આજકાલ લોકો ખુબ મોટું ભેજું દોડાવીને પૈસા મેળવવા છેતરપીંડીઓ કરે છે. એવા ઘણા બધા મામલાઓ સામે આવી ચુક્યા છે, તેમના પર કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે. પરતું હજી પણ ક્યાંકને ક્યાંક રાજસ્થાન રાજ્યમાં દિવસે ને દિવસે લૂંટફાટની ઘટનાઓ માં વધારો થતો જોવા મળી રહ્યો છે.
રાજસ્થાનની એક મહિલા લગ્નના નામે ઘણા લોકોને છેતરી ચૂકી છે. થોડા દિવસ પહેલા બાડમેર પોલીસે આ મહિલાની ધરપકડ કરી હતી. પોલીસે આ મહિલાની પૂછપરછ શરું કરી તે દરમ્યાન સામે આવ્યું કે તેણે 13 યુવકોને પોતાની આ લગ્નની જાળમાં જકડી લીધા હતાં. બાડમેર જિલ્લાના ઈશ્વરપુરાની મૂળ રહેવાસી 38 વર્ષીય જીયોદેવીએ પોતે કુવારી હોવાનું કહીને 13 અવિવાહિત પુરુષ સાથે લગ્ન કર્યા હતા.
ત્યારબાદ તેમની પાસેથી પૈસા અને દાગીના પડાવી લેતી હતી. જીયોદેવીનો છેલ્લો શિકાર બાડમેર જિલ્લાના જ માપુરીનો મૂળ રહેવાસી રામારામના પુત્ર જોગારામ બન્યો હતો. જોગારામ લગભગ એક મહિના પહેલા જીયોદેવીના સંપર્કમાં આવ્યો હતો. ત્યારે જીયોદેવીએ પોતાને કુવારી હોવાનું કહીને જોગારામ સાથે લગ્ન કર્યા હતા.
પરંતુ લગ્નના થોડા દિવસો બાદ જીયોદેવીએ જોગારામને બ્લેકમેલ કરીને તેની પાસેથી પૈસા અને દાગીના પડાવી લીધા હતા. જેને કારણે 2 દિવસ પહેલા જોગારામએ ચૌહટન પોલીસ સ્ટેશનમાં જીયોદેવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેનો આગળનો ફરિયાદ રિપોર્ટ ચેક કરતા તેમને જાણવા મળ્યું કે આ જ મહિલા વિરુદ્ધ અગાઉ પણ નાગોરના રહેવાસી ભીખારામના પુત્ર રૂપારામએ પણ ફરિયાદ નોંધાવી છે.
આ કિસ્સામાં પણ જીયોદેવી એ રૂપારામના દાગીના અને રોકડ રૂપિયાની લૂંટ કરી હતી. ત્યારબાદ ચૌહટન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મુખ્ય પોલિસકર્મી એ આસપાસના પોલીસ સ્ટેશનમાં આ બાબતે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ મહિલા વિરુદ્ધ કુલ 13 ફરિયાદો નોંધાય છે. જેમાં અલગ અલગ યુવકો દ્વારા લગ્નના નામે લૂંટ કર્યા હોવાની ફરિયાદ નોંધાવાઈ હતી.
પોલીસે આ મહિનાની ધરપકડ કરીને તેને કોર્ટમાં હાજર કરી હતી જ્યાં તેને જેલની સજા સંભળાવવામાં આવી હતી. તેમજ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવા લોકોથી સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. હકીકતમાં આવનારો સમય કેવો સાબિત થશે તેના વિષે તો કોઈ જાણતું નથી પરતું ડગલે ને પગલે સાવચેત જરૂર રેહવું જોઈએ..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]