ, દેવભૂમિ દ્વારકા, અને પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી સુરત, ડાંગ, વલસાડ તેમજ તાપીમાં ધોધમાર વરસાદ પડવા ની આગાહી કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા માછીમારોને આવનારા ચાર દિવસો સુધી દરિયો ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે.

આ ઉપરાંત અમદાવાદ જિલ્લામાં સામાન્ય હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 30 જેટલા જિલ્લાઓના 215 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધવામાં આવ્યો છે. કચ્છના લખપત તાલુકામાં સૌથી વધુ 11 ઇંચ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં આ વર્ષનો લગભગ 28% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *