Breaking News

આ એક રહસ્યમય વસ્તુને કારણે સ્ટાર ક્રિકેટર રિષભ પંતનો જીવ બચી ગયો, અકસ્માત વખતે આ વસ્તુ કામ કરી ગઈ.. જાણો..!

આજે સવાર સવારમાં સમાચાર સામે આવ્યા કે સ્ટાર ક્રિકેટર રિષભ પંતનો અકસ્માત થયો છે, હાલ તેમની સારવાર ચાલી રહી છે પરતું આ અકસ્માતને લઈને રિષભ પંતના ફેન્સ લોકોને ઝટકો લાગ્યો છે. કારણ કે રમત ગમત સાથે જોડાયેલા વ્યક્તિને શરીરનું ખુબ જ ધ્યાન રાખવું પડતું હોઈ છે..

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી રિષભ પંતનો અકસ્માત થયો છે, તેઓ જ્યારે કાર લઈને ઉત્તરાખંડ પોતાને માતાને સરપ્રાઈઝ આપવા માટે જતો હતો ત્યારે દિલ્હી દેહરાદુન હાઇવે ઉપર હમદપુર પાસેની રૂડકી બોર્ડર પાસે તેની BMW કાર બેકાબુ થઈ ગઈ હતી. અને સાઈડમાં રહેલી રેલિંગ સાથે અથડાવા લાગી હતી..

ત્યારબાદ અચાનક જ કારમાં આગ ફાટી નીકળતા કાર પલટી મારી ગઈ અને અકસ્માત સર્જાઈ ગયો હતો. ત્યાંથી પસાર થતા કેટલાક લોકોએ ભારે મથામણ બાદ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો અને અંદરથી રિષભ પંત બહાર કૂદી જતા તેમનો જીવ તો બચી ગયો છે. પરતું તેમના જીવ બચવામાં એક રહસ્યમય ચીજ વસ્તુ ખુબ જ મહત્વનું કામ કરી ગઈ છે.

આમ તો નિયમો મુજબ હમેશા કાર ચલાવતી વખતે આપડે સીટ બેલ્ટ પહેરી લેવો જોઈએ, પરતું રિષભ પંતે સીટ બેલ્ટ પહેર્યો નોહ્તો જેના કારણે આજે તેમનો જીવ બચી ગયો છે. તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે. અત્યારે તેને રિકવરી કરવા માટે દિલ્હીની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.

ઉતરાખંડના ડીજી અશોકકુમારએ જણાવ્યું છે કે, રિષભ પંત ડ્રાઇવિંગ કરતી વખતે ઊંઘી ગયો હતો. અચાનક જ ઊંઘનું જોકુ આવી જતા કાર ઉપરનો કાબુ તેણે ગુમાવી દીધો હતો. જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે રિષભ પંત કારની અંદર એકલો હતો. અકસ્માતમાં કાર સળગી ગઈ ત્યારે તે કારમાંથી બારી તોડીને બહાર નીકળી ગયો હતો.

જેના કારણે પંતને માથા પીઠ તેમજ પગના ભાગે ઈજા થઈ છે. હાલ તેની હાલત સ્થિર છે. ડોક્ટરનું કહેવું છે કે તેના ઘૂંટણ નું ઓપરેશન કરવું પડશે. આ ઉપરાંત તેણે સીટ બેલ્ટ પહેર્યો નહોતો જેને કારણે તે સુરક્ષિત બહાર નીકળી શક્યો છે. પરંતુ જો તેને સીટ બેલ્ટ પહેર્યો હોત તો કારમાં આગ લાગવાને કારણે તે દાઝી ગયો હોત, ડોક્ટરનું કેવું છે કે તેની પ્લાસ્ટિક સર્જરી પણ કરવામાં આવશે.

જ્યારે વહેલી સવારે આ સમાચાર સામે આવ્યા ત્યારે દુનિયાભરના ક્રિકેટરોના નિવેદનો સામે આવી રહ્યા છે.. સૌ કોઈ લોકો ટ્વિટ કરીને રિષભ પંતને જલ્દી જ સાજો થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન તેમજ દિલ્હી કેપિટલ સ્ટીમના કોચ રિકી પોઈન્ટીગ પણ રિષભ પંતના અકસ્માતને લઈને ટ્વિટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે કે..

રિષભ પંત વિશે તેઓ પ્રાર્થના કરી રહ્યા છે અને આશા છે કે તે જલ્દી પોતાના પગ ઉપર ઉભો થઈ જાય.. આ ઉપરાંત મોહમ્મદ અઝરુદ્દીન, લક્ષ્મણ, વીરેન્દ્ર સેહવાગ, મુનાફ પટેલ સહિતના તમામ ક્રિકેટરોએ રિષભ પંતના સ્વાસ્થ્યને લઈને પ્રાર્થના કરી છે. આ અકસ્માત એટલો બધો ભયંકર હતો કે તેને નજરે જોનારા લોકોના તો રુવાટા એકાએક બેઠા થઈ ગયા છે.

કાર અકસ્માત સળગીને ભડભડ ભૂકો થઈ ગઈ છે. રિષભ પંતના કારના અકસ્માતના ઘણા બધા ફોટો અને વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. અને પગ ઉપર ગંભીર ઈજા થઈ છે. તેમજ શરીર ઉપર અનેક જગ્યાએ ગંભીર ઘા પણ વાગ્યા છે. ત્યાંના લોકોએ આ અકસ્માતમાં તરત જ 108 ની મદદથી રિષભ પંતને રૂડકીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *